SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ (૨) શ્રાવકપ્રતિસૂત્રઃ વાચક ઉમાસ્વાતિ દ્વારા રચિત શ્રાવકપ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ સમકિતવિષે વિશેષ માહિતી મળે છે. ગ્રંથિભેદ, સમકિતના વિવિધ પ્રકારો, સમકિતના ઉપશમાદિ પાંચ લક્ષણો, દશપ્રકારની રુચિ આ ગ્રંથમાં દર્શાવેલ છે. શ્રીઆચારાંગસૂત્રની જેમ આ ગ્રંથમાં મુનિપણાને જ સાચું સમકિત કહ્યું છે. जंमोणं तं सम्मंजं सम्मं तमिह होइ मोणंति।" निच्छयओ इयरस्स उसम्म सम्मत्त हेऊवि॥ અર્થ મુનિપણા રહિતનું અવિરત કે દેશવિરતિ સમકિત એનિશ્ચય સમકિત નથી પણ નિશ્ચય સમકિતનું કારણ છે. આ ગ્રંથમાં સમકિત વિશેની ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. (૩) સન્મતિ પ્રકરણઃ આચાર્યસિદ્ધસેનદિવાકરની કૃતિ છે. તેમનો સમય લગભગવિક્રમની ચતુર્થશતાબ્દી મનાય છે. તેમણે આસૂત્રમાં કહ્યું છે જ્ઞાન દર્શનપૂર્વક છે પરંતુ દર્શન જ્ઞાનપૂર્વક નથી. નિશ્ચયથી દર્શન જ્ઞાનથી અભિન્ન છે. સમકિત એકાંતદષ્ટિનો નાશ કરે છે." અહીં સ્પષ્ટ થાય છે કે સમ્યગુજ્ઞાન સમકિતપૂર્વકથાય છે તેમજ અનેકાનંદષ્ટિએજ સમકિત છે. (૪) કર્મપ્રકૃતિઃ કર્મ સાહિત્યનો અજોડ ગ્રંથ તે કર્મપ્રકૃતિ. તેના રચયિતા શિવશર્મસૂરિ છે. તે અગ્રાયણીય નામના દ્વિતીય પૂર્વનાઆધાર૫ર સંકલિત થયું છે. દિગંબર ગ્રંથ કષાયપાહુડની જેમ ઉપશમનાકરણ પર અહીં વિવેચન થયું છે. ઉપશમની સ્થિતિમાં થોડા સમય માટે મોહનીય કર્મદબાયેલરહે છે પણ સંપૂર્ણનષ્ટ થતું નથી. करणकयाडकरणाविय दुविहा उवसमणाय बिइयाए, अकरण अणुइनाए, अनुयोग घरेपणिवयामि। અર્થઃ ઉપશમન કરણના બે પ્રકાર છે. (૧) કરણકૃત (૨) અકરણ કુત.જે કરણ સાધ્ય છે તે કરણ કત. તેના બે પ્રકાર છે. (૧) સર્વોપશમના અને (૨)દેશોપશમના. सबुवसमणा मोहस्सेव उ तस्सुवसम किया जाग्यो। पंचिदिओ उ सन्नी पज्जतो लद्धितिगजुत्तो॥ અર્થઃ પંચેન્દ્રિય, સંશી અને લબ્ધિ પર્યાપ્ત જીવને મોહનીય કર્મની સર્વોપશમન થાય છે. શેષ સાત કર્મની દેશોપશમનાથાય. જીવપ્રથમયથાપ્રવૃત્તિકરણ કરે છે, ત્યાર પછી અપૂર્વકરણ અને ત્યારપછી અનિવૃત્તિકરણ કરે છે. પ્રત્યેક કરણનો કાળ અંતર્મુહૂર્ત છે અને સર્વનો એકત્રિત કાળ પણ અંતર્મુહૂર્ત છે. ત્યાર પછી જ ઉપશાંતા (ઓપથમિક સમકિત) પ્રાપ્ત થાય છે. તે પણ અંતર્મુહૂર્ત કાળ પ્રમાણે છે." મિથ્યાત્વનો ક્ષય થવાથી જીવ ઉપશમ સમકિત પ્રાપ્ત કરે છે. જે સમકિતના લાભથી પૂર્વે પ્રપ્ત થયેલા
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy