SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે (૫) પરપાખંડ સંથવો - રાવતુ સંવ મિથ્યાષ્ટિનો પરિચય કરવો એ સંસ્તવ નામેદોષ છે. મિથ્યાષ્ટિઓ સાથે એક સાથે, એક સ્થાને રહેવું, પરસ્પર આલાપ -સંલાપ કરવો એ પરપાખંડ સંસ્તવ (પરિચય) દોષ છે. મિથ્યાદષ્ટિ સાથે રહેવાથી, તેમની ક્રિયાઓ સાંભળવાથી કે જોવાથી દૃઢ સમ્યકત્વીનો પણ દર્શન ગુણ નાશ થવાની સંભાવના છે, તો મંદબુદ્ધિવાળા અને નવીન ધર્મ પામેલા બાળ જીવોની શી વાત કરવી ? જીવ અનાદિકાળથી ભાવુક દ્રવ્ય હોવાથી સુખશીલતાવાળો ધર્મ જોઈ એમની તરફ આકર્ષાઈ પોતાનો સાચો ધર્મગુમાવે છે. તેથી મિથ્યાદષ્ટિ સાથે પરિચય કરવો એ દૂષણ છે. - સંતના ફોન: મરિ સારી સંગતિ ગુણોને ઉત્પન કરે છે, કુસંગતિ દોષોને ઉત્પન કરે છે. પુષ્યના સંપર્કથી તેલ સુગંધિત બને છે, પણ મીઠાની સંગતિથી દૂધ ફાટી જાય છે, તેમ મિથ્યાત્વીના સંગથી સમકિત નાશ પામે છે. વૈદૂર્યમણિ કાચ સાથે લાંબા સમય સુધી રહેવા છતાં કાચરૂપે પરિણમતો નથી, તેમ જેની વિવેક બુદ્ધિ પરિપકવ થઈ ગઈ છે તેવા જીવોને મિથ્યાત્વ અસર કરતું નથી. - લયર્મેનિયનં : ધર્મોમવાદ:વધર્મમાં જીવવું શ્રેયકારી છે. પરધર્મનો વીકાર અશ્રેયકારી છે. સ્વધર્મ એટલે આત્માનો ધર્મ. પરધર્મ એટલે પુગલનો ધર્મ, ગતાનગતિક કે વારસાગત ધર્મ. જૈન સિદ્ધાંતમાં કુશળતા આવ્યા વિના મિથ્યાત્વીઓના તત્ત્વોનો અભ્યાસ કરવો તે બાળ જીવો માટે ભયજનક છે. ક્ષયોપશમ સમકિત એ ભાવુક દ્રવ્ય સમાન છે, જ્યારે ક્ષાયિક સમકિત એ અભાવુક દ્રવ્ય સમાન છે. ક્ષયોપશમ સમકિત અસ્થિર છે, જ્યારે ક્ષાયિક સમકિત સ્થિર છે. ક્ષાયિક સમકિતી મિથ્યાત્વીનો પરિચય કરે તો પણ તેમાંથી સારી વસ્તુને ગ્રહણ કરે છે. જેની દૃષ્ટિ સમ્યફ અને સ્થિર બને છે, તે વસ્તુને અનેકાન દષ્ટિએ સમજી ગ્રહણ કરી શકે છે. તેઓ એકાંતવાદને ન અનુસરે. કવિએ કડી ૪૯૨ માં મિથ્યાત્વને કાજળની અને સમકિતને વસ્ત્રની ઉપમા આપી છે. મિથ્યાત્વરૂપી કાજળની કાળાશથી સમકિતરૂપી શુદ્ધ વસ્ત્ર મલિન બને છે. સમકિતરૂપી વસ્ત્રને ઉજ્જવળ રાખવા મિથ્યાત્વી જીવોનો પરિચય પરિહરો. તેના સંદર્ભમાં કવિએ કેટલાક દષ્ટાંતો ટાંક્યાં છે, તેનો ઉલ્લેખ પરિશિષ્ટમાં છે. ઉપરોક્ત સર્વદષ્ટાંતો સંગ તેવો રંગ આ લોકોક્તિને સાર્થક કરે છે. સારા ખોટાની પરખ વિનાની વ્યક્તિઓને પરધર્મીનો સંગ કે પરિચય અનાત્મિક ભાવોમાં ખેંચી જાય છે. -દુહા : ૩૪બહુપરિવાર્ તુઝ સહી, ટાલો પંચમદોષ; પૂરુષપ્રભાવિક તૂથજે, હાસિ મીથ્થા સ્ટોક. ૧૦.૪૯૮ અર્થ: (કવિ કહે છે કે, હું તને ઘણી રીતે સમજાવીને કહું છું કે, આ પાંચે દૂષણોનો તું ત્યાગ કર. તું જૈન શાસનનો પ્રભાવક પુરુષ બનજે. તેથી મિથ્યાત્વરૂપીશોક્ય દૂર થાય...૪૯૮.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy