SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ પાંચમૂવર્ત પરીગ્રહિપરીમાંણ, સકલવસ્ત ઈડઈ મુની જાણ; રાખ્યાનો ઉપદેશન કહી, રાખઈ અનમોદઈ નહી. .૧૪૫ અર્થ: ક્રોધ, માન, માયા, લોભ (પરિગ્રહનો મમત્વ ભાવ) આ ચાર કષાયોને મુનિવર જીવનમાં થોભવા દેતા નથી. તેઓ પાંચ મહાવ્રત (અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) નું પાલન કરે છે..૧૩૭ તેઓ સ્વયં ભૂમિ ખોદતાં નથી,બીજા પાસે ભૂમિ ખોદાવતાં નથી અને જે ભૂમિ ખોદે છે તેની અનુમોદના કરતા નથી. તેઓ સ્વયં સચિત્ત પાણી પીતા નથી, અન્યને સચિત પાણી પીવાનો ઉપદેશ આપતા નથી...૧૩૮ કોઈ સચિત્ત પાણી પીએ તેની અનુમોદના કરતા નથી. વળી તેઓ અગ્નિને સ્વયં પ્રગટાવતા નથી, અન્યને અગ્નિ પ્રગટાવવાનું કહેતા નથી અને કોઈ અગ્નિ પ્રગટાવે તેની અનુમોદના કરતા નથી...૧૩૯ | ઋષિમુનિ સ્વયં વીંઝણો વીંઝતા નથી, કે અન્ય પાસેથી વીંઝણો વીંઝાવતા નથી. તેમજ વીંઝણો વીંઝાતો હોય તેની પ્રશંસા કરતા નથી. તેઓ સ્વયં વનસ્પતિને ચૂંટતા નથી, અન્યને ચૂંટવાનું કહેતા નથી અને કોઈ વનસ્પતિ ચૂંટતા હોય તેની અનુમોદના પણ કરતા નથી...૧૪૦ મુનિવર સ્વયં જીવોને હણતા નથી, અન્ય પાસે હણાવતા નથી, કોઈ જીવને હણતા હોય તેની અનુમોદના કરતા નથી. આ પ્રમાણે તેઓ પ્રથમ અહિંસા વ્રતનું પાલન કરે છે ....૧૪૧ મુનિવર બીજું સત્ય મહાવત ગ્રહણ કરી તેનું પાલન કરે છે. તેઓ મુખેથી સત્ય વચન બોલે છે. અન્ય પાસેથી અસત્ય બોલાવતા નથી, તેમજ અસત્યની અનુમોદના કરતા નથી...૧૪૨ - સાધુ મહાત્મા અણદીધેલ વસ્તુ લેતા નથી. અન્યને ચોરી કરવાનું કહેતા નથી, તેમજ ચોરીની અનુમોદના કે પ્રશંસા કરતા નથી. આ રીતે તેઓ ત્રીજું મહાવ્રત પાળે છે...૧૪૩ મુનિ શીયળવતને હૃદયે રાખી સ્વયં તેનું પાલન કરે છે. અન્ય પાસે વિષયભોગોનું સેવન કરાવતા નથી, તેમજ વિષયભોગોને ભલા જાણી તેની અનુમોદના પણ કરતા નથી કારણકે અબ્રહ્મના સેવનથી થતા પાપ કર્મને મુનિ સારી રીતે જાણે છે...૧૪૪ પાંચમું મહાવ્રત પરિગ્રહની મર્યાદાનું છે. પરિગ્રહના સ્વરૂપને જાણી મુનિ સર્વ વસ્તુના મમત્વનો ત્યાગ કરે છે. તેઓ સ્વયં પરિગ્રહનો ત્યાગ કરે છે, બીજાને પરિગ્રહ ત્યાગનો ઉપદેશ આપે છે, તેમજ પરિગ્રહની અનુમોદના પણ કરતા નથી...૧૪૫ આ ચોપાઈમાં કવિ મહાવ્રતનું સ્વરૂપ દર્શાવે છે. મહાવત એ શ્રમણોનાં વ્રત છે. તે જીવન પર્વતના હોય છે. ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી, એકાંત મોક્ષના હેતુ માટે જ સાધના કરે તે સાધુ છે. શ્રી સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના સોળમા અધ્યનનમાં સાધુને માહણ (મહાત્મા), સમણ (શ્રમણ), ભિષ્મ (ભિક્ષુ) અને નિગ્રંથ (બાહ્ય અને અત્યંતર પરિગ્રહથી રહિત) કહ્યા છે. જેઓ પાપ વ્યાપારથી સર્વથા નિવૃત્ત થયા છે, પરંતુ સંજ્વલન કષાય અને નિદ્રાદિ પ્રમાદના ઉદયથી સંયમના યોગમાં પ્રમાદ રહે છે. તેઓ છઠ્ઠા પ્રમત્ત સંયત અને સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાને આવનજાવન કરે છે. તેઓ પંચ મહાવ્રતધારી હોય છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy