SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે •. ૧૯૩ •..૧૯૪ ...૧૯૫ આદાન નીપણાય રે, પોંજી મુકતો; લેતો રીષ્ય પોંજી કરી. પારીષ્ટાપનીકાય રે, વધ્યસ્યું પરઠવિં; પંચ સૂમતિ એમ પાલતો એ. વણિ ગુપતિ નીરધાર રે, મન જસ નીર મલું; દૂષ નવિ વંછિ પરતeઇએ. વચન ગોપવિ આપરે, કાય ગુપતિ તસી; સંયમ રમણી મનિ વસીએ. ..૧૯૬ અર્થ : મુનિ વીર્યાચારનું પાલન કરે છે. તેઓ મન, વચન અને કાયાની શક્તિને ગોપવતા નથી ...૧૮૬ સવાધ્યાય કરતાં, ગુણોનો વિકાસ કરતાં, ભાવ પૂર્વક તપ કરતાં વિનય અને વૈયાવચ્ચ (સેવા) કરતાં પોતાની શક્તિ અનુસાર બળ ફોરવવું જોઇએ...૧૮૭ ઊભા ઊભા વિધિપૂર્વક પ્રતિક્રમણ કરવું જોઇએ તેમજ શુદ્ધભાવથી, વિધિ અનુસાર પાંચ અંગોને નમાવી વંદના કરવી જોઇએ...૧૮૮ વીર્યાચાર એ પાંચમો આચાર છે. મુનિરાજ પાંચ આચાર સહિત પાંચ સમિતિનું પાલન કરે છે..૧૮૯ મુનિ ઈર્યાસમિતિમાં તેમાં દોષ લગાડતા નથી. મુનિ રસ્તે ચાલતાં જીવોની જતના કરી ચાલે છે...૧૯૦ ભાષા સમિતિ સુંદર છે. સત્ય અને મધુર બોલવાથી પાપકર્મને બદલે પુણ્ય કર્મ બંધાય છે...૧૯૧ શુદ્ધ અને નિર્દોષ આહાર-પાણી લેવા તેને એષણા સમિતિ કહેવાય છે...૧૯૨ સંયમના ઉપકરણો તેમજ સંયમમાં ઉપયોગી વસ્તુઓને મુનિ નજરેથી બરાબર જોઇ, યત્નાપૂર્વક વસ્તુને લે અને મૂકે તેને આદાન નિક્ષેપણ સમિતિ કહેવાય...૧૯૩ સ્પંડિલ આદિ તેમજ નકામી વસ્તુઓને વિધિપૂર્વક નિર્જીવ અને શુદ્ધ ભૂમિમાં ઉપયોગપૂર્વક પરઠવારૂપ પરિઝાપના સમિતિ છે...૧૯૪ - મુનિ ત્રણ ગુપ્તિને ધારણ કરે છે. જેમનું મન નિર્મળ છે, અન્યનું બૂરું ઇચ્છતા નથી; તે મન ગુપ્તિ છે...૧૯૫ અકુશળ વચનનો ત્યાગ કરે; તે વચન ગુપ્તિ છે તેમજ શરીરની કુચેષ્ટાનો ત્યાગ કરે; તે કાયગુપ્તિ છે. મુનિ પાંચ સમિતિ અને ત્રણગુપ્તિનું પાલન કરી સંયમ રમણીમાં એકાગ્ર રહે છે...૧૯૬ • વીર્યાચારઃ જ્ઞાનાચારના આઠ, દર્શનાચારના આઠ, ચારિત્રાચારના આઠ, તપાચારના બાર એમ કુલ ૩૬ બોલમાં જીવે વશક્તિ અનુસાર વીર્ય ફોરવવું તે વીર્યાચાર છે. વીર્યચારનાં ત્રણ ભેદ છે. (૧) ધર્મના કાર્યમાં પોતાની શક્તિ(વીર્ય) છુપાવે નહિ. (૨) પૂર્વોકત ૩૬ બોલમાં ઉદ્યમ કરે. (૩) શક્તિ અનુસાર કાર્ય કરે. જીવ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy