SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સામાયિકના બત્રીસ દેષ. સંપાદનહીન અથવા હસ્વ અક્ષરને ઠેકાણે દીર્ધ બેલે, કેઈ ઠેકાણે માત્રાહીન અથવા અધિક ઉચ્ચરે, અશુદ્ધ પાઠનો ઉચ્ચાર કરે તે. ૧૦ મુણુ મુણુ વચન દોષ–-સામાયિક લઈને ઉતાવળે પાઠને ઉચ્ચાર કરે, સ્પષ્ટ પ્રગટ અક્ષર ન ઉચ્ચરે, પદનું, ગાથાનું ઠેકાણું માલમ ન પડે, માખીની પેઠે બણબણ કરે એમ ગડબડ કરીને પાઠ પૂર્ણ કરે તે. કાયાના બાર દેાષ ૧ અયોગ્ય આસન દષ–સામાયિક કરતી વખતે પગ ઉપર પગ ચડા વીને બેસે, મહાત્મપર્યાય થકી વિનય ગુણની વૃદ્ધિની હાની કરે, વસ્ત્રવડે જાનું બાંધીને બેસે તે પ્રથમ દેષ; માટે જે વડે વિનય ગુણ રહે, ઉદ્ધતાઈ ન જણાય. અજયણું ન થાય તેવી રીતે બેસવું. ૨ ચળાસન દોષ --આસનને સ્થિર ન રાખે, વારંવાર આગળ પાછળ - ચલાયમાન કરે ને પિતે ચપળતા ઘણુ કરે તે ચળાસન દેષ કહેવાય. ૩ ચળષ્ટિ દોષ––સામાયિક લઈને દષ્ટિને નાસિકા ઉપર સ્થાપિ મનમાં શ્રુતપગ રાખી મૌનપણે ધ્યાન ન ધરે, શાસ્ત્રાભ્યાસ કરે હોય તે જયણાયુક્ત પુસ્તક ઉપર દષ્ટિ રાખવી વગેરે શુદ્ધ સામાયિકની રીતિ જે શાસ્ત્રકારે કહેલી છે તે રીતિને ત્યાગ કરી ચકિત મૃગની જેમ ચારે દિશાએ નેત્રે ફેરવે તે ચળદષ્ટિ દોષ. ૪ સાવદ્ય ક્રિયા દોષ--કાયાવડે કંઈ સાવદ્ય ક્રિયા કરે અથવા સાવદ્ય ક્રિયાની સંજ્ઞા કરે તે. ૫ આલંબન દોષ–સામાયિકમાં દીવાલ પ્રમુખને આશ્રય છોડી એકાંત બેસવું એ રીતિ છે તે રીતિ ત્યાગી દીવાલ, થાંભલા વગેરેને પીઠ લગાડીને બેસે તે કારણે પુંજ્યા વિનાની દિવાલ ઉપર ઘણું જીવોને વિશ્રામ હોય ત્યાં પીઠ લગાડતાં ઘણું છાની વિરાધના થાય અથવા એઠીંગણુ દઈ બેસવાથી નિદ્રાદિક પ્રમાદ વધે અને તેથી શુભ ધ્યાનાદિકમાં ખામી આવે તેથી તે દોષયુક્ત છે. ૬ આકુંચન પ્રસારણ દેાષ–સામાયિક લઈને કારણવિના હાથ પગ સંકોચે અથવા લાંબા કરે. છ આલસ્ય દુષ-સામાયિકને વિષે અંગે આલસ મરડે, ટાચકે ફેડે, કરડકા કરે, કમ્મર વાંકી કરે વગેરે પ્રમાદની બહુલતાનાં કાર્યો કરે તે. ૮ મટન દોષ--સામાયિક્તાં અંગુલી પ્રમુખને વાંકી કરી ટાચકા વગાડે તે. ૮ મલસ્ય દોષ–સામાયિક લઈને શરીરે ખાસ પ્રમુખ થઈ હોય તે વલુરે, મેલ ઉતારે છે.
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy