________________
૧૦૦
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
...૧૫૪
છે. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર તથા શ્રી સમવાયાંગ સૂત્રમાં ગુરુ અને રત્નાધિકો પ્રત્યેના અનુચિત વ્યવહારની અપેક્ષાએ તેત્રીસ આશાતનાઓનું કથન થયું છે. અરિહંત કે ગુરુની અવજ્ઞા એ ભયંકર કોટિની આશાતના છે. તેનાથી જીવનો અનંત સંસાર વધે છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે -
તીર્થકર, પ્રવચન(સંઘ), શ્રુત(આગમ), ગણધરઆચાર્ય અને જ્ઞાન આદિ ગુણથી શ્રેષ્ઠ (મહદ્ધિક)ની આશાતના કરનાર અનંત સંસારી બને છે, જયારે જ્ઞાન આદિ ગુણોની રક્ષા કરનાર અલ્પ સંસારી બને છે.” જ્ઞાનાચાર અને દર્શનાચારનું સ્વરૂપ દર્શાવી કવિ ચારિત્રાચારનું સ્વરૂપ દર્શાવવા આગળ વધે છે.
ચારિત્રાચારનું સ્વરૂપ. ઢાળ-૮(ગુરુ વિણ ગચ્છ નહિ જિન કહ્યો. રાગ આસાવરી સિંધુઓ)
ત્રી આચાર જે અન્ય ધરા, જગિ ચારીત્રીચાર રે; સંજયમસૂધૂમપાલતો આણઇ ભવતણો પાર રે. ત્રતીય આચાર જ માન્ય ધરઇ.-આંચલી. સંયમ વસ્ત સોહામણી, એમ મુખ્ય મુનીવર બોલિરે; રયણ કનક મણિ માણિકાં, કોનવ્ય ચારિત્રતોલિરે. ત્રીય ..૧૫૫ ચારીત્ર વન કિમ પામીઇ,આ ભવસાયર પાર રે; સમય થન નહી કેવલી, મુગત્ય નહી નીરધારીરે...ત્રતીય. ....૧૫૬ ચારીત્રવીન કયમ પાલીઇ, સકલ જીવની રાસ્યો રે; સૂક્ષ્મ બાદરોટલિ, સંયમ હુઈ જ્યો પાશોરે.... ત્રીય. ...૧૫૭ સંયમથી સુખ ઉપજ, લહઈ સકલ સંયોગોરે; કે પંચમ ગત્ય પામીઇ, નહીં કરિ સૂરવર ભોગો રે..ત્રતીય. ...૧૫૮ એમ ચારીત્ર અન મોદતો, અંગિં નહી અતીચારો રે;
પંચ સમન્ય ત્રણ્ય ગુપત્ય ચું, સંયમ રાખતો સારો રે...ત્રતીય. ...૧૫૯ અર્થ: ત્રીજો આચાર જે મનમાં ધારણ કરે છે તેને જગતમાં ચારિત્રાચાર કહેવાય છે. સંયમનું વિશુદ્ધપણે પાલન કરી મુનિ સંસારનો અંત આણે છે...૧૫૪
સંયમ એ અતિ કિંમતી અને શ્રેષ્ઠ વસ્તુ છે, એવું મુનિ ભગવંતો સ્વમુખથી કહે છે. રત્ન, સુવર્ણ, મોતી અને માણેક જેવી કિંમતી વસ્તુઓ પણ ચારિત્રની તોલે ન આવે...૧૫૫
ચારિત્ર વિના આ ભવસાગર શી રીતે તરી શકાય? સંયમ વિના કેવળજ્ઞાન ન હોવાથી પૂર્ણ જ્ઞાનની પદવી પણ ન મળે. કેવળજ્ઞાન વિના મોક્ષ પણ નિશ્ચિતપણે ન મળે...૧૫૬
ચારિત્ર વિના સર્વ જીવરાશિની દયા શી રીતે પાળી શકાય? સૂક્ષ્મ અને બાદર જીવોની હિંસાનું પાપ