SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ મનુષ્ય ત્રણ પ્રકારની શુદ્ધિ ધારણ કરે છે. તેમાં પ્રથમ મનશુદ્ધિ છે. તેમાં જિનેશ્વર દેવ અને જૈન સિદ્ધાંતને છોડીલોકમાં સર્વ પદાર્થને અસાર માને તે મન શુદ્ધિ છે...૪૫૬. જિનેશ્વર દેવના ચરણોની સેવા કરવાથી જે મનુષ્ય સુખી ન થાય તે અન્ય દેવોની પ્રાર્થના કે ઉપાસના (સેવા) કરવાથી પોતાની દરિદ્રતા કેવી રીતે દૂર કરી શકે ? એવા વચન બોલવાતે વચન શુદ્ધિ જાણવી. આવા શુદ્ધ વચનથી જિનેશ્વર દેવની સેવા કરે છે...૪૫૭. ઘી અને ખાંડ મિશ્રિત ખીર જેવો ઉત્તમ આહાર કરવા છતાં જેનો શારીરિક વિકાસ (દેહપુષ્ટ) થતો નથી તેને લોટની રાબ પીવાથી શું ફાયદો થાય છે?..૪૫૮. છેદન, ભેદન, દહન કે પિલણ થવા છતાં જે મનુષ્ય જિનેશ્વર દેવ સિવાય અન્ય ક્યાંય મસ્તક નમાવે નહિ, તેને કાય શુદ્ધિ કહેવાય...૪૫૯. • વિનયઃ કવિએ કડી ૪૫૩ થી ૪૫પમાં સમકિતના ત્રીજા દ્વારના સંદર્ભમાં વિનયનું સ્વરૂપ દર્શાવ્યું છે. વિનય શબ્દ “વિ' અને “નયે' એમ બે શબ્દ બન્યો છે. વિશેષે રીતે મોક્ષગુણ મા યિતે શેન સ વિના જે ક્રિયાથી આત્મા વિશેષપણે મોક્ષ તરફ ઉન્નતિ કરે છે તે વિનય છે. વિનય એ શ્રમણાચારનો મુખ્ય પાયો છે. મુક્તિનું પ્રથમ ચરણ છે. વિનય એ ધર્મનો મૌલિક ગુણ છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું પ્રથમ અધ્યયન વિનય' છે. તીર્થકરો સ્વયં દેશના આપતી વખતે તીર્થને નમસ્કાર કરી વિનય પ્રદર્શિત કરે છે. વિનય એ દીનતા કે ગુરુની ગુલામી નથી, પરંતુ એક અનુશાસન છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં અવિનીતને શૂવર અને કૂતરીની ઉપમા આપી છે." સડેલા કાનવાળી કૂતરીની જેમ અવિનીત શિષ્ય સર્વત્ર અપમાનિત થાય છે. સૂવર ચોખા અને ઘઉંનો સાત્વિક ખોરાક છોડી વિઝા જેવા તુચ્છ આહારને ગ્રહણ કરે છે તેમ બાલ, અજ્ઞાની, મૂઢ બુદ્ધિવાળો શિષ્ય સદાચારને છોડી દુરાચારમાં રાચે છે. વિનયથી જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. પૂર્વાચાર્યોએ દશપ્રકારનો વિનય દર્શાવ્યો છે. अरिहंतसिद्धचेइअसुए य धम्मे य साहुवग्गेय।" आयरिअउवज्झाएसु य पवयणे दंसणे विणओ (यावि) ।। • અરિહંતનો વિનય : સુરેન્દ્ર અને નરેન્દ્ર વડે વંદનીય અને પૂજનીય એવા વર્તમાન કાળે વિચરી રહેલા સીમંધર આદિ ૨૦ તીર્થકરો તથા સામાન્ય કેવળજ્ઞાનીઓનો વિનય કરવો. • સિદ્ધનો વિનય સંપૂર્ણ કર્મનો ક્ષય કરી સિદ્ધપણું પ્રાપ્ત કરનાર મુક્ત આત્મા; જેને હવે ફરીથી સંસારમાં આવવાનું નથી તેવા સિદ્ધ ભગવંતોનો વિનય કરવો. સિદ્ધના પંદર પ્રકાર છે. ૧) જિન સિદ્ધ, ૨) અજિત સિદ્ધ, ૩) તીર્થ સિદ્ધ, ૪) અતીર્થ સિદ્ધ, ૫) ગૃહસ્થ લિંગ સિદ્ધ, ૬) અચલિંગ સિદ્ધ, ૭) રવલિંગ સિદ્ધ, ૮) સ્ત્રીલિંગ સિદ્ધ, ૯) પુરુષ લિંગ સિદ્ધ, ૧૦) નપુંસક લિંગ સિદ્ધ, ૧૧) પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, ૧૨) સ્વયં સંબુદ્ધ સિદ્ધ, ૧૩) બુદ્ધ બોધિત સિદ્ધ, ૧૪) એક સિદ્ધ, ૧૫) અનેક સિદ્ધાં.” ૧૧દશાવ્યો છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy