________________
૫૦
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ’ને આધારે
ઢાળ – ૧ થી ૧૫ તી સંપાદિત વાચતા અને તેનું અધ્યયન
UDI (ભલે મીંડું.) ।। શ્રી વીતરાગાય નમઃ ।। શ્રી વીતરાગ પરમાત્માને નમસ્કાર હો ।।
મંગલાચરણ
દુહા ૧
વચન વિમલ વાણી દીઓ, વાઘેસ્વરી ત્રિપુરાય; ભૃમ સુતાનિ ભારથી(તી), પ્રણમું તાહારા પાય. હંસવાહની સરસ્વતી, દેવિ કુમારી માય; કવિતરાસ હૂં તો રચું, જો તું પરગટ થાય. જસમહિમાયિં ઉલષ્યા, ચોવીસઈ જિનરાય; ૠષભ અજીત સંભવ જિના, અભીનંદન નમું પાય. સૂમતીનાથ પ્રદ્મપ્રભો, પ્રણમું દેવ સુપાસ; ચંદપ્રભ સુવધી નમું, સીતલ પૂરઈ આસ. જિન શ્રીઆંસ નમું સદા, વાસ પૂજ્ય પ્રણમેશ; વિમલ અનંત જિન ધર્મની, પુજા ભગતિ કરિશ. સાંતિ કુંથુ અર મલ્લી નમું, મૂની સૂવૃત નમી નેમ; પાસ વીરનિં પ્રણમતા, કવી ધિર હુઈ ખેમ. એ ચોવીસઈ જિન નમી, ગણઘર કરી જોહાર; ભ્રમ વાદિની મનિ ઘરી, કવસ્યુ સમકીત સાર.
:
અર્થ હે ત્રિપુરાદેવી ! હૈ વાણીની સ્વામિની ! હે બ્રહ્માપુત્રી ! ભારતી (અર્થ બોધ સ્વરૂપા) હું તમારા ચરણે નમું છું. મને ઉત્તમ, નિર્મળ અને શુદ્ધ વચન આપો...૧
...૧
....
....
....
...પ
૬
6***
હંસ જેનું વાહન છે એવી માતા સરસ્વતી, તેજસ્વી સ્વરૂપવાળી છે. હે બ્રહ્મચારી (બાલ મનોહર રૂપવાળી) દેવી ! તું મારી ઉપકારી જનની છે. જો તું મારા ઉપર પ્રસન્ન થાય તો હું રાસ કાવ્ય રચવાનો પ્રયત્ન કરું...૨
જે પોતાના જ્ઞાનાદિક ગુણોના મહિમાથી ઉલ્લાસ પામેલા છે, એવા ચોવીસ જિનેશ્વરોની સ્તુતિ કરું છું. (ધર્મની આદિ કરનારા) પ્રથમ ઋષભદેવ તીર્થક૨, (૨ થી ૪) અજિતનાથ, સંભવનાથ તેમજ અભિનંદન જિનને નમસ્કાર કરું છું...૩
(૫ થી ૭)સુમતિનાથ, પદ્મપ્રભ અને સુપાર્શ્વનાથ જિનને વંદન કરું છું. વળી (૮ થી ૧૦) ચંદ્રપ્રભ