SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ દર્શાવેલ છે. (૧) જ્ઞાન ભણવાના સમયે જ્ઞાન ભણવું. (૨) જ્ઞાન ભણતાં વિનય કરવો. (૩) જ્ઞાન અને જ્ઞાનીનું બહુમાન કરવું. (૪) જ્ઞાન ભણતાં યથાશક્તિ તપ કરવું. (૫) જ્ઞાનદાતા ગુરુના ઉપકારને ગોપાવવા નહિ. (૬) અક્ષર શુદ્ધ. (૭)અર્થ શુદ્ધ. (૮) અક્ષર અને અર્થ બન્ને શુદ્ધ ભણે . અક્ષર ભેદથી અર્થભેદ, અર્થભેદથી ક્રિયાભેદ થાય છે. ક્રિયાભેદથી મોક્ષ ન થાય. મોક્ષના અભાવમાં દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મ નિષ્ફળ થાય છે. યોગ્ય ૠતુ અનુસાર ખેતી કરવાથી સારાં ફળ પ્રાપ્ત થાય છે, તેમ શાસ્ત્ર અનુસાર યોગ્ય કાળે જ્ઞાન ભણવાથી ગુણપ્રાપક બને છે. વિદ્યા વિનયથી શોભે છે. અવિનયથી મળેલું જ્ઞાન અજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલું હોવાથી અજ્ઞાનરૂપે સંસારમાં પરિભ્રમણ કરાવે છે. વિદ્યાગુરુ પ્રત્યે પૂજ્યભાવ ધરાવવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે.તપ શ્રુતને પુષ્ટ કરે છે. શ્રુતજ્ઞાનરૂપી અમૂલ્ય રત્ન પ્રાપ્ત કરવા શાસ્ત્ર કથિત તપ ક૨વું જરૂરી છે. જ્ઞાન મેળવનારે વિદ્યાગુરુને છુપાવવા નહિ. શ્રુત ભણીને તેનું ઉત્તમ ફળ મેળવનારે અક્ષર, કાનો, માત્ર, શબ્દ કે વાક્ય ચૂનાધિક કરવું નહિ. આ જ્ઞાનના આઠ આચારો છે. મુનિને પાંચ પ્રહર સુધી સ્વાધ્યાય કરવાનું વિધાન છે. તે જ્ઞાનાચારની મહત્તા પુરવાર કરે છે. જ્ઞાન એ આત્માનો પરમ ગુણ છે. જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે. જ્ઞાનની વિકૃત્તિ ક્રોધ, માન, માયા અને લોભ છે. જ્ઞાનનું કાર્ય સ્વક્ષેત્રે આનંદવેદન છે અને પરક્ષેત્રે જ્ઞેયને જાણવાનું છે. જ્ઞાન, જ્ઞાની તથા જ્ઞાનના સાધનોની ભક્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનું કારણ બને છે. • દર્શનાચાર : હવે કવિ કડી ૧૫૦ થી ૧૫૨ માં દર્શનાચારનું સ્વરૂપ દર્શાવે છે . જીવ–અજીવાદિ નવ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા થતાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે. સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થતાં આત્મામાં અનેક ગુણો પ્રગટે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં દર્શનાચારના આઠ ગુણોનું નિરૂપણ થયું છે. શ્રદ્ધા એ જ સર્વ કાર્યની સિદ્ધિ છે. આત્મ સુખની સિદ્ધિ માટે અગમ્ય ભાવો સમજવા જ્ઞાનીના વચનો પર શ્રદ્ધા રાખવી પડે તે સુનિશ્ચિત છે. અગમ્ય ભાવોને સમજવા કુયુકિતઓનો આશ્રય લે છે તે જિનાજ્ઞાનો વિરાધક બને છે. જૈનદર્શનની સત્યતા અને શ્રદ્ધા અખંડ રાખવા પરદર્શનની કાંક્ષાનો ત્યાગ કરવો. ઉત્સુકતા તે આર્તધ્યાન છે. અજ્ઞાન બાલ તપસ્વીઓના તપ જોઇ મૂઢ બનવું એ મિથ્યાત્વનું પોષણ છે. સાધર્મીઓના ગુણોની પ્રશંસા કરવી, તેમને આરાધના કે વિરાધનાના ફળ સમજાવી ધર્મમાં સ્થિર કરવા, તેમની મુશ્કેલીઓ દૂર કરવી, તેમના પ્રત્યે પ્રીતિ રાખવી અને જિનશાસનનો મહિમા વધારવો, એ દર્શનાચારનું સ્વરૂપ છે. પરમાત્માના દર્શન કરવા એ દર્શનાચારનો પ્રારંભ છે. દરેક જીવાત્મામાં પરમાત્માના દર્શન કરવા એ દર્શનાચારની પરાકાષ્ઠા છે. તે બ્રહ્મદષ્ટિ છે, જે મોહને તોડે છે. જે પ્રવૃત્તિ આત્મ ગુણોનો નાશ કરે છે, તેને આશાતના કહેવાય. ગુરુદેવ વગેરે પૂજય પુરુષોની અવહેલના, ઉપેક્ષા કે નિંદા વગેરેથી માનસિક, શારીરિક કષ્ટ પહોંચાડવું તેને આશાતના (વિરાધના) કહેવાય *દર્શનાચાર માટે જુઓ-પરિશિષ્ટ વિભાગ.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy