SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે આભિનિવેશિક મિથ્યાત્વ સમ્યગ્દષ્ટિ આત્માને, જેણે સમ્યક્ત્વનું વમન કર્યું છે તેને હોય છે. (૪) સાંશયિક મિથ્યાત્વ ઃ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના વચનો પ્રતિ શંકાશીલ રહેવું તે સાંશયિક મિથ્યાત્વ છે. અર્હત્ ભગવાન સર્વજ્ઞ અને વીતરાગી છે, તેથી તેમનું વચન મિથ્યા હોય જ નહીં. જ્યાં અજ્ઞાન અને રાગદ્વેષ હોય ત્યાં જ વચનો મિથ્યા હોઇ શકે. અરિહંત પ્રભુમાં આ બંને દોષ ન હોવાથી તેઓ સત્યવક્તા છે . જ્યાં શંકા હોય ત્યાં આત્માનું અધઃપતન થાય છે. વીતરાગ પ્રભુ પ્રરૂપિત કોઇ ગહન તત્ત્વના વિષયમાં સમજ ન પડે ત્યારે સાધકે વિચારવું કે, વીતરાગ પ્રભુનું જ્ઞાન સમુદ્ર જેવું અગાધ અને ગહન છે. છદ્મસ્થની બુદ્ધિમાં પૂર્ણ રીતે ન આવી શકે. જેમ સમુદ્રનું બધું જ પાણી લોટા અથવા ઘડામાં સમાઇ ન શકે, તેવી રીતે અનંત જ્ઞાનીના વચનોને છદ્મસ્થ પોતાની બુદ્ધિમાં સમાવી ન શકે; એવું સમજી સંશયથી દૂર રહેવું. તત્ત્વજ્ઞાનના સંબંધમાં જિજ્ઞાસાની શાંતિ માટે સંશય કે શંકા કરવી અનુચિત નથી, તે શંકાને ચિરકાળ સુધી સ્થિર ન રાખી વિશિષ્ટ જ્ઞાનીઓ દ્વારા શંકાનું નિરાકરણ કરવું જોઇએ. યથોચિત સમાધાન ન મળતાં તત્ત્વ વત્નીમ્ય જાણી શંકાથી નિવૃત્ત થવું ઉચિત છે. ગણધર ગૌત્તમસ્વામીએ જિજ્ઞાસાવશ તેમજ અન્ય જીવોના ઉપકાર માટે શંકા પ્રસ્તુત કરી. તેનું સમાધાન પ્રભુ મહાવીરના શ્રી મુખેથી મેળવી શંકારહિત બન્યા. પોતાની અક્કલ હોંશિયારી અને સમજશક્તિની ખુમારીમાં ચડેલો ગોશાલક મિથ્યાત્વી બન્યો. સંશયથી જિજ્ઞાસા થાય, જિજ્ઞાસાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શ્રી ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે કે, સાધુ પણ શંકા-કાંક્ષા મોહનીય કર્મનું વેદન કરે છે. તેઓ શંકાનું નિવારણ વિશિષ્ટ જ્ઞાનીઓ દ્વારા કરવાના ઇચ્છુક હોય તો તેમને મિથ્યાત્વનો દોષ લાગતો નથી. જો શંકાનું નિરાકરણ ન કરે તો સાંશયિક મિથ્યાત્વ કહેવાય. આ મિથ્યાત્વ અભવ્ય જીવને ન હોય કારણકે તેમને મોક્ષ વિશે શંકા થાય જ નહીં. ૫) અનાભોગ મિથ્યાત્વ : અનાભોગ એટલે અજ્ઞાન-અબોધ. વિકલતાના કારણે વિચારશક્તિ અને વિવેકનો અભાવ હોવાથી તત્ત્વ પ્રતિ અશ્રદ્ધાન તે અનાભોગ મિથ્યાત્વ છે. એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય તથા ક્યારેક સંજ્ઞી પંચેન્દ્રિયમાં અબોધ અને અવિવેક જોવા મળે છે. આ અવસ્થામાં જ્ઞાનાવરણીય આદિ કર્મોની પ્રચુરતા વધુ હોય છે ; જેથી જીવની વિચાર શક્તિ કુંઠિત બને છે. તેવા જીવમાં તત્ત્વ શ્રદ્ધાન હોતી નથી. આ પાંચ મિથ્યાત્વમાંથી આભિગ્રહિક અને આભિનિવેશિક એ બે મિથ્યા-વિપરીત આગ્રહ રૂપ ? હોવાથી સંસાર પરિભ્રમણનું કારણ છે. તે વધુ ભયંકર છે જ્યારે બાકીનાં ત્રણ પોતાની કે ગુરુની અજ્ઞાનતાના કારણે થતાં હોવાથી ક્રૂર કર્મોની પરંપરા ચાલતી નથી. ભવ્ય અને અભવ્ય જીવોને અનાભોગ મિથ્યાત્વ સંભવે છે. મિથ્યાત્વરૂપ બધા દોષોમાં દુરાગ્રહ એ મોટો દોષ છે. સંશય કે અનધ્યવસાય (સુપ્ત માણસની જેમ સમજણનો અભાવ) માં દુરાગ્રહ નથી. વિપરીત અભિનિવેશ આ લોક અને પરલોકમાં અનર્થકારક છે. આ ઉપરાંત મિથ્યાત્વના દસ ભેદ શ્રી સ્થાનાંગ સૂત્રમાં દર્શાવેલ છે. ૧૩૩ • અધર્મને ધર્મ માનવો :હિંસા આદિ અધર્મને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. જે ધર્મમાં પ્રાણીવધ આદિ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy