SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'ને આધારે શ્યામવર્ણવાળો મેરૂપર્વત જોયો.અમૃત ભરેલા કળશવડેસિંચન થવાથી તે દીપી ઉઠ્યો. તે જનગરમાં બુદ્ધિનામના નગરશેઠે તે જ રાત્રિએ શ્રેયાંસકુમારને સૂર્યમંડળનાં ખરી પડેલાં કિરણોને પુનઃ સ્થાપતો જોયો. વળી રાજાએ કોઈ મહાપુરુષને શ્રેયાંસકુમારની સહાયતાથી વિજયપામતા જોયા. આ ત્રણે સ્વખસૂચવે છે કે શ્રેયાંસકુમારને કોઈ મહાન લાભ થશે. પ્રભાતે શ્રેયાંસકુમારે દૂરથી ભિક્ષા માટે નીકળેલા પ્રભુને જોયા. પ્રભુના દર્શન થતાં આવું મેં ક્યાંક, કાંઈક જોયું છે. એવું વિચારતાં જાતિ-સ્મરણશાન થયું. શ્રેયાંસકુમારને પૂર્વભવ યાદ આવ્યો. તેમને આહારદાનની વિધિ યાદ આવી. યોગાનુયોગતે સમયે શેરડીના રસના ઘડાઓ આવ્યા હતા. શ્રેયાંસકુમારે તે ઉત્તમરસના ઘડાપ્રભુને ભેટ ધર્યા. પ્રભુએબે હાથનીઅંજલિકરીતે ઘડાઓનારસથીપારણું કર્યું. આ પ્રમાણે વર્તમાન ચોવીસીનાપ્રથમ તીર્થકરને શ્રેયાંસકુમારે નિર્દોષ આહારદાનવહોરાવી તેમની ભક્તિ કરી. ૩૧) ધનાસાર્થવાહ: (શ્રી કલ્પસૂત્ર કથાસાર પૃ૨૩૯-૨૪૦, સં. સુનંદાબહેન વોરા.) અપર (પશ્ચિમ) મહાવિદેહ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નગરમાં ધન્ય નામનો સાર્થવાહ રહેતો હતો. તે વૈભવશાળી હતો. એકવાર સેકડો મનુષ્યો સાથે વસંતપુર નગરમાં વેપાર માટે નીકળ્યો. ત્યારે માર્ગમાં ધર્મઘોષ આચાર્ય તેમના શિષ્યો સહિત વસંતપુર નગરમાં જવા ઇચ્છતા હતા, તેઓ પણ જોડાયા. શિષ્ય સમુદાયની ભોજન આદિ તમામ વ્યવસ્થા ધન્ય સાર્થના કરી. આચાર્યને ધર્મમાં કોઈ તકલીફ ન પડે, તેમજ નિર્દોષ ગોચરી મળે તેવી વ્યવસ્થા પણ કરી. સમય જતાં વર્ષાઋતુનું આગમન થતાં સાથે સાથે આચાર્યને શિષ્ય સમુદાય સહિત માર્ગમાં રોકાઈ જવું પડયું. ધાર્યા કરતાં ચોમાસાનો સમય વધુ લંબાયો. તેથી ખાદ્ય સામગ્રી ખૂટી પડી. થોડો સમય પસાર થયા પછી સાર્થવાહને સ્મૃતિ થઈ કે, “અરીસાથે રહેલા સાધુગણનું શું થશે?” તેમણે જોયું કે પોતાની પાસે ખાદ્યસામગ્રી કાંઈન હતી. ઘણા પ્રયત્ન પછી એક ઘીનો ઘડો જોયો. તેણે ભક્તિભાવ પૂર્વક મુનિરાજને ઘી વહોરાવ્યું. વહોરાવનારના ઉત્કૃષ્ટ ભાવ હતા, વસ્તુ પણ નિર્દોષ અને શુદ્ધ હતી, વહોરનાર મુનિરાજ પણ શ્રેષ્ઠ તપસ્વી હતા. ધન્ય સાર્થવાહે સુપાત્રદાન આપી ભક્તિ કરી, તીર્થકર નામગોત્ર ઉપાર્જન કર્યું. ૩૨) નયસારઃ (શ્રી કલ્પસૂત્રકથાસાર પૃ૬૮, ૨૯, સં. સુનંદાબહેનવોહોરા) ભગવાન મહાવીરનો જીવ પૂર્વે પશ્ચિમમહાવિદેહ ક્ષેત્રમાં નયસાર નામે મુખી હતો. એકવાર જંગલમાં લાકડાં લેવા ગયો. કોઈ અતિથિને ભોજન આપી પછી જ જમવું' એવો તેનો નિયમ હતો. તેની પ્રબળ ભાવનાના કારણે ત્યાં કોઈ મુનિરાજ, પોતાના સમુદાયથી ભૂલા પડેલા આવી ચઢ્યા. નયસારે તે મુનિરાજને નિર્દોષ આહારપાણી વહોરાવ્યા. ત્યાર પછી તે સાધુને માર્ગ બતાવવા ગયો. શુભ ભાવનાની સાથે સાધુજનોની ભક્તિથી નયસારના હૃદયમાં સમ્યગદર્શનનાં બીજ રોપાયાં. કાળક્રમે તે આત્માએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. નયસારનો આત્મા આ ચોવીસીના ચરમ તીર્થકર મહાવીર સ્વામીનો જીવ હતો. દિગંબર માન્યતા અનુસાર ભગવાન મહાવીરના જીવે સિંહના ભવમાં સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું હતું. ૩૩) ચંદનબાળા (વંદનીય સાધુજનપૃ.૪૯૯થી ૫૦૩, લે. જૈનમુનિ શ્રી છોટાલાલજી.) દધિવાહન રાજાની પુત્રી વસુમતી કર્મના કારણે ભર બજારમાં વહેંચાણી, સદ્ભાગ્યે ધનાવાહ શેઠે તેને
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy