SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ કવિ 20ષભદાસ કૃત “સમકિતસાર રાસીને આધારે એમ ઉપગાર ઘણાનિ કરયા, કયપલરષિ મૂગતિ સંચરયા; સીશલા ઉપરિતે રહિ, અનંત જ્ઞાન જિનતેહનિ કહિ. ..૩૫૧ અર્થ કપિલ બ્રાહ્મણ ઉત્તમ નર હતો પરંતુ (યુવાન દાસીમાં અનુરક્ત થવાથી) તેને પરસ્ત્રીગમનનું પાપ લાગ્યું. તે દાસી સાથે નિત્ય ભોગ વિલાસમાં જીવન પસાર કરે છે. આ રીતે શાસ્ત્રનો અભ્યાસ કર્યા છતાં (લોક વિરુદ્ધ) નિંદનીય કાર્યથીતે નિવૃત્ત ન થયો. ૩૩૦. શ્રાવસ્તી નગરીમાં એકવાર જન મહોત્સવ (શ્રાવણવદનો એક દિવસ) હતો. ત્યારે દાસીએ પ્રેમથી કપિલને કહ્યું કે, “હે સ્વામીનાથ ! જો તમને મારા પર પ્રેમ હોય તો મને બે માસા સોનામહોર લાવી આપો'...૩૩૧. કપિલ બ્રાહ્મણ સ્ત્રીની વાત સાંભળી કહે છે, “કોઈનો ઘાત કરીને હું સુવર્ણમુદ્રા કેવી રીતે મેળવી શકું?"દાસીએ કહ્યું કે, “સ્ત્રી માટે રાજા રાવણ પણ મરાયો હતો (સીતાને મેળવવા રાવણે રામ સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં રાવણનું મૃત્યુ થયું.) ...૩૩૨. વળી સ્ત્રીને મેળવવા (લંકામાંથી પાછી લાવવા) રામે પાણીમાં પુલ બંધાવ્યો, પાર્વતી માટે શંકર અહંકાર મૂકી નાચ્યા હતા. તો શું તમે પત્નીનું એક કાર્ય પણ ન કરી શકો?'...૩૩૩. આ નગરીનો વેપારી (સૌ પ્રથમ આવનાર યાચકને) દાન આપે છે. હે પ્રિય ! તમે પ્રાત:કાળે વહેલા ઉઠી ત્યાં જાઓ. તે બે માસા સુવર્ણ મહોર આપે છે. તેનાથી મારું સર્વકાર્ય પૂર્ણ થશે...૩૩૪. (પત્નીની વાત સાંભળી) કપિલ મનમાં શંકા કરવા લાગ્યો કે મારાથી પત્નીની ઈચ્છા કોઈ રીતે પૂર્ણ થઈ શકે એમ નથી. માટે હું વેપારીના દ્વારે(પહેલ વહેલો) યાચક બની જાઉં, ત્યાંથી સુવર્ણમુદ્રા લાવી પત્નીની અભિલાષા પૂર્ણ કરું...૩૩૫. પ્રાતઃ કાળે વહેલા ઊઠી શેઠ પાસે પહોંચવાનો સંકલ્પ કરી કપિલ સૂઈ ગયો. વહેલા ઉઠવાના ફફળાટમાં અડધી રાત્રિએ તે અચાનક ઉઠ્યો; ઝડપથી શેઠના ઘર તરફ દોડ્યો. રસ્તે ચાલતાં સૈનિકોએ તેને ચોર સમજી પકડ્યો અને બાંધી દીધો. ૩૩૬. કપિલને પ્રાત:કાળે (સવારે) રાજ્ય સભામાં નગરજનો સમક્ષ લાવવામાં આવ્યો. પ્રસેનજીત રાજાએ રાત્રિના સમયે દોડતા જવાનું કારણ પૂછ્યું. કપિલે પોતાનો સર્વવૃત્તાંત જેમ હતો તેમ સત્ય જણાવ્યો...૩૩૭. રાજા કપિલની સચ્ચાઈ અને સરળતાથી પ્રભાવિત થયા. આ ચોર ન હોય એવું સમજી રાજાને કપિલ પર દયા આવી. રાજાએ કપિલને કહ્યું, “હે વિપ્ર !તારી જે ઈચ્છા હોય તે માંગ.” કપિલે કહ્યું કે, “હું વિચાર કરીને પછી માંગીશ'..૩૩૮. કપિલ વિચારવા લાગ્યો જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ લાભથી તેની લોભ સંજ્ઞા વધતી ગઈ. અહીં (રાજા પાસે) બે માસા સુવર્ણ શું માંગું? અહીંતો દસ-વીસ માસા સુવર્ણ માંગું...૩૩૯. અરે! વિસ માસાથી મારું શું થશે ? મારે તો સો અથવા બસો માસા માંગવી જોઈએ. બસો માસાનો વિચાર પણ યોગ્ય નથી, મારે તો બે-ચાર હજાર સુવર્ણમુદ્રા માંગવી જોઈએ..૩૪૦. ચાર હજાર માસા પણ મારી જીંદગી પર્યત મને પૂર્ણ નહીં થાય. હું લાખ માસા માંગીશ તો રાજાને શું
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy