SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસને આધારે Every Man Cannot Be A Great Man, But Every Man Can Be A Gentleman કવિએ રચેલો ચોથો રાસ હીરવિજયસૂરિ રાસ જે આપણને ગુરુતત્વની ઓળખાણ કરાવે છે. વીર વિજયજીના શિષ્ય રંગવિજયજીએ ગુરુ ગુણ ગાતાં કહ્યું છે કે - ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ રાયણની ખાણ"; ગુણ ગાઉ ગુરુજી તણા, પ્રગટે કોટી કલ્યાણ.. જૈનદર્શનમાં ગુરુ તત્ત્વની મહત્તા કવિઓએ પોતાના કાવ્યોમાં ગાઈ છે. ગુરુ, દેવ તત્વની ઓળખાણ કરાવે છે અને ધર્મ તત્ત્વનો પરિચય કરાવે છે. કવિ ઋષભદાસના ગુરુ વિજયસેનસૂરિ, વિજયાનંદસૂરિ અને વિજયદેવસૂરિ હતા. હીરવિજયસૂરિ તેમના ગુરુના પણ ગુરુ હતા. તેમના પ્રત્યેના અહોભાવથી પ્રેરાઈને કવિએ આરાસ રચ્યો હોવો જોઈએ. સદ્ગુરુ હિંસકને અહિંસક, રાગીને વીતરાગી, અશ્રદ્ધાળુને શ્રદ્ધાવાન અને મિથ્યાત્વને સમકિતી બનાવે છે.સંત કબીરે પણ સદ્ગુરુનો મહિમા ગાયો છે. સદ્દગુરુકી મહિમા અનંત, અનંતકીયા ઉપકાર; લોચન અનંત ઉઘાડયા, અનંત દિખાવણહાર... સ્વની જાગૃતિ માટે સદ્ગુરુની આવશ્યકતા છે. આત્માના સુસંસ્કારોના ઘડવૈયા ગુરુ છે. જેના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો અભાવ છે, તેને વારંવાર રોગ થાય છે, બાહ્ય વાતાવરણ તરત તેના પર અસર કરે છે, જેની પાસે સત્સંગનું બળ નથી તે જીવ સંસારમાં ભટકે છે. તેનો ભવ રોગ સમાપ્ત થતો નથી, તેથી ભવરોગની સમાપ્તિ અને સમ્યગુદર્શનની પ્રાપ્તિ માટે ગુરુ-સત્સંગતિ આવશ્યક છે. ગુરુપરંપરાથી જિનાગમ અને જિનાગમ રક્ષાથી જિનશાસનની સુરક્ષા થાય છે. ભરત-બાહુબલિ રાસ' એ ધર્મકથાનુયોગની કૃતિ છે. કવિએ આ રાસકતિમાં બે મહાન અને સમર્થ વીર પુરુષોનું ચરિત્ર ચિત્રણ કર્યું છે. ભરત ચક્રવર્તી છે અને બાહુબલિ બળદેવ છે. બંને વજaષભનારાચ સંઘયણ (મજબૂત હાડકાનું બંધારણ)ના સ્વામી છે. અતુલ સાહસિક, બળવીર અને પુણ્યશાળી આત્માઓ છે. ભરત ચક્રવર્તી પોતાની શૂરવીરતાથી છ ખંડના અધિપતિ બન્યા. બાહુબલિને પોતાનું આધિપત્ય સ્વીકારવાની ફરજ પાડી. બાહુબલિ પણ શૂરવીર અને બળવીર હતા. તેઓ જો ધારત તો ભરત મહારાજાને પરાજિત કરી શકત, પરંતુ તેમની જ્ઞાનદષ્ટિ ખૂલી ગઈ. તેમના ચક્ષુઓ પરથી અજ્ઞાનનું આવરણ દૂર થયું. તેમણે વિચાર્યું કે યુદ્ધ કરવું જ છે તો આત્મા સાથે યુદ્ધ કર્યું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે अपाणमेव जुण्झाहिं किं जुज्झेण बज्झओ।" अपाणमेवमपाणं, जइत्ता सुहमेहए ।।३५।। આત્માની સાથે યુદ્ધ કરવું જોઈએ. બહારના યુદ્ધથી શો લાભ? આત્મા વડે આત્માને જીતવાથી સાચું સુખ પ્રાપ્ત થાય છે. વળી કહ્યું છે કે
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy