________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
(સં. ૧૪૧૯), ગુણનિધાનસૂરિ શિષ્ય કૃત “આદિનાથ રાસ' (સં. ૧૫૯૦), કવિ ઋષભદાસ કૃત ‘ઋષભદેવ રાસ (સં. ૧૬૬૨), “ભરત બાહુબલિ રાસ'(સં. ૧૬૭૮), “મલ્લિનાથ રાસ (સં.૧૬૮૫) આદિ ચરિત્રાત્મક રાસકૃતિઓ છે; જેમાં મહાન ધર્મ પુરુષોનાં ચરિત્રો સાધુ કવિઓએ સ્તવ્યાં છે. ભવ્યાત્માઓને અધોગતિમાંથી પડતો બચાવવા કલ્યાણકારી આત્માઓનાં ચારિત્રો એ ધર્મકથાનુયોગના પ્રમાણરૂપ છે.
આ રાસ સાહિત્યમાં આસિગ કૃત “જીવદયા રાસ'(સં. ૧૨૫૭), શાલિભદ્રસૂરિ કૃત બુદ્ધિરાસ' (વિ.સં. ૧૨૪૧), ધર્મમંદિરગણિ કૃત ‘મોહવિવેકનો રાસ'(સં. ૧૭૪૧), કવિઋષભદાસ કૃત ‘ઉપદેશમાલા રાસ (સં. ૧૬૮૦) તથા “હિતશિક્ષા રાસ'(સં. ૧૬૮૨), બોધાત્મક રાસકૃતિઓ છે, જેમાં ત્યાગ અને વૈરાગ્યની ધર્મભાવના પ્રધાનપણે આલેખાયેલી છે.
આ રાસકૃતિઓમાં સાંપ્રદાયાત્મક રાકૃતિઓ આલેખાઈ છે, જે પાંચ પ્રકાર છે.
(૧) તત્ત્વજ્ઞાનની પ્રરૂપણા કરતી રાસકૃતિઓ જેવી કે, વિનયચંદ્ર કૃત બાર વ્રતરાસ'(સં. ૧૩૩૮), સંઘકલશગણિ કૃત “સમ્યકત્વ રાસ'(સં. ૧૫૦૫), જયવલ્લભ કૃત “શ્રાવક વ્રત રાસ (સં. ૧૫૭૭), હીરકલશ કૃત “સમ્યકત્વ કૌમુદી'(સં. ૧૬૨૪), ઉપાધ્યાય સમયસુંદર કૃત બારવ્રત રાસ'(સં.૧૬૮૫), કવિ ઋષભદાસ કૃત ‘જીવવિચાર રાસ'(સં. ૧૬૭૬), નવતત્વ રાસ'(સં. ૧૬૭૬), ક્ષેત્રપ્રકાશ રાસ (સં. ૧૬૭૮), “સમકિતસાર રાસ' (સં. ૧૬૭૮), દેવચંદ્ર કૃત ‘નવતત્ત્વ ચોપાઈ'(સં. ૧૬૯૨ પૂર્વે), ઉપાધ્યાય યશોવિજય કૃત દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ (સં. ૧૭૧૧) જેવી તાત્ત્વિક રાસકૃતિઓ આલેખાઈ છે. આ રાસ કૃતિઓ દ્રવ્યાનુયોગ(અધ્યાત્મ વિજ્ઞાન)ની કૃતિરૂપ છે.
(૨) અજ્ઞાત કૃત સપ્તક્ષેત્રિરાસુ (સં.૧૩૨૭), વિજયસેન સૂરિ કૃત રેવંતગિરિ રાસો', પાલ્પણ કૃત આબૂરાસ', ઉપાધ્યાય સમયસુંદર કૃત શત્રુંજય સિદ્ધાચલ રાસ'(સં. ૧૬૮૬), જયવિજય કૃત “સંમેતશિખર રાસ (સં. ૧૬૬૪), શ્રાવક કવિ ઋષભદાસ કૃત “શત્રુંજય રાસ' (સં. ૧૬૭૦), જિનહર્ષ જસરાજ કૃત “શત્રુંજય માહાભ્યરાસ'(સં. ૧૭૫૫) જેવી તીર્થ સ્થાનોનું માહાત્મ દર્શાવતી રાસકતિઓ રચાઈ છે. જે ઐતિહાસિક માહિતી દર્શાવે છે. મંદિરો તથાતેને બંધાવનાર વિષે તેમાંથી નોંધપાત્ર માહિતી મળે છે.
(૩) આ રાસકૃતિઓમાં લખમસીહ કૃત જિનચંદ્રસૂરિ વર્ણન રાસ'(સં. ૧૩૪૧ થી ૧૩૭૬વચ્ચે), ધર્મકલશકૃત જિનકુશલસૂરિ પટ્ટાભિષેક રાસ (સં.૧૩૭૭), જયદેસર મુનિ કૃત “જયતિલકસૂરિ ચોપાઈ', ઉદયરત કૃત ‘ભાવરત્નસૂરિ પ્રમુખ ગચ્છ પરંપરા રાસ'(સં.૧૭૭૦), કવિ ઋષભદાસ કૃત હીરવિજયસૂરિ રાસ'(સં. ૧૬૮૫) જેવી કૃતિઓ રચાઈ. જેમાં ગુરુ અને પૂર્વાચાર્યોનો મહિમા કવિઓએ ગાયો છે તેમજ દીક્ષા, સૂરિપદ અને નિર્વાણ દર્શાવતી કૃતિઓ પણ રચાઈ છે.
(૪) આ રાસકૃતિઓમાં પ્રતિમા સ્થાપન, અંજન શલાકા, જિર્ણોદ્ધાર આદિ પ્રસંગો વર્ણવતી કૃતિઓ પણ રચાઈ છે. જેવી કે નયસુંદર કૃત શત્રુંજય ઉદ્ધાર રાસ'(સં. ૧૬૩૮), ગિરનાર ઉદ્ધાર રાસ', ઉદયરત્ન કૃત “શત્રુંજય તીર્થમાલા ઉદ્ધાર રાસ'(સં. ૧૭૬૯) આદિ કૃતિઓ રચાઈ; જેમાં તીર્થસ્થાનોનો મહિમા સાધુ કવિઓએ ગાયો છે. આ રાસકૃતિઓમાંથી મંદિરોના સમારકામ વિષેની સાંપ્રદાયિક માહિતી