SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ ગીત હોય અર્થ: (૧) આભિગ્રહિક મિથ્યાત્વ (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ (૩) આભિનિવેશિક મિથ્યાત્વ (૪) સાંશયિક મિથ્યાત્વ(૫) અનાભોગિક મિથ્યાત્વ (૧) આભિગ્રહિક મિથ્યાત્વ : પોતાની માન્યતાને મિથ્યા કદાગ્રહથી કટ્ટરતાપૂર્વક પકડી રાખવી તે આભિગ્રહિક મિથ્યાત્વ છે. તેનાથી તીવ્ર કર્મ બંધાય છે. સર્વ મિથ્યાત્વમાં આ મિથ્યાત્વ પ્રધાન છે. બીજા મિથ્યાત્વમાં તીવ્ર સંક્લેશ અને તીવ્ર કદાગ્રહ ન હોવાથી કર્મનો અનુબંધ તીવ્ર ન પડે. કદાગ્રહી વ્યક્તિ મારું છે તે જ સાચું છે એવું માને, તેથી સત્ય કે અસત્યની કસોટી કરે જ નહિ. તે વિચાર પૂર્વક, કસોટીપૂર્વક કોઈ વસ્તુને સમજી ગ્રહણ કરવાની તૈયાર ન હોવાથી સત્યથી અજાણ રહે છે. એકાંતવાદી સર્વ માન્યતાઓનો સમાવેશ આ મિથ્યાત્વમાં થાય છે.આ મિથ્યાત્વ વિકલ્પોથી છ પ્રકારનું છે. ૧) આત્મા નથી ૨) આત્મા અનિત્ય છે. ૩) આત્માકર્તા નથી ૪) આત્મા ભોક્તા નથી ૫) મોક્ષ એ કલ્પના માત્ર છે. ૬) મોક્ષનો ઉપાય નથી. આભિગ્રહિક મિથ્યાત્વ ભવ્ય અને અભિવ્ય જીવને હોય છે. (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વઃ જે કર્મના ઉદયથી તત્વ પ્રતિ ન તો રુચિ હોય કે ન અતત્વ પ્રતિ અરુચિ હોય. આવી વિવેક રહિત અવસ્થા તે અનાભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. ગોળ અને ખોળને એક સમાન માનનાર વ્યક્તિ જેવી વિવેક શૂન્યતા હોવાથી બધા દેવ-ગુરુ અને ધર્મને સમાન માને. સમભાવ વિવેકથી આવે છે. અવિવેકપૂર્વકનો સમભાવ ફક્ત મૂઢતા-અજ્ઞાન છે. અનાભિગ્રહિક મિથ્યાત્વનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનના કારણે તત્તાતત્ત્વનો વિવેક નથી. વિવેક વિના ક્રિયાઓમાં સમ્યકત્વ ન આવે. સમકિતદષ્ટિ જીવમાં પણ આગ્રહ હોય, છતાં બુદ્ધિ સાચું સમજવાની હોવાથીદુરાગ્રહીન હોય. માષતુષ મુનિને તત્ત્વનું જ્ઞાન ન હતું, પરંતુ તેઓ પરીક્ષક અને વિવેચક ગુરુજનોના નિર્દેશ અનુસાર કાર્ય કરતા હતા, તેઓ નિષ્ઠાપૂર્વક તેમની આજ્ઞા સ્વીકારતા હતા, ઉલ્લાસપૂર્વક તેનું આચરણ કરતા હતા. સમ્યગુદષ્ટિ ગુરુદ્વારા નિયંત્રિત હોવાથી તેમનામાં મિથ્યાત્વ હોવાની આશંકા નથી. સુદેવ, સુગુરુ અને સુધર્મમાં આસ્થા રાખવાથી આ મિથ્યાત્વથી બચી શકાય. આમિથ્યાત્વ ફક્ત ભવ્ય જીવોને જ હોય છે. (૩) આભિનિવેશિક મિથ્યાત્વ : સત્ય તત્વને જાણવા છતાં દુરાગ્રહને કારણે પોતાની પકડેલી મિથ્યા માન્યતાને છોડે નહીં, તેમજ જિનેન્દ્ર દેવ દ્વારા પ્રરૂપિત સતુશાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરવી, પોતાની મિથ્યા માન્યતા સિદ્ધ કરવા કુતર્ક અને કુયુક્તિઓનો આશ્રય લેવો તે અભિનિવેશિક મિથ્યાત્વ છે. નિહનવોને આભિનિવેશિક મિથ્યાત્વ હોય છે. આવા વ્યક્તિઓ રવયં દુરાગ્રહી હોવાથી અન્ય જીવોને પણ મિથ્યાત્વતરફ લઈ જાય છે. તેમને ભવિષ્યમાં બોધિબીજ (સમ્યગદર્શન) પ્રાપ્ત થવું દુર્લભ બને છે. આચાર્ય જિનભદ્ર અને આચાર્ય સિદ્ધસેન વચ્ચે શાસ્ત્રીય અર્થના વિષયમાં મતભેદ થયો, પરંતુ તે આભિનિવેશિક મિથ્યાત્વ ન હતો. બંને આચાર્ય વીતરાગ પ્રરૂપિત શાસ્ત્ર પ્રતિ પૂર્ણ નિષ્ઠાવાન હતા. તેમણે બંનેએ શાસ્ત્રનો આધાર લઇ પોતાનું મંતવ્ય રજુ કર્યું હતું, જ્યારે ગોષ્ઠામાહિલ આદિ આભિનિવેશિક મિથ્યાત્વથી યુક્ત હોવાથી પોતાના મત અનુસાર શાસ્ત્રીય અર્થને તોડતા-મરોડતા હતા. તેઓ શાસ્ત્રીય અર્થની અવહેલના કરતા હતા.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy