________________
૧૬૮
અથ શ્રી ચાવીશ જિનાંતર ૭. છઠ્ઠા શ્રીપદ્મપ્રભુ તીર્થકર નિર્વાણ-મેક્ષ પહોંચ્યા પછી નવ હજાર કોડ સાગરને આંતરે સાતમા સુપાર્શ્વનાથ તીર્થંકર વણારસી નગરને વિષે થયા, પ્રતિષ્ઠ રાજા પિતા, પૃથ્વી દેવી રાણી માતા, હેમવર્ણ, સાથીયાનું લંછન, બસે ધનુષનું દેહિમાન, વીશ લાખ પૂર્વનું આયુષ, તેમાં પાંચ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ચઉદ લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી નવ માસે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ, ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને, દ્વાદશાંગી ગણુની પેટી આપીને પાંચસે સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ
પધાર્યા.
૮. સાતમા શ્રી સુપાર્શ્વનાથ તીર્થકર મેક્ષ પહોંચ્યા પછી નવસે કોડ સાગરને આંતરે આઠમા ચંદ્રપ્રભ તીથ કર ચંદનપુરી નગરીને વિષે થયા. મહાસેન રાજા પિતા, લક્ષ્મણે દેવી રાણી માતા, ઉજવેલ વર્ણ, ચંદ્રમાનું લંછન, દેટસે ધનુષનું દેહિમાન, દશ લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં અઢી લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, સાડાછ લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વ પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી છઠે મહીને કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણુની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણુ–મેક્ષ પધાર્યા.
૯. આઠમા શ્રી ચંદ્રપ્રભ તીર્થકર નિર્વાણ-મક્ષ પહોંચ્યા પછી નેવું કોડ સાગરને આંતરે નવમા શ્રીસુવિધિનાથ તિર્થંકર કાકદી નગરીને વિષે થયા. સુગ્રીવ રાજા પિતા, રમાદેવી રાણી માતા, ઉજવેલ વણે, મગરમચ્છનું લંછન, સો ધનુષનું દેહિમાન, બે લાખ પૂર્વનું આયુષ–તેમાં અર્ધ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, અર્ધ લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વ પ્રવજ્ય પાળી. પ્રવર્યા લીધા પછી ચાર મહીને કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ મેક્ષ પધાર્યા,
૧૦. નવમાં શ્રી સુવિધિનાથ તીર્થકર નિર્વાણ મેક્ષ પહોંચ્યા પછી નવ કોડ સાગરને આંતરે દશામા શ્રી શીતળનાથ તીર્થંકર