________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
ગલીઅ થકી ગોરાહ પણ જાઈ, અંબર કાલાં થાઈ રે; મીથ્યા મઈશમાં સમકીત ચીવર, ખરડયૂં કયમ ધોવાઈ રે. સમકીત ચીવર ઉજલ રાખો, મીથ્યા પરીચઈ વારય રે; સંગ કુસંગ થકી દૂખ પામિ, પસુંઅ દેવ્ય નર નારય રે. આક થકી દૂખ પામ્યો સુડો, દઈત થકી સૂર ઈસ રે; દાસી સંગ કરતાં મુંજઈ, ખ્યણમાં ખોયું સીસ રે. સૂસમા સીસ ગયું ખ્યણમાંહિં, ચઢી ચલાતી હાથ્ય રે; રાજહંસ દૂખ પામ્યો પરગટ, મલ્યો કાગનિ સાધ્ય રે. ચર્મ જિનેસ્વર તે દૂખ પામ્યો, ગોસાલાનિ સંગિં રે; નૃપ શ્રીપાલ ભલ્યું કૂષ્ટીમાં, કોઢ હુઓ તસ અંગિં રે. સીચાંનક હસ્તી પણ્ય વંઠો, બાંધ્યો પાપી ધિરય રે; મીથ્યા સંગ મ કરસ્યો કોઈ, વારૂં છૂ બહૂ પિરય રે.
...૪૯૭
:
અર્થ હ્રદયમાં બુદ્ધિપૂર્વક વિચાર કરીને મિથ્યાત્વી જીવોનો પરિચય કરતાં આત્માને અટકાવવો જોઈએ. આ દૂષણનો સર્વ નર–નારીએ ત્યાગ કરવો જોઈએ...૪૯૧.
...૪૯૨
...૪૯૩
...૪૯૪
...૪૯૫
૨૦૭
...૪૯૬
ગાળ(કટુવચન)થી ગોરસ(મધુરતા) નાશ પામે છે. તેથી કીર્તિરૂપી અંબર (વસ્ત્ર) મલિન બને છે. મિથ્યાત્વરૂપી કાજળમાં સમકિતરૂપી વસ્ત્ર ખરડાતાં કેવી રીતે શુદ્ધ થશે ?...૪૯૨.
સમકિતરૂપી વસ્ત્રને ઉજ્જવળ રાખવા માટે મિથ્યાત્વી જીવોનો પરિચય પરિહરો. કુસંગની સોબત કરતાં પશુ, દેવ, નર–નારી સર્વ દુઃખ પામે છે...૪૯૩.
આકડાના ફળથી પોપટ દુઃખ પામ્યો. દૈત્યથી દેવ અને ઈશ્વર દુઃખી થયા. દાસીના સંગે મુંજ રાજાએ ક્ષણમાં પોતાનું મસ્તક ગુમાવ્યું...૪૯૪.
સુસુમાનું મસ્તક ચિલાતી પુત્રના હાથે ક્ષણવારમાં ધડથી અલગ થઈ ગયું. રાજહંસ કાગડાની સંગતથી પ્રગટપણે દુઃખ પામ્યો...૪૯૫.
ચરમ (છેલ્લા) તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીને ગોશાળાની સંગતિથી કષ્ટ વેઠવું પડયું. શ્રીપાળ રાજકુંવરને કોઢિયાની સોબતથી ઉંબર જાતિનો કોઢ રોગ થયો...૪૯૬.
સેચનક હાથી પાપીના ઘરે બંધાયો તેથી તેની પણ મતિ ભ્રષ્ટ થઈ. તેથી (કવિ કહે છે) કોઈએ પણ મિથ્યાત્વીની સોબત ન કરવી કારણકે તે બહુ પીડા ઉપજાવે છે, તેથી હું તમને વારું છું..૪૯૭.
કવિ કડી ૪૯૧થી ૪૯૭માં શાસ્ત્રોક્ત વિવિધ દ્રષ્ટાંતો આપી મિથ્યાદષ્ટિનો પરિચય કરવાથી કેવું નુકશાન થાય છે તે દર્શાવે છે. કવિ કડી ૪૯૩માં સમકિતરૂપી ચીવરને મિથ્યાત્વરૂપી ડાઘ ન લાગે તે માટે ભલામણ કરે છે.