SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ ૩) આ રાસકૃતિમાં પડીમાત્રાનો ઉપયોગ વધુ થયો છે. આ પ્રત સં.૧૮૮૭ જેવા પાછળના સમયમાં લખાયેલી હોવા છતાં સંભવ છે કે તે મૂળ પ્રતનું સીધું અનુકરણ હોવાથી પડિયાત્રા આદિજૂની લેખન શૈલીના લક્ષણો જાળવી રાખે છે. ૪) આરાસકૃતિમાં વિનય માટે “વીનો' શબ્દ પ્રયોગ થયો છે. સંભવ છે કે તે સમયમાં વિનયને “વીનો' કહેતા હોવા જોઈએ. ૫) કવિએ ઘણા સ્થળે આ પ્રતમાં “ર' અક્ષરનો પ્રયોગ ન કરતાં માત્ર રેફ (1) નો પ્રયોગ કર્યો છે. જેમ કે મ(કડી-૬૮,૩૯૫), મહાર(કડી-૧૨૦), સાધાર્થ(કડી-૧પર), કાર્ણ(કડી-૨૦૩), પૂર્ષ(કડી૨૦૮), તણું(કડી-ર૧૬), તર્તા(કડી-ર૧૮), પાર્ટુ(કડી-રર૫), આભ(કડી-૨૪૧), ચર્ણ(કડી૩૨૦), જાતિસમર્ણ (કડી-૩૪૫), તર્ણ(કડી-૩૮૪), પર્ણિ(કડી-૩૯૮), નર્ગ(કડી-૪૦૪), ધર્તા(કડી-૪૩૦), વર્સ (કડી-૪૪૦), કાર્ય(કડી-૫૯૨), પર્મ(કડી પરપ, ૭૮૪) ઈત્યાદિ. ૬) કવિએ જ્યારે શબ્દ માટે વારિ' શબ્દનો પ્રયોગ કર્યો છે. યારિ(કડી-૪૭) શબ્દથી અર્થ સ્પષ્ટ થતો નથી માટે (જ) ઉમેરવો પડે છે. તેવી જ રીતે યમ(કડી-૩૦૬) શબ્દમાં (જ) ઉમેરવાથી “જયમ' શબ્દ બને છે તેથી અર્થ પૂર્તિ થાય છે. ૭) “અ' શબ્દ ઘણી જગ્યાએ વધારાનો હોવાથી શબ્દના અર્થ પૂર્તિમાં અડચણ કરતો હોવાથી કેટલીક જગ્યાએ() માં મૂકવામાં આવ્યો છે. ૮) આ રાસકૃતિ ૮૭૯ કડીમાં પથરાયેલી છે. તેમાં દુહા-૫૪ વાર છે. ઢાળ-૪૫ વાર છે. ચોપાઈ-૨૦ વાર આવે છે. ૯) આ રાસકૃતિની ૮૭૯ કડીમાંથી ર૫૬ કડીઓમાં કથા પથરાયેલી છે. તેમાં કપિલ મુનિની કથા-૩૮ કડીઓમાં, નંદિષેણ મુનિની કથા- ૫૯ કડીઓમાં, વિક્રમ રાજાની કથા-૬૪ કડીઓમાં તથા બાકીની આઠ પ્રભાવક તથા દાન-શીલ-તપ અને ભાવ ધર્મના ઉદાહરણોમાં૯૫કડીઓ વપરાયેલી છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy