SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ વિક્રમકુમારને કેવળી ભગવંતના યોગે દુર્લભ એવું સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાન કહે છે चत्तारी परमंगाणी दुल्लहाणीह जन्तुणो । माणुसत्तं सूइ सद्धा संजमम्मि य वीरियं । । ३-१ । । અર્થ : મનુષ્યત્વ, સદ્ધર્મનું શ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં પરાક્રમ, આ ચાર પરમ અંગો પ્રાપ્ત થવાં દુર્લભ છે. કોઈ જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવનાર ધર્માત્મા કેટલા ઉપકારી છે, તે ધર્મદાસગણિના શબ્દોમાં જોઈએ सयलमवि जीवलोह, तेण घोसिए अमाघाओ Te इक् यि जो दुहत्त, सतं बोहेड़ जिणवयणे ॥२६८ सम्मत्तदायगाणं दुष्पडिआरे भवेसु बहु सु सव्वगुणमेलिआहिं वि उवयारसहस्सकोडीहिं ॥२६॥ અર્થ : કોઈ દુઃખથી પીડાતા જીવને જે ભવ્યાત્મા પ્રતિબોધિત કરે છે, તે જીવે સમસ્ત લોકમાં અમારિ ઘોષણા કરાવવાનું કાર્ય કર્યું કહેવાય. તે પ્રતિબોધિત જીવ પૂર્ણ અહિંસક બની, સમસ્ત જીવોને અભયદાન આપે છે. કરોડો ભવોમાં પણ તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવનાર ગુરુના ઉપકારનો બદલો વાળવો કઠીન છે. પૂર્વે તીર્થંકરોની હાજરીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ હતું. વર્તમાનકાળે સદ્ગુરુના અભાવમાં સમકિત પ્રાપ્ત થવું દુર્લભ છે. - દુહા : ૫૧ - યોગતી પંથ નીવારીઓ, જેણી ભુષણ ધરમાં પંચ, લખણ પંચ સમકીત તણાં, સુણયો તેહનો સંચ ...૭૯૯ અર્થ : જેણે સમ્યક્ત્વનાં પાંચ ભૂષણો ધારણ કર્યાં છે. તે ચાર ગતિનાં પંથનું નિવારણ કરે છે. હવે સમતિના પાંચ લક્ષણોનું વર્ણન સાંભળો. સમ્યક્ત્વનું દ્વાર - આઠ થી બાર ચોપાઈ : ૨૧ પાંચ લખ્યણ સમકીતનાં જોય, ઝીલિં ઉપશમમાંહીજિ કોય, સંવેગ અર્થ સહૂં શ્રવણે સૂણો, જે અભીલાષી મુગત્ય જણો તે. છાંડેવા હીડઈ સંસાર, અનુકંપા જસ હઈઈ ર ઈ અપાર, વચન ઉપરિઅસતા (આસ્થા) હોય, દરસાણ સીત્યરિમાંહઈંજોય. વલી ષટ જઈણા તિહાં કણિ કહી, અર્થપ્રકાસ કરગહિ ગઈ, અન્ય તીર્થો જેહના દેવ, તેણઈ ચઈત ગ્રહાં જેહેવ. ...૮૦૦ ૨૭૯ ...૮૦૧ ...૮૦૨
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy