________________
૧૭૨
શ્રી ચાવીશ જિનાંતર, રહા, બાકી પ્રવજ્ય પાળી, પ્રવજ્ય લીધા પછી ત્રીજે પહેરે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવકારૂપ ચતુર્વિધ સંઘતીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને પાંચસૅ સાધુ અને પાંચસે સાધ્વી સંઘાતે સ્વામી નિર્વાણુ–મેક્ષ પધાર્યા.
૨૦ ઓગણીશમા મહિલનાથ તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી થાપન લાખ વરસને અંતરે વશમા શ્રી મુનિસુવ્રત તીર્થકર રાજગ્રહી નગરીને વિષે થયા. સુમિત્ર રાજા પિતા, પદ્માવતી રાણું માતા, શ્યામવર્ણ, કાચબાનું લંછન, વીશ ધનુષનું દેહિમાન, ત્રીશ હજાર વર્ષનું આયુષ, તેમાં સાડાસાત હજાર વર્ષ કુંવરપણે રહ્યા, પંદર હજાર વર્ષ રાજ પાયું, સાડાસાત હજાર વર્ષ પ્રવજ્ય પાળી, પ્રવજ્ય લીધા પછી અગ્યાર મહીને કેવળજ્ઞાન ઉપવું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણુ–મક્ષ પધાર્યા.
ર૧, વશમા શ્રી મુનિસુવ્રત તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી છ લાખ વર્ષને આંતરે ૨૧ મા નમિનાથ તીર્થકર મથુરા નગરીને વિષે થયા. વિજય રાજા પિતા, વિપુલાદેવી રાણું માતા, હેમવણે, નીલેલ કમળનું લંછન, પંદર ધનુષનું દેહિમાન, દશ હજાર વર્ષનું આયુષ, અઢી હજાર વર્ષ કુંવરપણે રહ્યા, સાડા છે હજાર વર્ષ રાજ પડ્યું, એક હજાર વર્ષ પ્રવજ્ય પાળી, પ્રવ. જ લીધા પછી નવ મહીને કેવળજ્ઞાન ઉપવું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવકારૂપ, ચાર તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પિટી આપી એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ-મોક્ષ પધાર્યા.
રર. એકવશમા શ્રી નમિનાથ તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી પાંચ લાખ વર્ષને આંતરે ૨૨ મા ને મનાથ તીર્થકર સેરીપુર નગરને વિષે થયા. સમુદ્રવિજય રાજા પિતા, શીવાદેવી રાણી માતા, શ્યાણવણે, શંખનું લંછન, દશ ધનુષનું દેહિમાન, એક હજાર વર્ષનું આયુષ, તેમાં ત્રણ વર્ષ કુંવરપણે રહ્યા, સાતમેં વર્ષ પ્રવર્યા પાળી, પ્રવજ્ય લીધા પછી ચેપન દહાડે કેવળજ્ઞાન ઉપવું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર તીર્થ સ્થાપી