________________
અથ શ્રી ચાવીશ જિનાંતર ૧૬૭ ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ-મેક્ષ પધાર્યા,
૪, ત્રીજા સંભવનાથ તીથદર પહોંચ્યા પછી દશ લાખ કોડ સાગરોપમને આંતરે ચેથા અભિનંદન તીર્થકર વનીતા નગરીને વિષે થયા, સંવર રાજા પિતા, સિદ્ધાર્થા રાણી માતા, હેમણે, વાનરનું લંછન, સાડાત્રણસેં ધનુષનું દેહિમાન, પથ્યાસ લાખ પૂર્વનું આયુષ, તેમાં સાડાબાર લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, સાડી છત્રીસ લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવર્યા પાળી, પ્રવજ્ય લીધા પછી અઢાર વર્ષે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાવી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ-તીર્થ સ્થાપી, દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણુ–મેક્ષ પધાર્યા.
૫. ચોથા અભિનંદન તીર્થકર મક્ષ પહોંચ્યા પછી નવ લાખ ક્રોડ સાગરને આંતરે પાંચમા સુમતિનાથ તીર્થકર કુશલપુરી નગરીને વિષે થયા. મેઘરથ રાજા પિતા, સુમંગલા દેવી રાણી માતા, હેમવર્ણ, કૌંચ પંખીનું લંછને, ત્રણસેં ધનુષનું દેહિમાન, ચાળીશ લાખ પૂર્વનું આયુષ, તેમાં દશ લાખ પૂર્વ કુવરપણે રહ્યા, ઓગણત્રીસ લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવર્યા પાળી, પ્રવજ્ય લીધા પછી વીશ વર્ષે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ, ચતુર્વિધ સંઘતીથ સ્થાપીને, દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સવામી નિર્વાણ પધાર્યા,
૬. પાંચમા સુમતિનાથ તીર્થકર નિર્વાણ મેક્ષ પહોંચ્યા પછી નેવું હજાર કોડ સાગરને આંતરે છઠ્ઠા પદ્મપ્રભુ તીથકર કૌસંબી નગરીને વિષે થયા. શ્રીધર રાજાપિતા, સુસિમા દેવી રાણુ માતા, રાતે વણે પદ્મકમળનું લંછન, અઢીસે ધનુષનું દેહિમાન, ત્રીશ લાખ પૂર્વનું આયુષ, સાડાસાત લાખ પૂર્વ વરપણે રહ્યા, સાડીએકવીશ લાખ પૂર્વ રાજ પાયું, એક લાખ પૂર્વની પ્રવજ્ય લીધા પછી છઠે મહીને કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાથ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘતીર્થ સ્થાપીને, દ્વાદશાંગા ગણીની પટી આપીને ત્રહું તે સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ પધાર્યા.