________________
૧૯૨
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
સમ્યક્ત્વ છે અણમોલ રતન, કરવું પડશે ખૂબ જતન, પરમાત્મા સાથે જોડતો સેતુ, પહોંચાડે છે નિજ વતન.
ધર્મમાં ક્ષાત્રવટ ખીલવવાનું છે. અપવાદ વિના સેવેલો નાનો નિયમ એ સાત્વિકતા છે. અપવાદ સાથેના મોટાં નિયમો તે કાયરતા છે.
કડી ૪૪૪ થી ૪૪૮માં કવિએ વિવિધ ઉપમાઓ આપી ચારિત્રની શ્રેષ્ઠતા દર્શાવી તેને ન ગુમાવવાનો હિતોપદેશ આપ્યો છે.
સમ્યક્ત્વનું દ્વાર-ત્રીજું અને ચોથું.
ઢાળ ૨૪: (દેશી : પ્રણમી તુહ્ય સીમંધરુજી ) વીનિ કરો નર દસ તણોજી,અરીહંત સીધ સૂસાર; ચઈત ધર્મ શ્રુત તણો વીનિજી, કરતાં પામિ પાર. સોભાગી સમકીત તે જગી સાર, સમકીત વ્યણ્ય નર કો વલીજી ; ન લહિ ભવનો પાર, સોભગી સમ... .આંચલી.
સોભાગી.
...૪૫૩
સોભાગી.
આચાર્ય, શંઘ, સાધનોજી, નોમો મૂનિ ઉવઝાય; સમકીતનો કીજઈ વીનિજી, તો ઘટ નીર્મલ થાય. સોભાગી. ત્રણ્ય સૂધિ નર જે ધરઈજી, પહિલી મનની રે સાર; જિનવરનિં જિન મત વિનાંજી, જગમાં સહૂં (અ) અસાર. સોભાગી વચન સૂધ્ધ જીન સેવતાં જી, જે સુખીઓ નવ્ય થાય;
તે બીજાનિ સેવતાંજી, દરિદ્વપણું ચું જાય ? ખીર ખાંડ ધૃત વાવરિજી, કરતો અમૃત આહાર; કાયા પૃષ્ટિ નથ થઈજી, રાબિં કસ્યો (અ) સકાર. કાયાની | મૂલ્ય કહું હવઈ જી, છેદઈ મારી રે કોય; બાલિ પીલિ જો વલીજી, સીર નવ્ય નામિ સોય. અર્થ હે માનવ ! દશ પ્રકારનો વિનય કરો. અરિહંત અને સિદ્ધશ્રેષ્ઠ છે. ચૈત્ય, ધર્મ અને શ્રુતનો વિનય કરતાં સંસારનો પાર પમાય છે...૪૫૩.
સોભાગી.
...૪૫૯
:
...૪૫૪
...૪૫૫
...૪૫૬
...૪૫૭
...૪૫૮
હે સૌભાગ્યવાન ! સમકિત આ જગતમાં ઉત્તમ છે. સમકિત વિના કોઈપણ મનુષ્ય ભવનો અંત આણી શકે નહિ...૪૫૪,
આચાર્ય, સંઘ, સાધુવર્ગ તથા નવમા ઉપાધ્યાય ભગવંતોનો વિનય કરો તેમજ દશમા દર્શન (સમકિત) નો વિનય કરો. વિનય કરવાથી હ્રદય નિર્મળ બને છે...૪૫૫.