SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ અનુષ્ઠાનોનો કર્તા હોવા છતાં નિયમા તેનો દ્વેષી છે. ૨૪૩ પૂજ્ય ક્ષમાશ્રમણ શ્રી ધર્મદાસગણિએ ઉપદેશમાલામાં કહ્યું છે - જે જિનેશ્વર ભગવાનની આજ્ઞા અનુસાર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને અનુસરી પ્રવૃત્તિ કરતો નથી તે મિથ્યાર્દષ્ટિ છે કારણકે તે આગમ વિરુદ્ધવર્તણૂક કરી બીજા જીવોને આગમવચનમાં શંકા ઉત્પન્ન કરાવે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે जिणवणे अणुरत्ता, जिणवयणं जे करेति भावेणं । अमला असं किलिठ्ठा, ते होंति परित्त संसारी ।। અર્થ : જિનવચનમાં અનુરક્ત, જિનાજ્ઞા અનુસાર ક્રિયાનુષ્ઠાન કરનાર, રાગ-દ્વેષ અને મિથ્યાત્વરૂપી મલથી મુક્ત બની અલ્પ સંસારી બને છે. ધર્મબિંદુ ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે - उचितानुष्ठानं हि प्रधानं कर्म क्षयकारणम् “। અર્થ : ઔચિત્યપૂર્વક (જિનાજ્ઞા તથા પોતાની શક્તિ અનુસાર) અનુષ્ઠાન કરવાથી પાપકર્મોનો ક્ષય થાય છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ઉપદેશપદમાં કહ્યું છે. सम्मत्तं पुण इत्थं सुत्ताणुसारेण जा पवित्ती उ" । सुत्त - गहणम्मितम्हा वित्तयव्वं इहं पढमं ॥ અર્થ : જિનેશ્વર ભગવાનની આજ્ઞા અનુસાર ચૈત્યવંદન, આવશ્યક ક્રિયા આદિ ધર્માનુષ્ઠાનો વિધિપૂર્વક કરવા તે સમ્યગ્દર્શન છે. પ્રમાદ અને અજ્ઞાનક્રિયામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. શ્રાવક કે સાધુની પ્રત્યેક ક્રિયા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તથા પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શનને સ્થિર અને નિર્મળ રહે તે માટે હોય છે. વિધિપૂર્વક જિનાજ્ઞા અનુસાર ધર્માનુષ્ઠાન કરવા તે સમ્યગ્દર્શન છે. જૈનદર્શનમાં ગુરુવંદન ત્રણ પ્રકારના દર્શાવેલ છે. (૧) ફિટ્ટા વંદન (૨) થોભ-છોભ વંદન (૩) દ્વાદશાવર્તવંદન. (૧) ફિટ્ટા એટલે પથ, માર્ગ. શ્રીસંઘ રસ્તામાં પરસ્પર મળતાં મસ્તક વગેરે નમાવવારૂપ વંદન કરે તે ફિટ્ટાવંદન છે. (૨) થોભ એટલે ઉભા રહીને. ઉપાશ્રયમાં સાધુ ભગવંતોને તિક્ષુતોના પાઠથી કરાતું વંદન તે થોભ વંદન છે. (૩) દ્વાદશાવર્ત એટલે બાર આવર્તનવાળું વંદન. આ વંદન પદસ્થો (આચાર્ય, ઉપાધ્યાય, ગણિ, પ્રવર્તક, સ્થવિર વગેરે પદવીધરો)ને કરાય છે. આચારનું મૂળ વિનય છે. તે ગુણવાનની ભક્તિ છે. તે ભક્તિ વિધિપૂર્વક વંદન કરવાથી થાય છે. ગુરુવંદન એ વિનયરૂપ ભક્તિ છે. શ્રી કૃષ્ણ વાસુદેવે ઉત્કૃષ્ટ ભાવે અઢાર હજાર સાધુઓને દ્વાદશાવર્ત વંદન *ગુરુવંદન કરતાં ગુરુના ચરણોમાં તથા પોતાના મસ્તકે હાથ સ્પર્શવારૂપ ચેષ્ટા કરવી તેને આવર્તો કહેવાય. તે પદો બોલતી વખતે કરાય છે. એક વંદનમાં છ અને બે વાર વંદન કરતાં બાર આવર્તો થાય છે. (ધર્મ સંગ્રહ ભા.૧, વિ. ૨, પૃ.૪૭૩)
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy