SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે નિશ્ચયટષ્ટિ હૃદયે ધરી જી રે... પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશે જી રે.. ભવસાગરનો પાર. સમકિતના આ સડસઠ ભેદોરૂપી પુષ્પોને વિશાળ આગમસાહિત્યરૂપી બાગમાંથી ચૂંટી મંદબુદ્ધિવાળા બાલજીવો માટે શાસ્ત્રકારોએ સંગ્રહિત કર્યા છે. શ્રી હરિભદ્રસૂરિ રચિત સમ્યક્ત્વ સપ્તતિઃ ગ્રંથમાં આ સડસઠ બોલ દર્શાવેલ છે. કવિએ દર્શન સિત્તરી ગ્રંથમાંથી આ વિષયને ઉદ્યુત કર્યો છે. દર્શન સિત્તરી એ જ સમ્યક્ત્વ સપ્તતિ ગ્રંથ છે. સમકિતના ૬૭ બોલનો ક્રમ પૂર્ણ થયો. ૬+૭=૧૩ *કાઠિયા જિનવાણીના શ્રવણમાં અંતરાયભૂત છે. ૧૮ પાપસ્થાનક અને ૧૩ કાઠિયારૂપી ગુમડાંને ખત્મ કરવા પરમાત્મા ભક્તિ, આત્મશુદ્ધિ, આગમ, જિનવાણીનું શ્રવણ, ઉત્તમ ગ્રંથોનું વાંચન, ધ્યાન, કાયોત્સર્ગ, તપશ્ચર્યા, આંતરિક શુદ્ધિ, કષાય જ્ય ઈત્યાદિ મલમરૂપ છે. સમ્યક્ત્વ રત્ન છે અણમોલ રતન, કરવું પડશે ખૂબ જતન, પરમાત્મા સાથે જોડતો સેતુ, પહોંચાડે છે નિજ વતન. સમકિતના ૬૭ બોલ સમકિતને ટકાવે પણ ખરા અને સમકિતને લાવે પણ ખરા. તે કાર્ય અને કારણ એમ ઊભય સ્વરૂપે છે. કવિએ સરળ ભાષામાં ગાગરમાં સાગર સમાવવાનું કાર્ય કર્યું છે. કવિએ માર્ગ બતાવ્યો છે પણ એ માર્ગે ચાલવાનું કાર્ય તો જાતે જ કરવાનું છે. - દુહા ઃ ૫૨ દરસણ સીત્યરીમાહાં કહ્યા, જાણઈ તે નર સાર, દોયપ્રકાર સમકીત તણા, વ્યવરી કહ્યું વીચાર ...૮૨૩ અર્થ દર્શન સપ્તતિનામના ગ્રંથમાં સમક્તિના સડસઠ બોલ કહ્યા છે. જે ભવ્ય જીવ આ બોલોને જાણે છે તે ઉત્તમ નર છે. સમકિતના બે પ્રકાર છે. (તેનું વિવરણ પૂર્વે થઈ ગયું છે) હવે બીજા ભેદો કહું છું. - સમકિત વિશેની માહિતી (ઢાળ : ૪૩, દેશી : જિમ કોયલ સહિકારિ ટહુકઈ) ત્રણિપ્રકારિ સમકીત કહીઈ, રોચક ભલું તે રચતું લહીઈ, જિનઈં કહયું તે તિમકરઈએ. દીપક સમકીત અર્થ જ ભાવઈ, સાહામાનિસમકીત દીપાવઈ, પોતાનિ પાસઈ નહી એ. ...૮૨૪ ...૮૨૫ વલી સમકીત કહું ચ્યાર પ્રકાર, ઉપશમીક તે પહિલું ધારે, સાસ્વાદન બીજું સહીએ. ખ્યાઓ ઉપાંસમીક તે ત્રીજુ કહીઈ ચોથું ખ્યાયક સમકીત લહઈ, ચ્યાર ભેદ સમકીત તણાએ. ...૮૨૭ કાઠિયા - ૧.જુગાર ૨.આળસ ૩.શોક ૪.ભય પ.વિકથા .કૌતુક ૭.ક્રોધ ૮.કૃપણ બુદ્ધિ ૯.અજ્ઞાન ૧૦.વહેમ૧૧.નિદ્રા ૧૨.મદ ૧૩.મોહ . ...૮૨૯
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy