SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે છું...૬૪૫ આ પ્રમાણે દિવસ સંબંધી જે કાંઈ પાપ લાગ્યું હોય તેનું ગુરુદેવ! આપની સમક્ષ આલોચના કરી નિર્મળ થાઉં છું. હવે ત્રણે કાળ સંબંધી આપની જે કાંઈ આશાતના કરીહોય તેની આલોચના કરી સુખી થાઉં....૬૪૬ હે ગુરુદેવ! અનંતા ભવ પછી આ (મનુષ્ય) ભવ મળ્યો. (પૂર્વના) સર્વ ભવોમાં કપટપૂર્વક, દુષ્ટ મનથી મેં ગુરુનો અવિનય કર્યો છે. આ રીતે હું ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ સંબધી આશાતના કરતો રહ્યો...૬૪૭ જ્યાં કપટપૂર્વક ધર્મ થાય ત્યાં ધર્મની આશાતના થાય છે, ત્યાં આશાતના પ્રબળ બને છે. (ધર્મ નબળો બને છે.) તેથી આજ સુધી મેં જે જે અપરાધ કર્યા હોય તેની ગુરુ સાક્ષીએ ક્ષમા માંગું છું....૬૪૮ હે ગુરુદેવ! આજ પછી હું આવું પાપ ફરીથી નહીં કરું. હું આત્માની સાક્ષીએ તે પાપોની નિંદા કરું છું. ગુરુની સાક્ષીએ ગર્હા કરું છું અને આત્માની સાક્ષીએ તે પાપોને વોસિરાવું (ત્યાગ કરું) ...૬૪૯ ૦ ભૂષણ : શૂરવીરતા એ સિંહની શોભા છે, તારામંડળ એ ગગનની શોભા છે, લજ્જા એ નારીની શોભા છે, આભૂષણ એ શરીરની શોભા છે, તેમ પાંચ પ્રકારના ભૂષણ એ સમહ્ત્વનો શણગાર-શોભા છે. ધર્મના અંગો જેનાથી શોભે તે ભૂષણ કહેવાય. સમ્યગ્દર્શન સાથે ભૂષણરૂપી અલંકારની શોભા ભળતાં સુંદરતામાં વધારો થાય છે. સમ્યગ્દર્શનના અલંકારોને ધારણ કરનાર વ્યક્તિ સ્વયં સુશોભિત બને છે તેમજ અનેક લોકો તેના તરફ આકર્ષાય છે. આ પાંચ દિવ્ય અલંકાર કલ્યાણકારી છે. સમ્યગ્દર્શનને અલંકૃત કરનાર પાંચ ભૂષણો“છે. (૧) જિનશાસનમાં ક્રિયા કુશળતા (૨) તીર્થસેવા (૩) ભક્તિ (૪) સ્થિરતા (૫)પ્રભાવના તાત્પર્ય એ છે કે ક્રિયાકુશલતા, ઉત્તમ સહવાસ, ભક્તિ (વફાદારી), દેઢતા અને ઉન્નતિની અભિલાષાથી શ્રધ્ધાખીલી ઉઠે છે. કવિ ઋષભદાસે કડી-૫૯૮ થી ૬૪૯ સુધીમાં સમકિતના પ્રથમ ભૂષણનું સ્વરૂપ દર્શાવ્યું છે. કવિએ આ વિષયમાં અનુષ્ઠાનોની શુદ્ધિ પર ભાર મૂકયો છે. અહીં કવિ વંદનાની વિધિ અને નિષેધ બન્ને બાજુને બતાવે છે . એક બાજુ વંદનાના ત્રણ પ્રકાર દર્શાવે છે, તો બીજી બાજુ વંદનાના બત્રીસ દોષ દર્શાવે છે. જિનશાસનમાં ક્રિયા કુશળતાઃ જિનાજ્ઞા વિનાનું અનુષ્ઠાન એ પ્રાણ વિનાનું કલેવર છે. જિનાજ્ઞા દરેક ક્રિયાનો પ્રાણ છે. જેમ રોગીને જે જે ઔષિધ કે ઉપચારોથી રોગ દૂર થાય તે જ સાચું ઔષધ છે, તેમ જે અનુષ્ઠાનથી મિથ્યાત્વાદિ દોષો આત્માથી દૂર થાય તે જ સાચો મોક્ષમાર્ગ છે. આથી વિપરીત પ્રવૃત્તિ એ ધર્મ નથી પણ ધર્મપ્રત્યે જ દ્વેષનું પરિણામ છે. · શ્રી યોગબિંદુપ્રકરણમાં હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે - જે આત્મા ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં આગમ વિરુદ્ધ સ્વેચ્છાથી પ્રવૃત્તિ કરે છે તે જડ-મૂઢ છે. તે
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy