________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
કષાયના કારણ થકી, જીવ ગ્રહે પુદ્ગલ ગંજ, થાય આવરણ સ્વરૂપનું, રહેશે સદા એનો રંજ, સમકિત મળે તો મળી જશે, વિશુદ્ધ રત્ન પુંજ, જ્યમ વર્ષા આવતાં, ખીલી ઉઠશે બાગમાં કુંજ-કુંજ.
૨૯૭
કર્મના પુદ્ગલો સંપૂર્ણ લોકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. પુદ્ગલની વર્ગણાઓ (કક્ષાઓ) અનેક છે. તેમાંથી જે વર્ગણા કર્મરૂપે પરિણમવાની યોગ્યતા ધરાવે છે. તેને જ જીવ ગ્રહણ કરી પોતાના અસંખ્યાત આત્મપ્રદેશો સાથે વિશિષ્ટ રીતે જોડી દે છે. મન,વચન અને કાયાના વ્યાપારને આશ્રવ કહેવાય છે. તેનાથી કર્મપુદ્ગલો ખેંચાઈને આત્મા સાથે ક્ષીર-નીરની જેમ મળી જાય છે. તેને બંધ કહેવાય છે. તે સમયે તેમાં પ્રકૃતિ (સ્વભાવ), સ્થિતિ (કર્મની સમય મર્યાદા), અનુભાગ (તીવ્ર કે મંદ ફળ ચખાડવાની વિશેષતા), પ્રદેશ (કર્મ પુદ્ગલ સમૂહ) – આ ચાર અંશોનું નિર્માણ થાય છે, તે બંધના પ્રકાર છે. આ પ્રમાણે આ ચાર અંશોમાં પ્રકૃતિ અને પ્રદેશબંધનું કારણ યોગ છે, જ્યારે સ્થિતિ અને અનુભાગ બંધનું કારણ કષાય છે.
*શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ કહ્યું છે કે “જીવ શાનાવરણીય આદિ આઠ કર્મો ઉપાર્જન કરી સંસારમાં પરિભ્રમણ કરે છે. જીવનો દરેક જન્મ તેના પૂર્વ જન્મની અપેક્ષાએ પુનર્જન્મ છે.
જેમ ભીનાં અને ચીકણાં વસ્ત્રોને મેલ આપોઆપ લાગે છે, તેમ આત્મા યોગ દ્વારા કર્મોને ખેંચે છે. તેથી આત્મા સાથે સંબંધ થાય છે. આત્મા નિશ્ચયનયથી શુદ્ધ હોવા છતાં, વ્યવહારનયથી સંસારમાં પરિભ્રમણ કરે છે. તેનું મુખ્ય કારણ જીવે સ્વયં ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મો છે.
કર્મોને ગ્રહણ કરવાં તે આશ્રવ અને તે કર્મોને આત્મપ્રદેશો સાથે એકમેક કરવાં તે બંધ છે. તેથી ત્રીજા ૫૬માં આશ્રવ અને બંધ તત્ત્વનો સમાવેશ થાય છે.
સાંખ્ય દર્શન ૨૫* તત્ત્વોને માને છે. પુરુષ (આત્મા) અકર્તા અને નિર્ગુણ છે. તેથી જડ કર્મોનો કર્તા આત્મા નથી. કર્મો જ પોતાના પરિસ્પંદન વડે નવીન કર્મ ખેંચે છે, આત્મા નહીં. સત્ત્વ, રજસ્ અને તમસ આ ત્રિગુણાત્મક પ્રકૃતિઓ વડે કર્મ બંધાય છે; એવી માન્યતાવેદાંતદર્શનની છે.
યોગદર્શન અને નૈયાયિક દર્શન અનુસાર જીવ ઇશ્વરની પ્રેરણા અનુસાર કર્મ કરે છે. આ પ્રમાણે અન્ય દર્શનો અનુસાર કર્મ જ કર્મનો કર્તા છે, પ્રકૃતિ દ્વારા કર્મ બંધ થાય છે, કે ઇશ્વર પ્રેરિત કર્મ બંધાય છે; આવાં વિકલ્પો ઘટે છે.
જૈન પરંપરાનો સ્યાદ્વાદ સિદ્ધાંત નયાત્મક છે. વ્યવહારનયથી આત્મા જડ કર્મોનો કર્તા છે. અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા ચેતન કર્મોનો કર્તા છે. જડ કર્મોના નિમિત્તથી આત્મામાં રાગાદિભાવો થાય છે. રાગાદિ
૨૫ તત્ત્વો - પાંચ જ્ઞાનેન્દ્રિય - (ઇન્દ્રિયના વિષયોનો બોધ), પાંચ કર્મેન્દ્રિય - (ગુદા, લિંગ, વચન, હાથ, પગ), પાંચ તન્માત્રા (રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ), પાંચ ભૂત - (અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ અને આકાશ) મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચોવીસ તથા પુરુષ (આત્મા) મળી પચ્ચીસ તત્ત્વ થાય. (ષદર્શન સમુચ્ચય (હિન્દી), છઠ્ઠું સંસ્કરણ, ઇ.સ. ૨૦૦૬, પૃ. ૧૪૬, ૧૪૭, સં.- મહેન્દ્ર જૈન, પ્ર.- ભારતીય જ્ઞાન પ્રકાશન.