SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ ૩૯ xx जे सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे । Íનિનેખ માળ, સ મ પરમોનસો ।। રૂ૪ || એક પુરુષ દુય સંગ્રામમાં દસ લાખ સુભટો પર વિજય મેળવે છે અને બીજી બાજુ એક મહાત્મા પોતાના આત્માને જીતે છે, તે બંનેમાં આત્મવિજય મેળવનારો શ્રેષ્ઠ છે. બાહુબલિએ મોહ રાજા સાથે યુદ્ધ શરૂ કર્યું. ધ્યાનની અગ્નિમાં તેમણે મોહ–અજ્ઞાનને બાળી નાખ્યાં. મોહ કર્મનો ક્ષય થતાં અંતર્મુહૂર્તમાં બાકીના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપી સૂર્યનો ઉદય થયો. આ રાસકૃતિમાં કવિએ ભાવધર્મની પ્રધાનતા દર્શાવી છે. ભાવધર્મ આત્માનુભૂતિ પર અવલંબે છે. એક વખત જેણે આત્માનુભૂતિનું અમૃત પીધું છે તેને જગતના ઈન્દ્રિય વિષયોના રસ તુચ્છ લાગે છે. આવા જીવો સંસારમાં જળકમળવત્ રહે છે. સમ્યગ્દર્શન આવતાં જીવમાં એક પ્રકારની નિર્મળતા અને વિવેક બુદ્ધિ આવે છે, જે મિથ્યાત્વની સ્થિતિમાં કદી પ્રાપ્ત ન થાય. સમકિતી આત્માને જ દેહ અને આત્માનું ભેદજ્ઞાન વર્તાય છે. બાહુબલિની દેહ પ્રત્યેની આસક્તિ દૂર થઈ હોવાથી જ તેઓ સાધનામાં એકાગ્રતા સાધી શક્યા. સંક્ષેપમાં, ‘ૠષભદેવરાસ’માં સુદેવતત્ત્વનું, ‘હીરવિજયસૂરિ રાસ'માં સુગુરુ તત્ત્વનું અને ‘ભરતબાહુબલિ રાસ'માં સુધર્મ તત્ત્વનું નિરૂપણ થયું છે. ‘વ્રતવિચાર રાસ’એ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછીની અવસ્થા છે. જેમાં દેશવિરતિ શ્રાવકનું સ્વરૂપ નિરૂપણ થયું છે; અને ‘હિતશિક્ષા રાસ'માં સમ્યક્ત્વ પૂર્વેની ભૂમિકા અર્થાત્ માર્ગાનુસારીના બોલ (સદાચાર)નું નિરૂપણ થયું છે. સુદેવ, સુગુરુ અને સુધર્મ આ ત્રિતત્ત્વનું સમ્યક્ શ્રદ્ધાન એ સમ્યક્ત્વ છે. અવિરતિ સમ્યગ્દર્શની વીર્ય સ્કુરાયમાન થતાં શ્રાવકપણું અંગીકાર કરે છે. કવિ ઋષભદાસની સાહિત્યક વિશેષતાઓ : શ્રાવક કવિ ઋષભદાસની રચનાઓનું અવલોકન કરતાં કેટલીક મહત્ત્વની વિગતો તરી આવે છે. કવિ જૈન ધર્મી છે. તેઓ શ્રાવક છે. તેમની રચના ધર્મગ્રંથોના વિષયવસ્તુને કેન્દ્રમાં રાખી રચાઈ છે. વિષય વસ્તુના પાયામાં જ તત્ત્વજ્ઞાન અને ઉપદેશ રહેલા છે. ઉત્સૂત્ર પ્રરૂપણા ન થાય તે હેતુથી કવિએ પોતાની ધાર્મિક રચનાઓમાં મૂળ કથાવસ્તુમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેથી તેમની રચનાઓમાં વિશેષ કોઈ નવીનતા છે. કવિ પોતાની પ્રતિભાથી વસ્તુનો વિકાસ કરવા માટે પ્રસંગ અનુરૂપ ઉચિત ઉપકથાઓ, શબ્દો, વર્ણન, રસ, કાવ્ય સ્વરૂપની સાથે સંબંધ ધરાવતા છંદ વગેરેનું કાવ્ય સાહિત્યમાં નિરૂપણ કરે છે. કવિ ઋષભદાસની વ્રતવિચાર રાસ, સમકિતસાર રાસ, જીવવિચાર રાસ જેવી તાત્ત્વિક કૃતિઓમાં જે પ્રમાણે ગ્રંથોમાં આપેલું છે. તે પ્રમાણે તે વિષયને ઉદ્ધૃત કરી મૂકેલ છે. આ સાહિત્યનો મુખ્ય હેતુ લોકોને ધર્માભિમુખ કરવાનો છે, તેથી
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy