SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ જાળવી રાખી છે. કવિ સમયસુંદરની માફક કવિ ઋષભદાસ પ્રારંભથી ઢાળ, છંદ અને રાગોનો ઉપયોગ કરતા દેખાય છે. ૩) ભાષા – કવિ ઋષભદાસની રચનાઓમાં ભાષાની પ્રૌઢી છે. તેમની ભાષામાં આર્કતા છે. કહેવતો, રૂઢપ્રયોગો, સંવાદ, વાદ-વિવાદોમાંની દ્રષ્ટાંત પ્રચુરતા ઉપરથી તેમનું ભાષા પરનું પ્રભુત્વ જાણી શકાય છે, બલવત્તા જાણી શકાય છે. તેમની ભાષા સરળ, રસાત્મક છે. થોડાં શબ્દોમાં પોતાના મંતવ્યને સચોટ રીતે રજૂ કરવાની રીત નીચેની પંક્તિઓ પરથી જણાય છે. (૧) કુવચન દીધાં નફાઈ, સાલઈ હઈડામાંહિ (૨) માન સરોવર ઝીલીઓ, કાગન થાઈ હંસ (૩) તરવારો જિનવિજળી બાણ વરસે મેહ ૪) સુભાષિતો – તેમના કેટલાંક સુભાષિતો વર્તમાને પણ લોકપ્રિય છે, જે ઉપદેશાત્મક છે. તે કવિ શામળનું સ્મરણ કરાવે છે. (૧) સરિખા દિન સરિખાવલી નો હોઈ સુર નર ઈદ્ર; જીહાં સંપદા તિહાં આપદા, ચઢત પડત રવિ ચંદ.... (૨) ઊંઘ ન માગે શૈયા સાર, અરથી ન ગણે દોષવિચાર; ભૂખ્યો નવિભાગે સાલણું, કામી ન પૂછે નકુલ સ્ત્રી તણું... (૩) પીપલતણું જિમ પાડું, ચંચલ જિમ ગજ-કાન; ધન યૌવન કાયા અસી, મકરો મન અભિમાન. સમસ્યાબાજી એ મધ્યકાળનો ચાતુર્ય પરીક્ષક બુદ્ધિવર્ધક વ્યાયામ જ નહિ પરંતુ મનોરંજનનું એક લોકપ્રિય સાધન પણ હતી. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ, સમકિતસાર રાસ, હીરવિજયસૂરિ રાસમાં આવી સમસ્યાઓનો ઉપયોગ કર્યો છે. કવિ શામળે પણ મધ્યકાલીન લોકવાર્તાની ચાલી આવતી પ્રણાલિકાનું જ અનુસરણ કર્યું છે. કવિ ઋષભદાસે પોતાની રાસકૃતિઓમાં ચાતુર્ય, કલ્પનાશક્તિ, શબ્દપ્રયોગ, માધુર્ય, વર્ણનશૈલી દ્વારા કાવ્યને રસમય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ વિપુલ સાહિત્ય સર્જન દ્વારા સત્તરમી સદીના સમર્થ ગુજરાતી કવિ બન્યા છે. તેમની કેટલીક કૃતિઓ સંસ્કૃત-પ્રાકૃત પરથી અનુવાદ થઈ છે, છતાં હૃદય સ્પર્શી છે. તેમના દૂહા, ચોપાઈ, કવિ શામળની શબ્દ રચનાને મળતાં આવે છે, તેથી શામળને ‘ઋષભસવાઈ' કહેવાનું મન થાય છે. કુમારપાળ રાસમાં આપેલી અઢાર સમસ્યાઓ વાંચતાં શામળભટ્ટની યાદ અપાવે છે. કવિ ઋષભદાસની રાસકૃતિઓમાં લોકપ્રિયઢાળોનાં મીઠાં અસરકારક પદો છે. કવિની દરેક કૃતિમાંથી સ્વતંત્ર કલ્પનાશક્તિ, વર્ણનશક્તિ અને પ્રતિભાની ઝલક જોવા મળે છે. જેને કથા સાહિત્યમાંથી મહાપુરુષોનાં ચરિત્ર ચિત્રણ લઈ તેને કાવ્યમાં નિરૂપણ કરી શ્રોતાઓની રુચિને માટે સુંદર
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy