SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે સાહિત્ય સર્જન કર્યું છે. કવિ સમયસુંદર, કવિ નયનસુંદર, કવિ લાવણ્યસમય જેવા સમકાલીન કવિઓએ પણ આ પરંપરા અપનાવી છે. કવિ ઋષભદાસ તેમને અનુસર્યા છે. કવિએ ચરિત્રાત્મક કથાઓ સાથે બોધપરક, તત્ત્વજ્ઞાનમય રાસો પણ રચ્યા છે. જેમકે હિતશિક્ષા રાસ, તત્ત્વવિચારરાસ, વ્રતવિચાર રાસ, તીર્થ મહિમા આદિ વિષયોને કાવ્યમાં મઠાર્યા છે. સર્વ મળી કવિ ઋષભદાસનું કાવ્યસાહિત્ય આસરે ૪૦,૦૦૦ થી ૪૫,૦૦૦ કડી ઉપરાંત હોવાની સંભાવના છે. તેમનું સાહિત્ય પ્રેમાનંદ અને શામળની પૂર્વે લખાયેલું છે. તેઓ કવિત્વ અને પ્રતિભામાં કવિ નયનસુંદરની જેમ જૈનેત્તર કવિઓની હરોળમાં ઉભા રહી શકે છે. કવિ ઋષભદાસની હિતશિક્ષા રાસની શૈલી કવિ દલપતરામની કાવ્ય શૈલીને મળતી આવે છે. તેથી કહી શકાય કે શામળ અને દલપતરામ ઉપર કવિ ૠષભદાસની અસર થઈ હોવી જોઈએ. કવિતાની વ્યાખ્યા કરતા કુમારપાળ રાસમાં કહયું છે કે – ૫૧ ‘જીમ કવિતા અણુ ચિંત્યું કવઈ. ’ કલ્પના ન હોય તેવા સુંદર વિચારો રજુ કરે તે કવિ – કવયિતા. અહીં કવિતા એટલે કવિ. સામાન્ય વ્યક્તિઓ સમજી શકે અને આનંદ માણી શકે તેવી કૃતિઓનું સર્જન કરે તે સાચો કવિ છે. કવિ ઋષભદાસની અત્યાર સુધીની પ્રકાશિત રાસકૃતિઓ અત્યંત સરળ ભાષામાં લખાયેલી છે, તેથી સામાન્ય વ્યક્તિઓ પણ સમજી શકે તેમ છે. કવિ નયનસુંદર, કવિ સમયસુંદર અને કવિ પ્રેમાનંદના કાવ્યોમાં કાવ્યરસની સુંદર જમાવટ છે. તો બીજી બાજુ કવિ શામળભટ્ટ, કવિ દલપતરામ અને દયારામના સાહિત્યમાં ઉપદેશાત્મક શક્તિની વિશિષ્ટતા છે. સાધુચરિત કવિ ઋષભદાસ શ્રેષ્ઠ કવિઓની હરોળમાં આવે છે. તેમણે મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યને પોતાની કાવ્યશક્તિ દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે, જે એક મધ્યકાલીન સમગ્ર ગુજરાતી સાહિત્ય જગત માટે પણ ગૌરવશાળી બાબત છે . હવે પછીના પ્રકરણમાં કવિ ઋષભદાસકૃત સમકિતસાર રાસની સંપાદીત વાચના કરવામાં આવી છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy