SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે જૈનદર્શનની પુનર્જન્મની માન્યતાને પરામનોવિજ્ઞાને સમર્થન આપ્યું છે. જૈનદર્શન અનુસાર વનસ્પતિ એકેન્દ્રિય જીવ છે. તેને માત્રસ્પર્શેન્દ્રિય હોય છે. તે જીવોમાં આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા હોય છે. વિજ્ઞાન પણ આ વાતનું સમર્થન કરે છે. વનસ્પતિમાં જીવ છે. તેવું સર જગદીશચંદ્ર બોઝે સિદ્ધ કર્યું. વનસ્પતિ માટી, હવા અને પાણીમાંથી હાઈડ્રોજન, ઓક્સિજન તથા નાઈટ્રોજન જેવાં તત્ત્વો લે છે. ખોરાકથી છોડની વૃદ્ધિ થાય છે. પોટેશ્યમ સાઈનાઈટ જેવા ઝેરી પદાર્થો છોડ પર નાખવાથી તે કાળો મેશ જેવો બને છે અર્થાતુ મૃત્યુ પામે છે. લજામણીનો છોડ, જે અડવાથી ભય પામી સંકોચાઈ જાય છે. અશોક, બકુલ, ફણસ જેવા વૃક્ષો નવયૌવના સ્ત્રીના પગપ્રહારથી નવપલ્લવિત બની ફળ આપે છે. કેટલીક વનસ્પતિઓ પોતાના પાંદડા વડે ફળોને ઢાંકી રાખે છે. તેને અનુક્રમે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા કહેવાય છે, એવું જૈનદર્શન અને વિજ્ઞાન માને છે. જૈનદર્શન અનુસાર પાણીના પ્રત્યેક બિંદુમાં અસંખ્ય જીવો છે. ચિત્રમાં દર્શાવ્યા અનુસાર અણગળ પાણીના એક ટીપામાં સંખ્યાતા ત્રસ જીવો છે. બીરલા ટેકનોલોજિકલ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ એક્ઝીબીશન, કલકત્તામાં કિસ્ટોગ્રાફ યંત્રથી પાણીના એકટીપામાં ૩૬,૪૫૦ જીવો દર્શાવ્યા છે. તે પાણીના જીવો નથી પરંતુ પાણીમાં રહેલા બે ઈન્દ્રિયજીવો છે. પાણીમાં રહેલા ત્રસજીવો વિષેની માન્યતાબંનેની સમાન છે. જૈનદર્શનમાં જળચર, સ્થળચર અને ખેચર એમ મુખ્ય ત્રણ પ્રકારના તિર્યંચ પ્રાણીઓ દર્શાવેલ છે. જળચર એટલે જળમાં રહેનારા. તેમનું દેહમાન ૧૦૦૦ યોજનાનું છે. સ્થળચર એટલે પૃથ્વી પર રહેનારા સિંહ, હાથી ઈત્યાદિ. જેમની ઉત્કૃષ્ટ અવગાહના છ ગાઉની છે. સ્થળચરમાં ઉરપરિસર્પ એટલે પેટથી ચાલનારાપ્રાણીઓ જેવાં કે સર્પ, અજગારાદિ તેમનું દેહમાન એક હજાર યોજનાનું છે. ભુજપરિસર્પ એટલે ભુજાના બળથી ચાલનારા નોળિયાઆદિનું દેહમાન બેથી નવગાઉનું છે.ખેચરમહંસ, પોપટ આદિઆકાશમાં ઉડનારા પક્ષીઓનું દેહમાન બેથી નવધનુષ્યનું દર્શાવેલ છે." ઉપરોક્ત માહિતી અનુસાર જૈનદર્શનના તિર્યંચોની અંદાજે સમુચ્ચય અવગાહના ગણીએ તો લગભગ ૧૫૦થી ૧૭ ફૂટ થાય. વિજ્ઞાને પણ આવા વિરાટ કાયા ધરાવતા પ્રાણીઓના અવશેષો શોધી કાઢ્યા છે. Discovery નામના અમેરિકન સામાયિકમાં ૧૧.૫ ફૂટની લંબાઈવાળા અને લગભગ ૨૩ ફૂટના વિસ્તારવાળી પાંખવાળા પક્ષીઓના અસ્મિભૂત અવશેષો મળ્યાં છે, જેને જૈનદર્શનનાખેચરવિભાગનું પ્રાણી કહી શકાયજે જૈનદર્શન અનુસાર લગભગ ૧૫૦ફુટની માન્યતા સાથે અંશતઃ મળે છે જેપનીઝ અને મંગોલિયાના વૈજ્ઞાનિકોએ ૭૦ અબજ વર્ષ જૂનું એલોસોરસ ડાયનોસોરનું હાડપિંજર સફળતાપૂર્વક મેળવ્યું છે. તેમણે ઈ.સ. ૨૦૦૬ માં ગોબીના રણમાં (મંગોલિયા) પત્થરનો ડુંગર ખોદતાં ટાર્બોસોરસ જાતિનું એલોસોરસ યુવાન ડાયનોસોરનું હાડપિંજર સંશોધન કરતાં પ્રાપ્ત કર્યું છે. જે સ્મીથ સોનીયન નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં છે. તેની ફોટો કોપી (નં.૧) google.com website
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy