SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે અરિહંતદેવઆદિનીતત્ત્વશ્રદ્ધારૂપ આત્મહિતને પ્રાપ્ત કરે છે. (૫) સમ્યકવસતિઃ આચાર્ય હરિભદ્રસૂરિ (વિ. સં. ૭પ૭ થી ૮૨૭) રચિત સમકિત સપ્તતિ ગ્રંથમાં વ્યવહાર સમકિતના સડસઠબોલનું વિવરણ થયું છે. કવિ ઋષભદાસે આ ગ્રંથનો આધાર લીધો છે. સમકિત સમિતિમાં ટીકાકાર સંઘતિલકાચાર્યે ૬૭ બોલના રહસ્યોને સુગમ બનાવવા દરેક બોલ માટે કથાઓ આલેખી છે. જેમકે “શમ' લક્ષણ માટે મેતાર્યમુનિનું દષ્ટાંત છે. જીવદયા પ્રેમી મેતાર્યમુનિએ પંચેન્દ્રિય જીવની રક્ષા માટે ઉપસર્ગ આવવા છતાં હૃદયમાં સમત્વ ધારણ કર્યું. કવિ ઋષભદાસે પણ આઠ પ્રભાવક તથા વૈયાવચ્ચ, જ્ઞાન આદિના સંદર્ભમાં વિષયને રોચક અને સરળબનાવવાદષ્ટાંતો પ્રસ્તુત કર્યા છે. સંબોધપ્રકરણગ્રંથના રચયિતા હરિભદ્રસૂરિ છે. તેમાં પણ ૬૭બોલની પ્રરૂપણા થઈ છે. પ્રદ્યુમ્નસૂરિએમૂલશુદ્ધિ ગ્રંથમાં આભેદમાંથી ઘણા ભેદોનું વિવેચન કર્યું છે. (૬) ઉપદેશમાલાઃ આ ગ્રંથના રચયિતા ધર્મદાસગણિ છે. આ ગ્રંથમાં સૂત્રકારે સમકિત પ્રદાતા ગુરુનો અસીમ ઉપકાર દર્શાવ્યો છે." सम्मत्तम्मि उलद्धे ठइयाई नरयतिरिय दाराई ।" दिवाणि माणिसाणि य मोक्खसुहाई सहीणाई ॥ અર્થઃ સમકિત પ્રાપ્ત થતાં જીવનરક, તિર્યરૂપી દુર્ગતિના દ્વાર બંધ કરે છે. દેવ, મનુષ્ય અને મોક્ષ સંબંધી સુખ પ્રાપ્ત કરે છે. સમકિતની સુરક્ષા માટે ગ્રંથકાર કહે છે जह मुसताणए पंडुरम्मि दुखण्ण रागववण्णेहिं ।" वीभच्छा पडसोहा, इय सम्मत्तं पमाएहि ॥ અર્થઃ જેવી રીતે વસના વણાટકામના સમયે સફેદતાંતણામાં અન્ય રંગનો તાંતણો ભળે તો વરની શોભા જતી રહે છે તેમ શુદ્ધ સમકિત સાથે વિષય કષાય અને પ્રમાદનો સંયોગ થવાથી સમકિત અશુદ્ધ-મલિન બને છે. તેથી તેવા સંયોગોથી દૂર રહેવું.અહીંસમકિતને વિશુદ્ધ રાખવાની હિતશિક્ષાગ્રંથકાર દર્શાવે છે. (૭) અધ્યાત્મસાર: સત્તરમી સદીના ઉપાધ્યાયયશોવિજયજીની આકૃતિ છે. તેમાં કહ્યું છે સમકિત થવાથી જ પરમાર્થતઃ મનશુદ્ધિ થાય છે. સમકિત વિના મનશુદ્ધિ મોહગર્ભિત અને વિપરીત ફળદાયિની હોય છે. દાનાદિ ક્રિયાઓ સમકિત સહિત જ શુદ્ધ હોય છે કારણકે તે ક્રિયાઓના મોક્ષરૂપી ફળમાં સમકિત સહયોગી છે. આંખની કીકી અને પુષ્પની સુગંધ સમાન સર્વ ધર્મકાર્યોનો સાર સમકિત છે. આ ગ્રંથમાં દશપ્રકારની રુચિ અને સમકિતના પાંચ લક્ષણોનું વિવેચન પણ થયું છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy