________________
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે ૩) સ્ત્રીઓ સાથે એક આસન પર બેસે. ઉ.દા. અગ્નિ પાસે ઘીનો ઘડો પીગળવા માંડે છે. ૪) સ્ત્રીઓના મનોહર અંગોપાંગને એકીટશે ન જુએ. ઉ.દા. શશીદર્શનથી સાગરમાં ભરતી આવે છે. ૫) સ્ત્રીના કામવિકાર જન્ય શબ્દો ન સાંભળે. ઉ.દા. મેઘ ગર્જનાથી મયુર નૃત્ય કરે છે. ૬) પૂર્વાનુભૂત રતિક્રીડાનું સ્મરણ ન કરે. ઉ.દા. વિષ મિશ્રિત છાસ અને ડોશી. ૭) સદા સ્વાદિષ્ટ,પૌષ્ટિક, સરસ આહાર ન કરે. ઉ.દા. પ્રચુર ઇંધનથી અગ્નિ પ્રજવલિત થાય છે. ૮) ઉણોદરી તપ કરે. ઉ.દા. આર્ય સુહસ્તિના શિષ્ય અતિ માત્રામાં આહાર કર્યો. ૯) શૃંગાર, વિભૂષા કે સુશોભનની પ્રવૃત્તિ ન કરે. ઉ.દા. ગરીબની પાસે રહેલું રત્ન ચોરાઈ જાય છે.
પૂર્વાચાર્યોએ સ્પર્શેન્દ્રિયના સંયમ માટે સહ-શયનાસન કે એકાસન પર બેસવાનો, રસનેન્દ્રિયના સંયમ માટે અતિમાત્રામાં આહાર ત્યાગનો, ચક્ષુરિજિયના સંયમ માટે સ્ત્રીના હાવભાવ, રૂપ-રંગ નિરીક્ષણનો, મન:સંયમ માટે કામકથા, વિભૂષા અને પૂર્વક્રીડા સ્મરણનો, શ્રોતેન્દ્રિયના સંયમ માટે સ્ત્રીના વિકારજન્ય શબ્દ શ્રવણનો ત્યાગ કહ્યો છે.
ઇન્દ્રિય વિષયોમાં આસક્ત બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન થવાથી બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થવાય છે અથવા ઉન્માદ, રોગ કે આતંકથી ઘેરાય છે.”
પાંચ મહાવ્રતનું સ્વરૂપ
ચોપાઈ –૪ કોધ માંન માયા નઈ લોભ, એ ચારનિ ન દઈ થોભ; પંચ મહાવૃત પાલિ સહી, જીવ હંશા તે ન કરઈ કહી. પ્રથવી ખણઈ ખણાઈ નહી, ખણતાં નવ્ય અનમોદિ કહી; કાચું નીર પીંઈ નહી સદા, બીજાનિ ન પીઆઈ કદા. ...૧૩૮ પીતાનિ નવ્ય અનમોદિ રતી, અગ્યાનિ કદા નવ જાલઈ યતી; અન્ય કઈ ન જલાવઈ કહી, જાલિ તસ અનમેદિ નહીં. ...૧૩૯ વીજિ વીજાવઈ નહી વાય, વીજતાં નવ્ય અવતો ઋષિરાય; યૂટિ ચૂટવિ નહી હરી, ચૂટિ અનમોદિ નહી ફરી.
...૧૪૦ તરસ જીવનિ રાખિ સહી, અપિ ન હણાવઈ તે કહી; હણતાં નવ્ય અનમોદિ કદા, પહિલું વર્ત એમ પાલિ સદા. બીજું વર્ત પાલઈ ગહિગાહી, મૂખ્યથી સાચું બોલ સહી; જુહૂ ન બોલાવઈ અન્ય કનિ, જુહૂ નવ્ય અનમોદિ મનિ. ...૧૪૨ અણદીધું ન લેતા હવઈ, અનિ ચોરી નવિ સીખવઈ; ચોરી નવિ અનમોદિ રતી, ત્રીજું વૃત્ત એમ પાલિ થતી. ..૧૪૩ સીલવર્સ રાખિ અભીરામ, અન્ય પિ નવિ સેવાવિ કામ; કામભોગ અનમોદઈ નહી, પાપકર્મ મૂની જાણઈ તહી. ...૧૪૪
૧૩૭
૧૪૧