________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ આ મૂળગુણોના પાલનહાર હોય છે ...૧૯૮
મુનિ ચાર પ્રકારના પિંડ દોષનો ત્યાગ કરે છે. તેઓ નિર્દોષ આહાર, પાણી, વસ્ત્ર અને પાત્ર ગ્રહણ કરે છે. તેઓ દોષરહિત નિર્મળતાપૂર્વક સંયમનું પાલન કરે છે ...૧૯૯
મુનિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પૂર્વે કહી તે તથા બાર પ્રકારની ભાવના ભાવે છે. તેઓ બાર પ્રકારની પડિમા ધારણ કરે છે. તેઓ પાંચ ઇન્દ્રિયનું નિયંત્રણ કરે છે...૨૦૦
મુનિ પચ્ચીસ પ્રકારની પ્રતિલેખના કરે છે, તેમજ ચાર અભિગ્રહને નિત્ય ધારણ કરે છે. તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઉત્તરગુણોનું પાલન કરે છે .૨૦૧
આવા સાધક તપસ્વી મુનિની ગુરુ વયં પ્રશંસા કરે છે. તે સાધક બાવીસ પરિષહ સહન કરે છે અને આધાકર્મી આદિ દોષ રહિત આહાર ઇચ્છે છે...૨૦૨
(તે મુનિ)સત્યાવીસ ગુણોના ધારક છે, પરનિંદાના ત્યાગી છે. તેઓ કારણ વિના દાંત ખોતરવાની સળી પણ રાખતા નથી. પાપથી સદા નિવર્તે છે ...૨૦૩
મુનિ ખાંડાની ધારે ચારિત્રનું પાલન કરે છે. તેઓ સત્તરભેદે સંયમ પાળે છે અને પાંચ આશ્રવથી નિવર્તે છે. વ્યવહારથી તેને જ સંયમી કહેવાય છે....૨૦૪
મુનિ જીવહિંસા, અસત્યવચન, ચોરી, મૈથુન અને પરિગ્રહનો ત્યાગ કરે છે તેમજ પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ કરે છે..૨૦૫
મુનિ ચાર કષાયનો ત્યાગ કરે છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયો જગતમાં મોટા ચોર સમાન છે. ચાર ગતિમાં તેઓ પરિભ્રમણ કરે છે...૨૦૬
જેમ તાપથી ભીનાશ શોષાઈ જતાં (ધરતીમાં) તિરાડ પડે છે. તેમ ક્રોધથી પ્રીતિ(સ્નેહ)માં ક્ષણવારમાં તિરાડ પડે છે. ક્રોધી વ્યક્તિ સ્વયં તપે છે, અન્યને પણ તપાવે છે. લાંબા સમયનું ઉપાર્જન કરેલું પુણ્ય ક્ષણવારમાં નષ્ટ થાય છે...૨૦૭
ક્રોધી વ્યક્તિ પ્રીતિ ગુણનો નાશ કરે છે. તે અસત્ય બોલે છે. તે સ્વયં દુઃખી થાય છે. તેથી હે માનવો! તમે વિચારો કે એક ક્રોધ કષાયના અવગુણ ઘણા છે ..૨૦૮
સિંહના દર્શન માત્રથી વનમાં એક પણ હાથી ઉભો રહેતો નથી, તેમ માનના આવવાથી વિનય અને વિવેક ચાલ્યા જાય છે. માન કષાયવાળો વ્યક્તિ વર્તમાન ભવ તેમજ આગામી ભવ ખોઇ બેસે છે. અભિમાની વ્યક્તિ શાસ્ત્રના રહસ્યને સમજી શકતો નથી...૨૦૯
માયાની વળગણ મિત્રતા ગુણનો નાશ કરે છે. પાપ કર્મ મોટું (ગાઢ) બંધાય છે. માયા કરતાં પૂર્વે હૃદયમાં વિચાર કરો. માયા કરવાથી(સ્ત્રીલિંગ નામકર્મ બાંધવાને કારણે) મલ્લિનાથ ભગવાન સ્ત્રીરૂપ તીર્થકર થયા...૨૧૦
લોભીના સર્વ સગુણોનો નાશ થાય છે. યમરાજ જેમ સર્વ જીવોને મોતનો કોળિયો બનાવે છે તેમ લોભી મનુષ્ય ક્ષણે ક્ષણે પાપ કર્મ બાંધી અને પુણ્ય ખતમ કરે છે ...૨૧૧