SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ કવિ રાષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે • સાધુની બાર પડિમા": પડિમા' એટલે વિશિષ્ટ પ્રકારનો અભિગ્રહ. કર્મોની વિશેષ નિર્જરા માટે સ્વીકારવામાં આવતા કઠીન અનુષ્ઠાનોને શાસ્ત્રીય ભાષામાં પડિયા કહેવાય છે. ભિક્ષુની બાર પડિમાઓ છે. બાર પડિકાઓની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરીને યથાશક્તિ આચરણ કરનાર સંસારનો ક્ષય કરે છે. સાધુ અને શ્રાવકની પડિકાઓનું વિસ્તૃત વર્ણન, શ્રી દશાશ્રુતસ્કંધસૂત્રમાં તથા સંક્ષેપ વર્ણન શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં જોવા મળે છે. પ્રથમ ત્રણ સંહનન (વજ8ષભનારી સંતનન, ઋષભનાર સંહનન, નાચ સંહનન)ના ધારક, ૨૦ વર્ષની પર્યાયવાળા અને ર૯ વર્ષની ઉંમરવાળા તથા જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચારવન્યુ પર્યત જ્ઞાનના ધારક સાધુ, ગુરુની આજ્ઞાપૂર્વક પડિકાઓનું વહન કરી શકે છે. વર્તમાન કાળે પૂર્વનું જ્ઞાન વિચ્છેદ જવાથી આ ભિક્ષુ પ્રતિમાઓનું આરાધન સંભવિત નથી. • પ્રતિલેખનના પ્રતિલેખન એટલે નિરીક્ષણ કરવું. પ્રતિલેખના ૨૫ પ્રકારની છે. સાધુ જીવદયાના લક્ષે પ્રતિલેખના કહે છે. સાધુ દિવસમાં ત્રણ વખત પ્રતિલેખના કરે છે. (૧) પ્રભાતે (પ્રતિક્રમણ કર્યા પછી) (૨) બપોરે (ત્રીજા પ્રહરના અંતે) (૩) સૂર્યોદયથી પોણો પ્રહર વિત્યા પછી. - સાધુ પડિલેહણા દશ ઉપકરણોની કરે છે. (૧) મુહપત્તિ (૨) ચોલપટ્ટો (૩-૪-૫) ઉનનું એક અને બે સુતરાઉ કપડા (૬-૭) એક સુતરાઉ અંદરનું અને ગરમ બહારનું આસન એમ બે ઘાના નિશથીયા (૮) રજોહરણ (૯) સંથારો (૧૦) ઉત્તરપટ્ટો વસ્ત્રના ત્રણ વિભાગ કરી પ્રત્યેક વિભાગની ઉપર, નીચે અને મધ્યમાં એક એમ ત્રણ જગ્યાએ દષ્ટિથી જુએ. ૩*૩=૯ ભેદ થયા. એજ પ્રમાણે વસ્ત્રની બીજી બાજુ જુએ તો ભેદ, એમ કુલ ૧૮ ભેદ થયા. તેમાં પણ જીવને શંકા પડે તો આગળના ૩ અને પાછળના ૩ એમ ૬ વિભાગની ગુચ્છાથી પ્રમાર્જના કરે. એમ ૧૮ અને ૬ બરાબર ૨૪ પ્રકાર થયા. શુદ્ધ ઉપયોગપૂર્વક પ્રતિલેખના કરવી એ પચ્ચીસમો પ્રકાર છે. પડિલેહણા એ સામાન્ય અનુષ્ઠાન નથી. એમાં ચિંતવવાના પચીસ બોલ એ આત્મશુદ્ધિનું પરમ કારણ છે. પડિલેહણા એ જીવરક્ષા, જિનાજ્ઞાનું પાલન તથા મનને નિયંત્રણ કરવાનું અમોઘ શસ્ત્ર છે. • અભિગ્રહઃ અભિગ્રહ એ એક પ્રકારનો વિશેષ નિયમ છે. તેના ચાર પ્રકાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમ ચાર પ્રકારે અભિગ્રહ છે. છવસ્થ અવસ્થામાં ભગવાન મહાવીરે ૧૩ બોલનો અભિગ્રહ ધારણ કર્યો હતો. (૧) દ્રવ્યથી - અડદના બાકડા સૂપડાના ખૂણામાં હોય. (૨) ક્ષેત્રથી દાન આપનારી સ્ત્રી ઘરના દરવાજામાં બેઠી હોય, દરવાજાની અંદર એક પગ હોય અને એક પગ બહાર હોય. (૩) કાળથી દિવસનો ત્રીજો પહોર હોય. (૪) ભાવથી દાન આપનાર રાજકુંવરીં હોય, તેના પગમાં બેડી હોય, હાથમાં હાથકડી હોય, માથું મુંડાવેલ હોય, કચ્છોટો વાળેલો હોય, આંખમાં આંસુ" હોય, અઠ્ઠમ તપની તપશ્ચર્યા હોય અને તે મને આહાર આપે તો મારે લેવો. આ ચાર પ્રકારનો અભિગ્રહ ઉપાધ્યાયે ધારણ કરે છે. અભિગ્રહથી આત્મવિશુદ્ધિ થાય છે. ૪ પિંડવિશુદ્ધિ, પસમિતિ, ૧ર ભાવના, ૧ર પડિમા, ૫ઇન્દ્રિયનિગ્રહ, ર૫ પડિલેહણા, ૩ ગુપ્તિ, ૪ અભિગ્રહ સર્વ મળી કરણસિત્તરીના ૭૦ બોલ થાય. જે નિત્ય કરાયતે ચરણ અને વિશેષ પ્રયોજનથી કરાય તે કરણ છે. જેમકે વ્રત વગેરેનું નિત્ય પાલન કરાય છે પરંતુ પિંડવિશુદ્ધિ વગેરે પ્રયોજન હોય ત્યારે જ કરાય છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy