SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું અઠ્ઠયાવીસમું અધ્યયન, જેમાં શ્રમણ ભગવાન મહાવીરે મોક્ષમાર્ગનું સ્વરૂપ દર્શાવેલ છે. અષ્ટવિધ કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો તે મોક્ષ છે અને તીર્થંકર પ્રતિપાદિત સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું આચરણ કરવું તે મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે.“ એક સિદ્ધની અપેક્ષાએ મોક્ષની સ્થિતિ સાદિ અનંત છે. સર્વ સિદ્ધોની અપેક્ષાએ અનાદિ અનંત છે. તેઓ ફરીથી સંસારમાં આવતા નથી. બીજને બાળી નાંખવાથી અંકુરની ઉત્પત્તિ થતી નથી, તેમ કર્મબીજના બળી જવાથી જન્મ-મરણરૂપી (સંસાર) અંકુરનું ફૂટવું અસંભવ છે. આત્મા ક્રીડા અને પ્રદોષને કારણે કર્મરજથી લિપ્ત બની સંસારમાં અવતરે છે, એવું બૌદ્ધ અને વૈદિક પરંપરા પણ સ્વીકારે છે. ગીતામાં અવતારવાદનું વર્ણન છે, પરંતુ જૈનદર્શન અનુસાર મુક્ત જીવો રાગ-દ્વેષથી સર્વથા રહિત હોવાથી ફરીને તેઓ અવતાર લેતા નથી. મોક્ષનું સુખનિરુપમ-ઉપમારહિત છે. કવિ ઋષભદાસે પણ કહ્યું છે કે મોક્ષસુખની વાનગી આજગતમાં નથી. પાંચમા પદમાં મોક્ષતત્ત્વનીસિદ્ધિ થાય છે. (૯) મોક્ષનો ઉપાય છે સમસ્ત દ્વાદશાંગસૂત્રનો સાર અયોગીદશા પ્રાપ્ત કરવાનો છે. સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રએત્રિરત્નની આરાધનાધારા અયોગી બનવું એ જૈનદર્શનની સાધનાની મૌલિકતા છે. મિથ્યાત્વહટે નહિ ત્યાં સુધી સમ્યગુદર્શન પ્રગટે નહી. અને સમ્યગુદર્શન વિનાત્રિરત્નની આરાધનાએ છારપર લીંપણું કર્યાસમાનઅસાર છે. મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને યોગ એકમબંધના કારણો છે.' સર્વે કારણનાનિરોધથી, સંસાર પામે અંત; નિર્વાણપદ તેને કહ્યું, તે જ સત્ય જયવંત. પાંચ કારણો જીવને સમકિત થતાં અટકાવે છે. મિથ્યાત્વનો છેદ કરવા સમ્યકત્વ, વ્રત-પ્રત્યાખ્યાન રૂપ સંવર, અપ્રમાદ, અકષાય અને શુભયોગરૂપી હથિયાર-શસ્ત્રની આવશ્યકતા છે. આ શસ્ત્ર એ જ મોક્ષનો ઉપાય છે. પૂર્વ સંચિત કર્મોને તપ (વ્રત-પ્રત્યાખ્યાન) દ્વારાક્ષય કરવાં, તે નિર્જરાછે. આ પ્રમાણે છઠ્ઠા પદમાં સંવર અને નિર્જરાતત્ત્વની સિદ્ધિ થાય છે. ઉપરોક્ત છપદની સર્વાગતામાં જિનકથિત મોક્ષમાર્ગ છે. (૧) આત્મા છે. આત્માના અસ્તિત્ત્વના સ્વીકારવિના મોક્ષ કોને? (૨) આત્માનિત્ય છે. આત્માની નિત્યતાના સ્વીકારવિના મોક્ષનો ઉપાય શા માટે? (૩-૪) આત્મા કર્તા-ભોક્તા છે. તેના સ્વીકારવિના કર્મબંધન હોય. કર્મબંધવિનાસંસાર કેમોક્ષનું શું પ્રયોજન? (૫) મોક્ષ છે - કર્મ છે. તેથી કર્મબંધ છે, મોક્ષનાં અસ્તિત્ત્વના સ્વીકારવિના કર્મશૃંખલામાંથી મુક્ત શી રીતે થવાય? (૬) મોક્ષનો ઉપાય છે. તેના અસ્તિત્ત્વના સ્વીકારવિના સર્વધર્મસાધનાનું પ્રયોજનશું? ઉપરોક્ત છ પદોને આપણી શ્રદ્ધામાં સ્યાદ્વાદના સૂત્રથી સાંકળતા મોક્ષમાર્ગ પ્રશસ્ત બને છે. આ છે સ્થાન સમકિત પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે. છ સ્થાનનું જ્ઞાન સમકિત પ્રાપ્તિને સુલભ બનાવે છે. આ છ સ્થાનો મોહરૂપી અંધકારનાં અગાધપટલો દૂર કરવા માટે ઉત્તમ છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy