SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮પ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ ...૪૨૨ •.૪૨૫ એણ અવસરિ બિસો કયડી, વઢતાં કંદલ કરતાં રે; નર તારે નજરિ સૂર જોવા રહ્યો એ. ...૪૨૧ વિગર થયો સૂર ત્યાહા જસિં, મૂની જલલાવો સારું રે; નીવાર્રે મઈલ જઈ મૂનીવર તણોએ. આવી ઋષી પાયે નમ્યો, જોડી હાથખમવી રે; બોલાવિરે મૂંઝ ઉપરાધ તૂખ્યોખમો એ. ...૪૨૩ જા પાપી શકી નહી, માહાકપટિ કોદીસી રે; પીસિરે કોવિંદંતકડવુંલવિએ. ...૪૨૪ નંદષેણ કહી કહોખરૂં, મુઝ ઉપરાધ છિ મોટો રે; લોટોરેલેઈનરતન ધોઅતો એ. ધોઈ દેહ નિર્મલકરિ, તવ મૂનિઠંડીલ જાઈરે; નખમાઈરે હાસિગંધિભૂતડાંએ. ...૪ર૬ અર્થઃ નંદિષેણ મુનિ છઠ્ઠ (બે ઉપવાસ)નું પારણું કરવા બેસતા હતા, ત્યારે સાધુના વેષમાં એક દેવ (ઉપાશ્રયમાં) આવ્યા. તેમનામાં બિલકુલ સમભાવ નહતો..૪૧૨. દેવમુનિ ક્રોધિત બની બોલ્યા, “અરે પાપી ! તું ક્યારનો બેઠો બેઠો ખાય છે. (નગર બહાર) ત્યાં રસ્તામાં એક મુનિ પડયા છે, (જે ચાલી પણ નથી શકતા) તું તેમને લેવા દોડતો (ઉભો થતો) પણ નથી?...૪૧૩. નંદિષેણ ! તું તો સેવાભાવીનું મોટું બિરુદ ધરાવે છે, પરંતુ અહીં તો તું ખાવા સિવાય કોઈ કાર્ય કરતો હોય એવું જણાતું નથી...૪૧૪. હે મૂર્ખ !તું હજી અહીંજ બેસી રહ્યો છે, ઉભો થઈને આગળ ચાલતો પણ નથી. હે પાપી !તું પાણીનું પાત્ર પણ હાથમાં લેતો નથી”.૪૧૫. નંદિષેણ મુનિ (વિનમ્રતાથી) કહે છે કે, “હે મુનિ ! મારી ભૂલ થઈ ગઈ. હું હમણાં જ જઈને મુનિવરને અહીં ઉપાશ્રયમાં લાવું છું'...૪૧૬. દેવસાધુ ગુસ્સે થઈ બોલ્યા, “કાંઈ ઉપકરણ લાવ્યો છે? તે મુનિ અતિસારના રોગથી પીડિત છે. તેમનું આખુ શરીર મળથી ખરડાયેલું છે. તું પાણી લઈને ચાલ''. આવું જાણી નંદિષેણ મુનિ(અચેત) પાણી લેવા ગયા...૪૧૭. નંદિ મુનિ જ્યાં જ્યાં નિર્દોષ પાણી વહોરવા જતાં ત્યાં ત્યાં દેવસાધુ (માયાજાળથી) જળને અસૂઝતું કરતા. નંદિષેણ મુનિને ક્યાંયથી નિર્દોષ જળ ન મળ્યું...૪૧૮. નિર્દોષ અને અચેત પાણી ન મળવા છતાં નંદિષેણ મુનિ મનમાં ખિન ન થયા, તેમજ અસૂઝતું પાણી
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy