SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ રાસ' આ રાસકૃતિની રચના પછી જેટલી પણ કૃતિઓ કવિ વડે આલેખાઈ હશે તે વધારાની છે. સંશોધન કરતાં તે કૃતિઓ ભવિષ્યમાં મળી આવશે તો ઉપલબ્ધ કૃતિઓમાં ઉમેરો થશે તેમજ કવિની કૃતિઓનો અભ્યાસ સંપૂર્ણ બનશે. સંશોધન કરતાં અત્યાર સુધી આસરે નાની મોટી ચાલીસ જેટલી કૃતિઓ મળી આવી છે. તેમને રચના સાલના અનુક્રમે ગોઠવતાં તે કૃતિઓનો નીચે પ્રમાણે અહેવાલ મળે છે. તે ઉપરાંત ૩૨ રાસકૃતિઓની હસ્તપ્રત વર્તમાને કયા પુસ્તકભંડારમાં ઉપલબ્ધ છે તે નીચે જણાવેલ છે ". (૧) ઋષભદેવ રાસ :- (ઈ.સ. ૧૬૦૬), કડી-૧૨૭૧, અપ્રકાશિત છે. આ પ્રત ખેડા ભંડારમાં છે. ફક્ત ૧,૨ અને ૬૪ એમ ત્રણ પાનાં જ છે. (૨) વ્રતવિચાર રાસ :- (ઈ.સ. ૧૬૧૦), કડી-૮૬૨, પ્રકાશિત છે. કવિની હસ્તલિખિત પ્રત વિજયધર્મસૂરિ ભંડાર – આગ્રામાં હતી. હવે આ રાસ અનુસંધાન સામાયિક - ૧૯ મા, પૂ. વિજયશીલચંદ્રસૂરિ મહારાજ દ્વારા પ્રકાશિત થયો છે. (૩) સ્થૂલિભદ્ર રાસ :- (ઈ.સ. ૧૬૧૨), કડી-૭૨૮(વિકલ્પે ૭૩૨), અપ્રકાશિત છે. આ પ્રત પ્રર્વતક કાન્તિ વિજયજી ભંડાર-વડોદરામાં છે. તેની બીજી પ્રત ડહેલાનો ઉપાશ્રય રત્ન વિજયભંડાર-અમદાવાદમાં છે. (૪) સુમિત્ર રાજર્ષિ રાસ :- - (ઈ.સ. ૧૯૧૨), કડી-૪૨૬ (વિકલ્પે ૪૨૪), અપ્રકાશિત છે. આ પ્રત ડેક્કન કોલેજ લાયબ્રેરીમાં છે. બીજી પ્રત ધોરાજી ભંડારમાં છે. એક પ્રત પ્રર્વતક કાન્તિવિજયજી ભંડાર – વડોદરામાં છે. એક પ્રત ખેડા ભંડારમાં છે. અને એક પ્રત ડહેલાના ઉપાશ્રય રત્નવિજયજી ભંડાર - અમદાવાદમાં છે. (૫) કુમારપાળ રાસ :- (ઈ.સ. ૧૬૧૪), કડી-૪૫૦૬, આ રાસ પ્રકાશિત છે. આ પ્રત આનંદ કાવ્ય મહોદધિ-મૌક્તિક–૮માં મુદ્રિત થયેલ છે. (૬) અજાકુમારનો રાસ :- - (ઈ.સ. ૧૬૧૪), કડી-૫૬૯ (વિકલ્પે-પ૫૯), અપ્રકાશિત છે. તેની પ્રત કાન્તિવિજયજી ભંડાર અને ઝીંઝુવાડાના ભંડારમાં છે. ડહેલાનો ઉપાશ્રય – અમદાવાદમાં પણ એક પ્રત છે. અને એક પ્રત હાલાભાઈ ભંડાર પાટણમાં છે. (૭) નવતત્ત્વ રાસ :- (ઈ.સ. ૧૯૨૦), કડી-૮૮૧, અપ્રકાશિત રાસ. તેની એક પ્રત લીંબડી ભંડારમાં છે. (૮) જીવ વિચાર રાસ :- (ઈ.સ. ૧૯૨૦), કડી-૫૦૨, અપ્રકાશિત રાસ. તેની એક પ્રત ડહેલાનો ઉપાશ્રય અમદાવાદમાં છે. (૯) ભરત-બાહુબલિ રાસ :- (ઈ.સ. ૧૬૨૨), કડી-૧૧૬. આ રાસ પ્રકાશિત છે. તેની પ્રત આનંદ કાવ્ય મહોદધિ મૌકિતક – ૩ માં પ્રકાશિત થઈ છે. (૧૦) સકિતસાર રાસ :- (ઈ.સ. ૧૬૨૨), કડી-૮૭૯, આ રાસ અપ્રકાશિત છે. જે આપણી કૃતિનો વિષય છે. તેની પ્રત ડેક્કન કોલેજની લાયબ્રેરી – પૂનામાં છે. (૧૧) ક્ષેત્ર સમાસ રાસ :- (ઈ.સ. ૧૬૨૨), કડી-૫૮૪, અપ્રકાશિત કૃતિ છે. આ પ્રત ગોડીજી ઉપાશ્રય ભંડાર – મુંબઈમાં છે. (૧૨) ઉપદેશમાલા રાસઃ-(ઈ.સ.૧૬૨૪),કડી-૭૧૨,અપ્રકાશિત છે.તેની પ્રત અમર ભંડાર ખંભાતમાં છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy