SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે છે. આ પ્રમાણે આરંભના નાજુક કદના આ રાસાઓ ઉત્તરકાલીન સમયમાં તેમાં અવાત્તર કથાઓ ભળતાં મહાકાવ્ય જેવા વિશાળ બન્યાં. તેથી સમય જતાં તેમાંથી અભિનય ક્ષમતા અને નર્તનનાં તત્ત્વો નામ શેષ થયાં અને કથાકથન તથા ગેયતાનાં તત્ત્વો જ શેષ રહ્યાં. ધીમે ધીમે નૃત્ય સાથે ગવાતી ટૂંકી રાસ રચનાઓનું સ્થાન દીર્ઘ રચનાઓએ લેવા માંડયું તેથી સ્વાભાવિક રીતે જ આ રાસાઓ કેવળ પદ્ય પાય - શ્રાવ્ય પ્રકાર બની રહ્યા. રાસાનું વિષય વસ્તુ વધુ વિસ્તૃત અને જટિલ બન્યું. હાલ ઉપલબ્ધ રાસકૃતિઓમાં વિક્રમની તેરમી સદીની આસિગ કૃત ચંદનબાળારાસ ૩૫ કડીની છે. સંભવ છે કે આ સૌથી નાની રાસકૃતિ હોવી જોઈએ. પંદરમા શતક સુધીની રચાયેલી રાસકૃતિઓમાં પોણાભાગની કૃતિઓ આસરે સો થી પણ ઓછી કડીઓની છે પરંતુ ઈ.સ. ૧૪૬૬ લગભગ રચાયેલી વચ્છ કૃત “જીવ ભવસ્થિતિ રાસ', જે રરર૪કડીઓની છે. ત્યાર પછીના સમયમાં સત્તરમાં શતક સુધીમાં ૧૦૦૦ થી વધુ કડી સંખ્યા હોય તેવી ઘણી કૃતિઓ મળી આવે છે. જેમકે જ્ઞાનચંદ્રસૂરિ કૃત સિંહાસન બત્રીશી' (સં. ૧૫૯૯, ગા ૧૦૩૪), રામચંદ્રસૂરિ શિષ્ય કૃત “શ્રેણિક રાસ (ગા. ૧૨૩૨), રાજપાલ કૃત “સપ્તવ્યસન ચોપાઈ'(સં. ૧૬૪૧, ક. ૧૩૭૦), અજ્ઞાત અથવા ઋષભદાસ કૃત “ભરડક બત્રીશી' (ગા. ૧૬૨૪, ગા. ૧૫૦૦), કવિ સમયસુંદર કૃત સીતારામ ચોપાઈ'(સં. ૧૬૮૭, ક. ૨૪૧૨), કવિ ઋષભદાસ કૃત “શ્રાદ્ધ વિધિરાસ'(ક.૧૬૨૪), વાના શ્રાવક કૃત જયાનંદ રાસ' (સં. ૧૬૮૬, ક. ૧૨૦૭) આદિ. આ પ્રમાણે પંદરમા શતક પૂર્વે રચાયેલી અને પંદરમા શતક પછી રચાયેલી રાસકૃતિઓ કદની દૃષ્ટિને જુદી પડે છે. ગુજરાતી સાહિત્યમાં રાસા સાહિત્યનો પ્રારંભ શાલિભદ્રસૂરિ કૃત “ભરતેશ્વર બાહુબલિ રાસ'(વિ.સ. ૧૨૪૧) થી ગણાય છે. મધ્યકાલીન જૈન સાહિત્યમાં રાસા સાહિત્ય એક અનન્ય પ્રેરક બળ ગણાય છે. આ રાસા સાહિત્ય પ્રાયઃ જૈન ધર્મના વિરક્ત સાધુ કવિઓ અને શ્રાવક કવિઓ દ્વારા રચાયેલું છે. આ રાસા સાહિત્યની કેટલીક લાક્ષણિકતાઓ છે. તે મુખ્યત્વે પાંચ પ્રકારમાં આલેખાયું છે. ૧) કથાત્મક ૨) ચારિત્રાત્મક ૩) બોધાત્મક ૪) સાંપ્રદાયાત્મક ૫) અન્ય. આ રાસ સાહિત્યમાં જિનદયસૂરિ કૃત ‘ત્રિવિક્રમ રાસ'(સં. ૧૪૧૫), ઉદયહર્ષગણિ કૃત ‘શ્રીપાલ રાસ'(સં. ૧૫૪૪), લાવણ્યસમય કૃત વિમલરાસ (સં. ૧૫૬૮), ધર્મદેવ કૃત “હરિશ્ચંદ્ર રાસ” (સં.૧૫૫૪), પાન્ધચંદ્રસૂરિ કૃત “વસ્તુપાળ-તેજપાળ રાસ', હીરકલશ કૃત “કુમારપાળ રાસ'(સં. ૧૬૪૦), કવિ ઋષભદાસ કૃત “સુમિત્ર રાજર્ષિ રાસ'(સં. ૧૬૬૮), “અજાકુમાર રાસ'(સં. ૧૬૭૦), કુમારપાળ રાસ'(સં. ૧૯૭૦), “શ્રેણિક રાસ'(સં. ૧૬૮૨), અભયકુમાર રાસ'(સં. ૧૬૮૭), વીરસેનનો રાસ', “આદ્રકુમારનો રાસ' જેવી કથાત્મક રાકૃતિઓ આલેખાઈ છે. જેમાં જિનશાસનના આદર્શ સેવકરૂપ શ્રાવકોનાં ચારિત્ર છે. તેમનો દેશ પ્રેમ અને ધર્મ પ્રેમ કવિઓએ ગાયો છે. કવિઓ સદાચારની મહત્તા અને દુરાચારથી થતી હાનિઓ દર્શાવી લોકોને ધર્મ અને નીતિનું જ્ઞાન આપે છે. આ રાસ સાહિત્યમાં જિનપતિ સૂરિશિષ્ય કૃત ‘શાંતિનાથ રાસ', સુમતિ ગણિ કૃત નેમિનાથ રાસ' (વિ.સ. ૧૨૬૦ પછી), અભય તિલક કૃત “મહાવીર રાસ' (સં. ૧૩૦૭), રત્નશેખર સૂરિકત “ગૌતમ રાસ'
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy