SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે જગતમાં આવા ચાર કષાયો છે. તેને મુનિવર જીતે છે. તેઓ મન, વચન, કાયાના યોગ સ્થિર કરે છે તેમજ સત્તર ભેદે સંયમ પાળે છે ...૨૧ર મુનિ ભગવંત વિશુદ્ધ સંયમનું પાલન કરે છે, તેથી તે સર્વજ્ઞનો પુત્ર કહેવાય છે. તે છત્રીસ છત્રીસી ગુણોથી યુક્ત હોય છે ...૨૧૩ ઉપરોક્ત લક્ષણોવાળા સદ્ગુરુની શ્રદ્ધા કરો. એ બીજું ગુરુતત્ત્વ છે. હવે પ્રભુ મહાવીરે દર્શાવેલ ધર્મને આદરો...૨૧૪ કવિ આ ચોપાઈમાં શ્રમણત્વનું સ્વરૂપદર્શાવે છે. સર્વવિરતિ ધર્મમાં બે પ્રકારે પ્રત્યાખ્યાન કરાય છે. ૧) મૂળગુણ પ્રત્યાખ્યાન ૨) ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. અહિંસા આદિ પાંચ મહાવ્રત અને રાત્રિભોજનનો સર્વથા ત્યાગ તે મૂળગુણ પ્રત્યાખ્યાન છે. • ઉત્તરગુણ પ્રત્યાખ્યાન: ઉત્તરગુણ પ્રત્યાખ્યાનનાદશ ભેદ છે. (૧) અનાગત-ભવિષ્યમાં આવનારી વિપત્તિ જોઇ ભવિષ્યમાં જે પ્રત્યાખ્યાન કરવાના હોય તેને પહેલાં કરી લે. (૨) અતિક્રાંત - ભૂતકાળમાં જે પ્રત્યાખ્યાન કરવાના હતા તે સેવા આદિ કોઇ કારણે થઇ શક્યા ન હોય તો તેને પછી કરવા. (૩) કોટિસહિત - એક પ્રત્યાખ્યાનની સમાપ્તિ અને બીજા પ્રત્યાખ્યાનનો પ્રારંભ એક જ દિવસે થવો. (૪) નિયંત્રિત - જે દિવસે જે પ્રત્યાખ્યાન કર્યા હોય તેને રોગાદિ બાધા આવે છતાં નિયંત્રિત દિવસે જ પૂર્ણ કરવા. (૫) સાગાર - આચાર-છૂટ સહિતના પ્રત્યાખ્યાન. (૬) અનાગાર – આગાર રહિતના પ્રત્યાખ્યાન. (૭) પરિમાણ - દ્રવ્ય આદિની મર્યાદા. (૮) નિરવશેષ – ચારે પ્રકારના આહારના મર્યાદિત સમય માટે સર્વથા પચ્ચકખાણ. (૯) સંકેત - મુઠ્ઠી, અંગૂઠી, નવકારમંત્ર આદિ કોઈ પણ સંકેતપૂર્વકના પ્રત્યાખ્યાન. (૧૦) અદ્ધા પ્રત્યાખ્યાન - પોરસી, બે પોરસી વગેરે સમયની નિશ્ચિતતા સહિતના પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનના સ્વીકારથી મૂળગુણ અને ઉત્તરગુણમાં સ્થિરતા આવે છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં પ્રત્યાખ્યાનને “ગુણધારણા' કહેવાય છે. કવિ ઋષભદાસ ચોપાઈ-૬માં કડી ૧૯૮ થી ૨૦૧ માં કરણસિત્તરીના ૭૦ બોલ દર્શાવે છે. पिंडविसोही समिई भावण पडिमा य इंदियनिरोहो । पडिलेहण गुत्तीओ अभिग्गहा चेव करणं तु ।। ५६२।। અર્થ : પિંડેવિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઇન્દ્રિય નિરોધ, પ્રતિલેખન, ગુપ્તિ, અભિગ્રહ એ કરણસિત્તરી છે. • પિંડવિશુદ્ધિ : ઘણા સજાતીય-વિજાતીય કઠિન દ્રવ્યોને ભેગા કરવા, તે પિંડ છે. અનેક આધાકર્મ વગેરે દોષોના ત્યાગપૂર્વક તે પિંડની શુદ્ધિ તે પિંડવિશુદ્ધિ કહેવાય. તેના આધાકર્મી વગેરે બેતાલીસ દોષ હોવા છતાં પણ પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર રૂપ ચાર વસ્તુ માટે હોવાથી તેના ચાર ભેદ ગણાય છે. • બાર ભાવના “ વૈરાગ્ય અને આત્મહિતૈષી વિષયોની સુદઢતા માટે બાર ભાવનાઓનું ચિંતન જરૂરી છે. (૧) શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ સ્વભાવ અવિનાશી છે એમ ચિંતવવું તે અનિત્ય ભાવના છે. ભરતચક્રવર્તીએ અરીસા ભવનમાં અનિત્ય ભાવના ભાવી હતી.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy