SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ આવિષયમાં વધુ સંશોધનની દૃષ્ટિએ આ ગ્રંથના લેખિકાએ એક મુલાકાત લીધી હતી, તે પ્રસ્તુત છે. આ સંશોધકે હાલ મુલુંડમાં રહેતા ચંદ્રાબેન પટવારીની તા-૨૮/૨/૨૦૦૯ માં મુલાકાત લીધી હતી. જેઓ આ લખનાર સાથે B.A. જીવનવિજ્ઞાનનો અભ્યાસ કરતા હતા. તેઓ પોતાના પૂર્વ ભવને જાણે છે. રાજસ્થાનના દિવેર ગામના રહેવાસી છે. તેઓનો જન્મ ૧૧-૧૧-૬૪ના થયો હતો. તેમને અઢી વર્ષની ઉંમરે પૂર્વજન્મની સ્મૃતિ થઈ. અઢી વર્ષની આ બાળકી સતત રડતી હતી. ત્યારે ઘરની બહાર ઓટલા પર તેના દાદાજી તેને રમાડી રહ્યા હતા. રડતી બાળકીને ચૂપ કરાવવાદાદાજીએ કહ્યું, “ચંદ્રા, જો તો સામેથી કોણ આવે છે?” ચંદ્રા સામેથી આવતા વ્યક્તિને એકીટશે જોવા લાગી. ઘાસનો ભારો લઈને આવતા પોતાના પૂર્વ જન્મના માબાપને જોઈ, તે બાળકીરડતી બંધ થઈ ગઈ. તે દોડીને પોતાના પૂર્વજન્મના માબાપ પાસે પહોંચી ગઈ. તેણે તેમનાં કપડાં પકડી લીધાં અને તેમની પાછળ પાછળ ચાલવા લાગી. તે બાળકી પોતાના માબાપને કહે છે, “ તેરી ઘા ” ધાપૂ નામ સાંભળી માબાપ આશ્ચર્ય પામ્યા. તે બાળકીનું પૂર્વજન્મનું નામ ધાપૂહતું. ત્યાર પછી તેણે પૂર્વજન્મના ઘરનીભેંસ, ગાયઆદિનું નામ પણ બતાવ્યું. તેમાં ભૂરકી ભેંસ, જે મરી ગઈ હતી.તે ભેંસનદેખાતાં તેનાવિષે પણ પૂછ્યું. ચંદ્રાનાદાદાજીએ આ વાતનસ્વીકારી. તે બાળકી તેમને ખેતરમાં લઈ ગઈ. ત્યાં પોતાના ખેતર, કૂવા, વાડી તેણે બતાવ્યા. તેણે પોતાની પૂર્વ ભવની ચાર બહેનોના નામ પણ દર્શાવ્યા. કેશી, રાજી, રોશન, બદી તથા પોતે મળી પાંચબહેન અને ઉદયસિંહનામનો એક ભાઈ હતો તેવું જણાવ્યું. તેલગભગ સાડાપાંચ કે છ વર્ષની હતી ત્યારે તેને કમળો થયો. તેને પેટમાં સોજો થયો હતો. તેના માબાપ ખેતરમાં કામ કરવા ગયા ત્યારે તેને સાથે લઈ ગયા. એકવૃક્ષની છાયામાં ઓટલા પર તેને સુવડાવી, તેઓખેતરમાં કામ કરવા ગયા. ધાપૂઓટલા ઉપરથી પડી ગઈ. ધાપૂના આગળના બે દાંત તૂટી ગયા. મોઢામાંથી લોહી નીકળતું હતું. થોડા સમયમાં તેનું મૃત્યુ થયું. તેનું મૃત્યુ ફાગણ મહિનામાં થયું અને વર્તમાન આ ભવમાં તે જ વર્ષના કારતક મહિનામાં તેનો જન્મથયો. આ પ્રમાણે તેનો જન્મબરાબર સવા નવ મહિનેથયો. આશ્ચર્યની વાત એ છે કે તેના પૂર્વ ભવના માતા પિતાના કહેવા અનુસાર ધાપૂ પણ પોતાના આગલા ભવની વાત કહેતી હતી. વળી ચંદ્રાબેનની પૂર્વ જન્મની બેન રાજીબાઈ, જેનું પ્રસુતિમાં મૃત્યુ થયું હતું, તે પોતાના બાળકો (પાંચ), પતિ, ઘર, અનાજનો કોઠાર તથા કોઠારની નીચે રાખેલા સોના-ચાંદીના દાગીના ઈત્યાદિ વિષે જણાવે છે. તે આ જન્મમાં ચંદ્રાબેનની જ ભત્રીજી છે. અત્યારે દિલેર (રાજસ્થાન) ગામમાં રહે છે. તેનું નામ દિલખુશ છે. આરાજીબેન પણ નાનપણમાં તેના પૂર્વભવવિષે જણાવતી હતી. તે પૂર્વભવમાં કુંભારના ઘરે જન્મી હતી. નિંભાડામાં આગ લાગવાથી તેનું મૃત્યુ થયું હતું. આ સર્વવિગતો આત્માની અમરતા પુરવાર કરે છે. ચિત્તની એકાગ્રતા અને શુદ્ધિથી પૂર્વ જન્મની સ્મૃતિ થાય છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy