SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૭ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ સહિત આત્મા રાગ-દ્વેષ કરે છે. રાગ-દ્વેષમાં ભળવાથી જીવ પોતે રાગ કે દ્વેષ રૂપે પરિણમે છે. તેથી આત્મ પ્રદેશમાં સ્પંદન થાય છે અને વાતાવરણમાં રહેલ કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી તે આત્મા સાથે ક્ષીર નીરની જેમ બંધાઈ જાય છે. તેથી જીવ જડ કર્મોનો કર્તા થયો. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા નિજ સ્વભાવરૂપ જ્ઞાનાદિનો કર્તા છે. અનંતજ્ઞાન આત્માનો ગુણ છે. ગુણમાં પર્યાયો થયા કરે છે. જીવ જ્ઞાનની પર્યાયોને કરે છે. તેથી શુદ્ધ નિશ્ચયનયે આત્મા જ્ઞાનાદિ ગુણોનો કર્તા છે. કર્મોનો ક્ષય જ્ઞાન અને ક્રિયાથી થાય છે. અશુદ્ધ આત્મા તે સંસારનો કર્તા છે. શુદ્ધ આત્મા તે મોક્ષનો કર્તા છે. પ્રકૃતિ જેવી જડ ચીજ કર્તા નબની શકે. સુખ-દુઃખનો કર્તા-વિકર્તા આત્મા સ્વયં છે. શ્રીમદ્ રાજચંદ્રજી કડી ૭૧ તી ૮૬ માં આત્માનું કર્તૃત્વ અને ભોકતૃત્વ સિદ્ધ કર્યું છે. કર્મોનું ફળ દેવગતિ કે મનુષ્યગતિ છે. અશુભ કર્મોનું ફળતિર્યંચ કે નરક ગતિ છે. ચેતના જેટલી વધુ વિકસિત હોય, તેમજ કષાયો તીવ્ર હોય, તો ક્ર્મબંધન તીવ્ર થાય. નિગોદના જીવની ચેતના સુષુપ્ત અવસ્થામાં છે. નિગોદમાંથી બહાર નીકળી એકેન્દ્રિય આદિ જાતિઓમાં ઉત્તરોત્તર ચેતના વધુ વિકસે છે. કૃષ્ણપક્ષ છોડી શુક્લપક્ષી બનતાં દર્શનમોહનીય કર્મ પાતળું બને છે. કર્મને મંદ કરવા કર્મબંધનના કારણોને જાણવાં જરૂરી છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ કર્મબંધનનાં કારણો છે. જીવ મિથ્યાત્વ (આશ્રવ) ને છોડી સમકિત (સંવર) નીપજાવે તો અનાદિની કર્મ પરંપરા તૂટે ! મિથ્યાત્વ દૂર થતાં અનંતાનુબંધી કષાયો, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન કષાયોનું જોર ઘટે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અવિનાભાવી સંબંધ છે. બંનેનો ઉદયકાળ સાથે છે. બંધનોમાં તે એક બીજાના સહાયક હોવાથી સમકિત પ્રાપ્તિ માટે બંનેને દૂર કરવા જરૂરી છે. રાગ-દ્વેષ અને અજ્ઞાનથી નિવૃત્તિ એ મોક્ષપંથ છે. જીવોને રાગ-દ્વેષની પ્રેરણા કરે એવો આરોપ ઈશ્વર પર નાખવો તે ઈશ્વરને દોષ વાળા માનવા જેવું થાય છે. વાસ્તવમાં પોતે પોતાને ભૂલી પરવસ્તુને નિમિત્ત બનાવે છે. પૂર્વ કૃત કર્મો જીવને નડે છે. વર્તમાનમાં ફરી નવા કર્મો ઉપાર્જન કરે છે. આમ કર્મની પરંપરા ચાલુ જ રહે છે. એક એક જીવ અનંત કાળથી આ ઘટમાળમાં આવર્તન લઈ રહ્યો છે. શુભ કર્મોનું ફળ દેવ અને મનુષ્યગતિ છે. અશુભ કર્મોનું ફળ તિર્યંચ અને નરક ગતિ છે. આ ગતિઓનું આવાગમન ચાલુ છે. વ્યવહારનયથી જીવ સુખ-દુઃખનો ભોક્તા છે. નિશ્ચયનયથી જીવના મૌલિક ગુણો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખનો ભોક્તા છે. પરમશુદ્ધ નિશ્ચય નયથી જીવ અભોક્તા છે. જીવ પોતાના શુદ્ધ સ્વરૂપે સદા રહે છે, તેથી તે અભોક્તા છે. આપ્રમાણે આત્માનું કર્તૃત્વ અને ભોકતૃત્વ પદ સિદ્ધ થાય છે. ઉપાધ્યાયજી ૮૨ થી૯૮ માં મોક્ષ છે એવું સિદ્ધ કરે છે. ક્ષુદ્ર, મત્સર, લાભરહિત એવા ભવાભિનંદી જીવો મુક્તિનું ખંડન કરે છે. તેઓ દુર્વ્યવ્ય છે, બહુલ સંસારી છે. ચરમ પુદ્ગલ પરાવર્તમાં જીવને મોક્ષની ઇચ્છા જાગે છે. જેમ અસાધારણ રોગની હાજરીમાં પથ્યના સેવનનું સમ્યક્ મન થતું નથી, તેમ ભાવમલની પ્રચુરતામાં ચરમાવર્ત સિવાયના અન્ય પુદ્ગલ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy