________________
૧૧૧
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
વીર્ય ત્રાજવાની તુલા જેવું છે. જો જીવ વિવેકી બને તો ચારિત્ર રાજાનો વિજય થાય છે.
अपाखलु समय रक्खिअबो,सबिंदिएहिं सुसमाहिएहिं ।
__अरक्खिओ जाइपहं उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चइ ।। અર્થ : પાંચ ઈન્દ્રિય અને મનનું નિયંત્રણ કરી પોતાના આત્માને, આત્મભાવમાં સ્થિર કરી, પોતે જ પોતાના આત્માનું રક્ષણ કરી શકે છે તે સર્વથા દુઃખથી મુક્ત બને છે.
જયંતી શ્રાવિકાએ ભગવાન મહાવીરને કેટલાક પ્રશ્નો પૂછયા. જયંતી શ્રાવિકા પ્રશ્નોના ઉત્તર પ્રભુના મુખેથી સાંભળી હર્ષિત અને સંતુષ્ટ બન્યા. તેમણે પ્રવજ્યા ગ્રહણ કરી. આર્યા ચંદનાના સાનિધ્યમાં ઉત્કૃષ્ટ ભાવે સમિતિ અને ગુખિતેમજ તપનું આરાધન કરી, તે જ ભવે મુક્ત દશા પામ્યા.
શંખ શ્રાવકે ચારે આહારનો ત્યાગ કરી પરિપૂર્ણ પૌષધવતની આરાધના કરી. તેમણે પૌષધવતમાં આત્મચિંતનરૂપ ધર્મજાગરણ-અનુપ્રેક્ષા કરી. દઢ શ્રદ્ધાવાન, નવતત્વના જાણનારા શંખ શ્રાવક ધર્મમાં શક્તિ ફોરવી પરિત સંસારી* બન્યા.
- દુર્ગતિમાં લઇ જનાર અસદાચાર અથવા પ્રમાદ છે. સદાચારથી પ્રાપ્ત થયેલ આત્મવીર્ય તે જ સાચું બળ છે.
-દુહા : ૧૧સંયમ રમણીચું રમિ, ગુણ છત્રીસિ એહ, જગનિ તારિનિ તરે, સંયમધારી તેહ
..૧૯૭ અર્થ : મુનિ સંયમરૂપી રમણીમાં આનંદિત રહેનારા, છત્રીસ ગુણોથી યુક્ત, સ્વ અને પરને તારી કલ્યાણ કરનારા, સંયમધારી હોય છે ...૧૯૭
શ્રમણત્વ
ચોપાઈ – ૬ ચારિત્ર ભેદ કહું વળી દોય, મુલગુણને ઉત્તરગુણ જોય; પાંચ વરત રાતિ નહી આહાર, કુલ ગુણાંનો એ ભજનહાર. ...૧૯૮ પંડિ દોષ ટાલઈ મૂની ચાર, દોષ રહીત રષ લેતો આહાર; પાણી ચીવર ચોથાં પાત્ર, ટાલિ દોષનિ નીર્મલ ગાત્ર. ...૧૯૯ સુમતિ પાંચ ગુપત્તિ ત્રણિ કહી, બારઈ ભાવના ભાવઈ સહી; પઢીમા બાર મૂની અંગિં ધરિ, અંદ્રી પાંચનો નીગ્રહિ કરાઈ. ...૨૦૦
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
*પરિત સંસાર-સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી જેનો સંસાર પરિભ્રમણ કાળ પરિમિત થઇ ગયો છે, તેને સંસાર પરિત કહે છે તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ છે (શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ભા.૨. સૂત્ર-૧૮૪, પૃ.૪૭૫.).