________________
૧૧૭
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
તત્ત્વાર્થ સૂત્રમાં કહે છે - લલિ - નિતિ - ઘનુષા - પરિષદના - રાત્રિ ૬-૨ અર્થ ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્રથી સંવર થાય છે. શ્રમણાચાર એ સંવર અને નિર્જરાનું કારણ છે. કવિએ આત્મશુદ્ધિના હાર્દને સમજાવવા પંચાચારનું વિશદ વર્ણન કર્યું છે. પંચાચારનું સમ્યફ પાલન કરનાર સાધક ભાવ સાધુતાની દિશામાં સોપાન ચડે છે. • પડાવશ્યકની કરણીથી પંચાચારની શુદ્ધિ થાય છે. (૧) સામાયિક આવશ્યકથી જ્ઞાનાચારની શુદ્ધિ થાય છે. સામાયિકમાં પાંચ પ્રકારનો સ્વાધ્યાય થાય છે. (૨) ચોવિસંથો અને વંદન આવશ્યકથી દર્શનાચારની શુદ્ધિ થાય છે કારણકે તેમાં જિનેશ્વર દેવ પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ છે. (૩) પ્રતિક્રમણથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. (૪) કાઉસગ્ગ અને પ્રત્યાખ્યાનથી તપાચારની શુદ્ધિ થાય છે. (૫) ઉપરોક્ત છ આવશ્યકમાં યથાશક્તિ વિધિ અને નિષેધપૂર્વકની પ્રવૃત્તિ કરતાં વિચારની શુદ્ધિ થાય છે. • સાધુ સત્યાવીસ (૨૭) ગુણોથી યુક્ત છે." (૧-૫) પંચાચારનું પાલન કરે, (૬-૧૦) પાંચ ઈન્દ્રિય વિજય, (૧૧-૧૪) ચાર પ્રકારના કષાયથી નિવર્તે, (૧૫-૧૬-૧૭) ત્રિયોગની સમાધારણતા, (૧૮) ભાવ સત્ય-પરિણામોની નિર્મળતા, (૧૯) કરણ સત્ય-કરણ સિત્તરીના ૭૦ બોલનું (ઉપર દર્શાવેલ છે) પાલન અને જિનાજ્ઞાનું આચરણ કરે, (૨૦) જોગ સત્ય-મન, વચન અને કાયાના યોગની સત્યતા (સરળતા) રાખે, (ર૧) જ્ઞાન સંપન્નતા, (રર) દર્શન સંપન્નતા, (૨૩) ચારિત્ર સંપન્નતા, (૨૪) ખેતી, (૨૫) સંવેગવાન, (૨૬) ઉપસર્ગ પરિષહ સહન કરે, (૨૭) મારણાંતિક કષ્ટ સહન કરે, સમાધિમરણ પ્રાપ્ત કરે. • દિગંબર સંપ્રદાયમાં શ્રમણના ર૮ ગુણો દર્શાવેલ છે. (૧-૫) પાંચ મહાવ્રત (૬-૧૦) પાંચ સમિતિ (૧૧૧૫) પાંચ ઈન્દ્રિયોના વિષયોથી નિવર્તવું (૧૬-૨૧) છ આવશ્યક – સમતા, સ્તુતિ, વંદના, પ્રતિક્રમણ, આલોચના (અથવા સ્વાધ્યાય), પ્રત્યાખ્યાન (રર-૨૮) અન્ય ગુણ - કેશલોચન, અચેલ, અસ્નાન, ભૂમિશયન, અદંતધોવન, ઊભા ઊભા ભોજન, દિવસમાં એકવાર અલ્પ આહાર.
કવિએ કડી-ર૦૪ માં ચારિત્રને ખાંડાધારની ઉપમા આપી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં મૃગાપુત્રને તેના માતા-પિતા ૨૪ થી ૪૩ એમ અઢાર ગાથાઓમાં સંયમની દુષ્કરતા સમજાવે છે. શ્રમણ ધર્મમાં કેશલોચ,ઘોર બ્રહમચર્યનું પાલન,પગે વિહાર, માધુકરી ભિક્ષા ઇત્યાદિ મહાસત્ત્વશાળી આત્માઓ માટે પણ દુષ્કર છે. મુનિ સત્તરભેદે સંયમ પાળે છે.
___ संयमनं, सम्यगुपरमणं सावधयोगादिति संयमः। અર્થ સર્વઆશ્રવના કારણોથી નિવૃત્ત થવું, તે સંયમ છે. આત્મભાવમાં સ્થિર થવું, તે સંયમ છે. • સંયમના સત્તર ભેદઃ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને વિકલેજિયનો સંયમ, અજીવકાય સંયમ (મૂલ્યવાન વસ્ત્ર, પાત્ર ન લેવા તેમજ મર્યાદિત ગ્રહણ કરવા), પ્રેક્ષા સંયમ (પ્રતિલેખન), ઉપેક્ષા સંયમ (માધ્યસ્થભાવ), પરિઝાપન સંયમ, પ્રમાર્જન (વસ્ત્ર, પાત્ર પૂજવા) સંયમ, મન