SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ ખરીદી. વસુમતીના રૂપ અને ગુણની ઈર્ષા કરતી મૂળા શેઠાણીએ “આ મારી શોક્ય બનશે તેવી આશંકાથી શેઠ જ્યારે બહારગામ ગયા ત્યારે લાગજોઈ વસુમતી (ચંદના)ને ઓરડામાં પૂરી દીધી. શેઠાણી પિયર જતાં રહ્યાં. ચોથા દિવસે શેઠ બહારગામથી પાછા આવ્યા. દીકરી સમાનચંદનબાળા ઘરમાં દેખાતાં તેમણે નોકરોને પૂછ્યું. એક વૃદ્ધ નોકરાણીએ ડરતાં ડરતાં બધી જ વાત કરી. શેઠે ઓરડાનું તાળું તોડી ચંદનબાળાને બહાર લીધાં. ઓરડાના બારણાં પાસે બેસાડ્યાં. ચંદનબાળાના ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયાં. શેઠ ઘરમાં ખાવાનું શોધવા લાગ્યા. ઘરમાં માત્ર અડદના બાકડા સિવાય કાંઈ ન હતું. શેઠે સુપડામાં બાકડા મૂકી ચંદનબાળાને આપ્યા. શેઠ બેડીઓતોડવાલુહારને બોલાવવા ગયા. ત્રણ દિવસની ઉપવાસીચંદનબાળા, પ્રભુસ્મરણ કરતી, કોઈ ભિક્ષુકને જોરાવવાની ભાવનાભાવતી હતી. તેનો એક પગ ઊંબરામાં, અને એક પગ બહાર હતો. પગમાં બેડી હતી. આતુર નયને સુપડાના એક ખૂણામાં બાકુડા લઈ બેઠી હતી. ત્યાં પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસી ભગવાન મહાવીર પધાર્યા. ચંદનબાળાના નયન પ્રભુને જોતાં જોતાં સજળ બન્યાં. અભિગ્રહ પૂર્ણ થતાં ચંદનબાલાના હાથે પ્રભુએ આહારદાન ગ્રહણ કર્યું. ચંદનાએ દાન આપી સંસારથી મુક્તિ મેળવી. ૩૪) સંગમ (વંદનીય સાધુજનો પૃ૪૫૦,૪પ.હે.મુનિશ્રી છોટાલાલજી મહારાજ.) શાળીગ્રામમાં ધન્યા નામની વિધવાનો સંગમનામે પુત્ર હતો. તે ઢોર ચરાવવા સીમમાં જતો. એકવાર કોઈ તહેવાર હોવાથી મિત્રોના ઘરે ખીર બની. અન્ય મિત્રોએબીર ખાધી એવું જાણી સંગમને પણ ખીર ખાવાનું મન થયું. માતા પાસેથી ખીરની માંગણી કરી. ગરીબહોવાથી માતા ખીર શી રીતે બનાવે? બાળકે જીદ કરી. પુત્રને રડતો જોઈ માતા પણ રડવા લાગી. પોતે પુત્રની ઇચ્છા પૂર્ણનથી કરી શકતી તેથી લાચાર હતી. અડોશી-પડોશીને આ વાતની જાણ થઈ. તેમણે બીરની સર્વસામગ્રી પૂરી પાડી. માતાએ સંગમને ખીર બનાવી આપી. માતા કાર્યપ્રસંગે ઘરમાંથી બહાર ગઈ. થાળીમાં ખીરકારી આપી સંગમ ખીર ખાવાનીતૈયારી કરતો હતો ત્યાં માસક્ષમણના તપસ્વી મુનિરાજપારણા માટે ગોચરીએ જતાં સંગમના ઘરે પધાર્યા. સંગમે ઉત્કૃષ્ટ ભાવે, આગ્રહપૂર્વક મુનિને ખીર વહોરાવી. મુનિ ખીર હોરી ચાલ્યા ગયા. પરંતુ સંગમના આનંદનો કોઈ પાર નહતો. થાળીમાં ચોટેલી ખીર તે ચાટવા લાગ્યો. માતા ઘરે આવી. માએ આ દૃશ્ય જોયું. તેને લાગ્યું કે મારો દીકરો કેટલો બધો ભૂખ્યો છે!' માની મીઠી નજર લાગી. સંગમને શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયો. તે આયુષ્ય પૂર્ણ કરી ગોભદ્ર શેઠને ત્યાં પુત્રપણે જન્મ્યો. તેનું શાલિભદ્ર' નામ પડ્યું. ઉત્તમપાત્રને, ઉત્કૃષ્ટભાવેદાન આપતાં સંગમભરવાડનો આત્મા અપારરિદ્ધિસિદ્ધિનો સ્વામી બન્યો.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy