SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સામાયિકના બત્રીસ દે. ૧૦ વિમાસણ દષ-–સામાયિકમાં અંગ વિમાસણ કરાવે, હાથને ટેકે દે, ગળે હાથ દઈ બેસે તે. ૧૧ નિદ્રા દેષ--સામાયિકમાં નિદ્રા કરે તે. ૧૨ વસ્ત્ર સંકેચન દોષ–-ટાઢ પ્રમુખની પ્રબળતાથી પિતાને સમસ્ત અંગે સારી પેઠે વસ્ત્ર ઓઢે તે. એ પ્રમાણે મનના દશ દેષ, વચનના દશ દેષ અને કાયાના બાર દોષ એ સર્વ બત્રીશ દોષ થાય. વિવેકી પુરૂષ તે દેષ ટાળી શુદ્ધ સામાયિક કરે. નીચેના વીસ દેષ ટાળી કાઉસગ્ન કર, ૧ ઘડાની પેઠે પગ ઉંચે નીચે કરે તે ઘટક દેષ. ૨ લતાની પેઠે સુઈ રહે તે લતા દોષ. ૩ થંભને આધારે ઠીંગ રહી ઉભે ઝુલે તે સ્થંભ દેષ. ૪ પર્વતના ફૂટની પિઠે અક્કડ ઉમે રહે તે ફૂટ દોષ. ૫ ઝાલણીઆના ઉંચા એઠીંગે રહી કાઉસગ્ન કરે તે માળા દેષ. ૬ ભીલડીની પેઠે હાથ આગળ રાખી કરે તે શબરી દોષ. છ વહુની પેઠે ઘુંઘટો કાઢી વસ્ત્ર ઓઢે તે વધુ દોષ. ૮ પ્રમાણ ઉપરાંત વસ્ત્ર માથે રાખી કરે તે લંબતર દોષ. ૯ શરીરને સ્તનની પેઠે ઢાંકીને કરે તે સ્તન દોષ. ૧૦ ગાડાની ઉધની પેઠે બે પગની પાની એકઠી રાખે તે ઉધ દેષ. ૧૧ સાધ્વીની પેઠે વસ્ત્ર ઓઢી કરે તે સંજતી દેષ. ૧૨ દિગંબરની પેઠે હાથ ઉંચા રાખી કરે તે ખલીણ દેષ. ૧૩ કાગની પેઠે નેત્ર ચંચળ કરે તે વાયસ દોષ. ૧૪ કેઠનાં ફળ એકઠાં કર્યાની પેઠે વસ્ત્ર એકઠાં કરે તે કવીઠ દોષ. ૧૫ શરીરમાં ભૂત પ્રવેશ જેમ મસ્તક ધૂણવે તેમ ધૂણું કાઉસગ કરે તે શીશકંપન દેષ. ૧૬ મુંગાની પેઠે હું હું કરે તે મૂક દોષ. ૧૭ આંગળી પાંપણે રાખી વિચાર કર્યાની પેઠે કાઉસગ કરે તે અંગુલીબ્રમ્હ દોષ. ૧૮ દારૂ શીશામાં નાખતાં ગરમીને યોગે બડબડ થાય તેની પેઠે કરે તે વારૂણી દેષ. ૧૯ તરસ્યા કપિની પેઠે હોઠ હલાવે તે પ્રેક્ષા દોષ. ૨૦ બીજાની પાસે પાઠ ઉચરાવી કરે તે અન્ય પાઠચ્ચરિત દોષ. કાઉસગ કરતી વખતે ઉપરના વીસ દેશોમાંથી એક પણ દોષ પિતામાં ન આવે તેને બરાબર ધ્યાન આપવું.
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy