SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે' આ અંગે વેદાંતદર્શન અને સાંખ્યદર્શનની માન્યતા જણાવે છે. તેમની માન્યતાનું કવિએ સચોટપુરાવા આપી ખંડન કરી, જિનમતની પ્રરૂપણા કરી છે. વેદાંતદર્શન અને સાંખ્યદર્શન આત્માને કર્તા અને ભોક્તા સ્વીકારતા નથી. જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. વળી બ્રહ્મ સતુ છે, તેથી તેને કર્મનો લેપ લાગતો નથી. બ્રહ્મ અકર્તા છે. કાચના અરીસામાં પડતા પોતાના પ્રતિબિંબને જોઈ જેમ સિંહ, બીજો સિંહ છે એવું માને છે, તેમ બ્રહ્મજ્ઞાનની ગેરહાજરીમાં અજ્ઞાન ઉદ્ભવે છે. અજ્ઞાનથી અપારમાર્થિક બંધન થાય છે. જેમ ગળામાં સોનાની કડી પહેરેલી કોઈ વ્યક્તિ ભૂલથી ભ્રમિત બની મારી કડી ખોવાઈ ગઈ છે. એમ માની ચારે તરફ શોધે છે, તેમ માનવી ભ્રમના કારણે અબદ્ધ બ્રહ્મને બદ્ધ માને છે. તેને બંધનથી મુક્ત કરવા તપશ્ચર્યા ઈત્યાદિ સાધના કરે છે. બ્રહ્મજ્ઞાનથી અજ્ઞાન ટળે છે. ભ્રમને ટાળવા વેદાંત શ્રવણ, તત્ત્વજ્ઞાન અને કૈવલ્ય આ ત્રણ ગુણની આવશ્યકતા છે; એવી વેદાંતદર્શનની માન્યતા છે. સાંખ્યદર્શન અનુસાર આત્મા અસંગ સ્વભાવી છે. તે શુદ્ધ-બુદ્ધ-નિર્મળ છે. સત્ત્વ, રજસુ અને તમસ. આવી ત્રિગુણાત્મક પ્રકૃતિ છે. તે જ કર્મ કરે છે. બંધ પણ પ્રકૃતિનો થાય છે. આત્મા અબંધ છે. આત્મા (પુરુષ) અક્રિય છે. જેમ નર્તકી નૃત્ય દેખાડી સભામાંથી પાછી ફરે છે, તેમ પ્રકૃતિ પોતાના કામાદિ રૂપ વિલાસો પુરુષ (આત્મા)ને દેખાડી પાછી ફરે છે. પ્રકૃતિના વિકારોનો વિલય થવો એ જ મુક્તિ છે. વ્યવહારમાં પંથે જતાં પંથી (મુસાફર) લૂટાતાં, “પંથલૂંટાયો' એવું બોલાય છે. વાસ્તવમાં પંથ અચેતન છે. તે લૂંટાયો નથી પરંતુ પંથમાં પંથીનો ઉપચાર કરી આવાક્યપ્રયોગ થયો છે, તેમપ્રકૃતિની ક્રિયા જોઈ અવિવેકીમૂઢપુરુષ જીવની પોતાની ક્રિયામાની લે છે. વાસ્તવમાં પુરુષ અક્રિય છે; એવી સાંખ્યદર્શનની માન્યતા છે. સાંખ્ય અને વેદાંતદર્શનના મતનું ખંડન કરતાં ગ્રંથકાર કહે છે કે, જીવ અકર્તા અને અભોક્તા છે; એવું માનવાથી મોક્ષનું શું પ્રયોજન? જો મોક્ષ જીવ માટે માત્ર ઔપચારિક પદાર્થ છે, તો શાસ્ત્ર શ્રવણની શી જરૂર છે? સાંખ્ય દર્શન પ્રકૃતિના વિયોગે પુરુષનો મોક્ષ માને છે, જ્યારે વેદાંત દર્શન અવિદ્યાના નાશથી મોક્ષ માને છે. અવિદ્યા કે પ્રકૃતિનો નાશ થવાથી આત્મા શુદ્ધ થશે. સાંખ્ય દર્શન અનુસાર આત્મા પૂર્વે પણ શુદ્ધ હતો, પ્રકૃતિનો વિનાશ થવાથી પણ શુદ્ધ થશે તો કોઈ વિશેષ લાભ થાય. આ પ્રમાણે આત્માની કૂટસ્થનિત્યતા (કોઈ ફેરફાર ન થવો) માનવાને બદલે પરિણામીનિત્યતા માનવીયથાર્થ છે. જેમ શતપુટ ખારથી રત્ન શુદ્ધ થાય છે, તેમ ક્રિયા વ્યવહારથી આત્માના દોષો દૂર થાય છે. આત્માની સંપૂર્ણ શુદ્ધિ એ મોક્ષ છે. મોક્ષ પ્રત્યે ચરમ ક્રિયા જ કારણ છે. ચરમ ક્રિયાને લાવનાર પ્રથમાદિ ક્રિયાઓ પણ આત્મશુદ્ધિના કારણભૂત છે. જેમ ડાંગરને ખાંડવા-છંડવાથી તેની મલિનતા, ફોતરાં ઈત્યાદિ કચરો દૂર થાય છે, તેમ અનાદિકાલીન આત્મા જ્ઞાન અને ક્રિયા દ્વારા શુદ્ધ બને છે. મુક્તિ અને મુક્તિના ઉપાયો ત્યારે જ ઘટે, જ્યારે સ્યાદ્વાદસિદ્ધાંત પ્રમાણે આત્માની શુદ્ધતા અને અશુદ્ધતા સ્વીકારીએ. સંસારી આત્મા કર્મના લેપથી અશુદ્ધ છે. સિદ્ધ આત્મા કર્મક્ષયથી સંપૂર્ણ શુદ્ધ છે. એકાંત અશુદ્ધ આત્મા માનવાથી સાધનાનો ઉચ્છેદ થાય છે, જ્યારે એકાંત શુદ્ધ આત્મામાનવાથી મોક્ષનું કોઈ પ્રયોજન રહેતું નથી. જીવ શુભ ભાવોવડે પુણ્ય કર્મ કરે છે અને અશુભ ભાવ વડે પાપકર્મ કરે છે. સમય જતાં જીવતેનાં સારા અને માઠાં ફળો ભોગવે છે. ભવ્ય જીવોમાં મોક્ષ જવાની યોગ્યતા છે. જ્યારે સર્વથા સર્વ કર્મનો વિલય થાય છે, ત્યારે મોક્ષ થાય છે. આ પ્રમાણે જીવ વ્યવહારનયથી જડ કર્મનો કર્તા છે. નિશ્ચયનયથી જ્ઞાનાદિનો કર્તા છે. કર્મ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy