SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે જ્ઞાન-દર્શન ચારિત્રપૂર્વક જ હોય. દ્વાદશાંગીના બાર અંગોમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો માર્ગ સંકલિત થયો છે. ઇરિયા સમિતિ, એષણા સમિતિ, આદાન સમિતિ અને મનોગુપ્તિમાં સર્વ જીવો પ્રત્યે અહિંસક ભાવ કેળવી અભયદાન આપવાનો હેતુ છે, જેમાં મૈત્રીભાવ છે. ભાષા સમિતિ અને વચન ગુપ્તિમાં અવાજના પ્રદૂષણને રોકવાનો હેતુ છે. ઉત્સર્ગ સમિતિમાં વાયુના પ્રદૂષણને રોકવાનો મુખ્ય હેતુ છે. ફક્ત અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન હોય, છતાં ગીતાર્થ ગુરુના વચનને અનુસરનાર કદાગ્રહરહિત શ્રદ્ધાળુ જીવ સિદ્ધાલયરૂપ મંદિરે પહોંચે છે. આત્મિક સુખમાં વસવાટ કરવા ચારિત્રનો સાથ જરૂરી છે. ક્યારેક બાહ્યવેશ કે ઉપકરણ લેવાનો સમય ન રહે તો ભાવચારિત્રના બળે પણ તરી શકાય છે. શ્રી ઋષભદેવ ભગવાનની માતા મરૂદેવી હાથીની અંબાડીપર એકત્વ, અન્યત્વ અને અશરણ ભાવના ભાવતાં ભાવ ચારિત્રના બળે કેવળજ્ઞાન પામ્યા. ૭૮ કડી-૧૫૭ માં કવિ એ ચારિત્રનું માહાત્મ્ય દર્શાવતાં કહ્યું છે કે, સંયમથી સૂક્ષ્મ અને બાદર જીવોને અભયદાન મળે છે. એવાજ ભાવ કવિએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના-ચરણવિધિ અધ્યયનમાં દર્શાવ્યા છે. જેમાં (મૂયામેણુ)શબ્દથી એવો અર્થ સરે છે. ભૂતગ્રામ એટલે પ્રાણીઓનો સમૂહ, જેમાં સૂક્ષ્મ અને બાદર જીવોનો સમાવેશ થાય છે . જે ભિક્ષુ જીવોની રક્ષા કરવામાં સાવધાન રહે છે, તેનો સંસાર અલ્પ બને છે. - દુહા-૯ ચારિત્ર રત્ન જગમાં વડું, લહીઇ પૂર્ત્તિ સંયોગિ; શ્રી જિન કહઇ નર સંભલુ, કુણ સંયમ નિયોગ...૧૬૦ અર્થ : ચારિત્રરૂપી રત્ન જગતમાં શ્રેષ્ઠ છે. તે પુણ્યના ઉદયથી મળે છે. જિનેશ્વર દેવો કહે છે કે, હે માનવ ! તમે સાંભળો. આવા સંયમ અને નિયમ કોણ ગ્રહણ કરી શકે ?...૧૬૦ દીક્ષાને યોગ્ય-અયોગ્ય વ્યક્તિ ચોપાઇ-પ ચારીત્ર ગ્રહઇવા જોગ્ય નર સોય, સંવેગી સમકીત થીર હોય; પ્રગ્યના થીર અંદ્રીનો જીત, માયા દોષ કદાગૃહઇ રહીત. દયા બુધ્ય સૂસીલ સૂજાંણ, સિરિ વહિ અરીહંત દેવની આંણ; કુસલ જતી ધર્મનેિં વીષિ, એહેવો ચારીત્ર લીધું ષિ. દેસ કુલ જાત્ય વ સુધ વરયો, કર્મ અંશ ઘણા ખિ ક૨યા; અસ્યા પૂર્ણ સંયમનિ કાય, અઢાર પૂરન્નિ કરવા તાય. બાલ બુઢ નપૂંસક નરા, કાયર જડ પરહરવા ખરા; વાધી ચોર,નૃપ, દ્રોહી જેહ, ઉનમત ચખ્ય વ્યના નર જેહ. ...૧૬૧ ...૧૬૨ ...૧૬૩ ...૧૬૪
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy