SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૬ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે અનુભવ કરે છે. વિશ્વમાં જે પદાર્થનું અસ્તિત્વ હોય તેના વિષેજવિકલ્પ ઉઠે છે. આત્મા ચૈતન્યયુક્ત અવિનાશી દ્રવ્ય છે. તે સદા જ્ઞાનવંત અને સુખ દુઃખનો વેદક છે. આત્માથી ભિન્ન જડ તત્વ છે. તે ચૈતન્યરહિત, જ્ઞાયકતા અને વેદકતા રહિત છે. આ પ્રમાણે પ્રથમ પદમાં જીવ અને અજીવ બે તત્વનું નિરૂપણ થાય છે. (૨) આત્માનિત્ય છે. આત્માનું નિશ્ચલસ્વરૂપ અવિનાશી છે. શ્રી કલ્પસૂત્રમાં ભગવાન ઋષભદેવના, ભગવાન નેમિનાથના, ભગવાન પાર્શ્વનાથના તથા ભગવાન મહાવીર સ્વામીનાપૂર્વભવોનું વર્ણન છે. સમકિતસાર રાસમાં નદિષેણ મુનિના પછીના ભવ વાસુદેવનું તેમજ નૃપવિક્રમની કથામાં વિક્રમ રાજકુમારના પૂર્વભવોનું વર્ણન આપણને જોવા મળે છે. તેથી સિદ્ધ થાય છે કે આત્માનિત્ય છે. વેદાન્તદર્શન આત્માને એકાંતનિત્ય માને છે, તેવી જ રીતે સાંખ્ય અને યોગદર્શન પણ આત્માને એકાંત નિત્ય માને છે. તેઓ આત્માને અપરિણામી (જેમાં કોઈ ફેરફાર થતો નથી.) માને છે. જૈનદર્શન આત્માને પરિણામી નિત્ય માને છે. અર્થાત આત્માદ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે.એટલે કેપર્યાયનોક્રમક્યારે પણ અટકતો નથી. તે સદા પરિવર્તન પામે છે. દેવ, મનુષ્ય આદિ આત્માની પર્યાય છે. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ કહે છે दवदुयाई निच्ची उप्पायविणासवज्जिओजेणा" पुबकयाणुसरणओ पज्जाया तस्स उइणिच्चा।। અર્થ : દ્રવ્ય અપેક્ષાએ ઉત્પત્તિ-વિનાશ રહિત, આત્મા નિત્ય છે. પૂર્વે કરેલાં કાર્યોના સ્મરણની જેમ તેની પર્યાયો અનિત્ય છે. જૈનદર્શનસ્યાવાદી દર્શન છે. તેથી તે જીવને નિત્યાનિત્ય (પરિણામી નિત્ય) માને છે. આત્માદ્રવ્યરૂપે નિત્ય છે, તેની સ્વભાવદશારૂપે નિત્ય છે. તેના ગુણો પણનિત્ય છે. (૩) આત્માકર્મનો કર્તા છે.? જૈનેત્તર સંપ્રદાયોમાં માયા,અવિઘા, પ્રકૃત્તિ, અપૂર્વ, વાસના, આશય, ધર્માધર્મ, અદષ્ટ, સંસ્કાર, દેવ, ભાગ્યવગેરે શબ્દો કર્મ માટે વપરાય છે. માયા, અવિદ્યા, પ્રકૃત્તિ જેવા શબ્દો વેદાન્તદર્શનમાં મળે છે. અપૂર્વ શબ્દ મીમાંસા દર્શનમાં, વાસના શબ્દ બૌદ્ધ સાહિત્યમાં છે. આશય શબ્દ યોગ અને નૈયાયિક-વૈશેષિક દર્શનમાં પ્રચલિત છે. દેવ, ભાગ્ય,પુણ્ય-પાપજેવા શબ્દો બધાદર્શનમાં પ્રચલિત છે. જૈનદર્શનમાં કાર્મિક પુગલોને કર્મ કહેવામાં આવે છે. દ્રવ્યથી આત્મા નિત્ય હોવા છતાં જીવોમાં વિભિન્નતાનો કોઈ પાર નથી. તેનું મુખ્ય કારણકર્મછે. कत्ता सुहासुहाणं कम्माण कसयनेयमारहि। मिउदंड चक्रचीवरसामग्गिवसा कुलालुव्या અર્થ : કુંભાર માટી, દંડ, ચક્ર, ચીવર આદિ સામગ્રીઓ વડે ઘડો નિર્માણ કરે છે, તેમ જીવ કષાય-યોગાદિ કર્મ બંધના કારણોવડે શુભાશુભકર્મોનો કર્તા બને છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy