SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે સમકિત વિના સિદ્ધનો સ્વાદ ચાખવા મળતો નથી તેમજ સિદ્ધગતિમાં પણ જીવની સાથે સમકિત સદા રહે છે. અહંભાવ પરવસ્તુમાં, મિથ્યાષ્ટિ કહેવાય, તેદષ્ટિને મટાડવા, ભેદવિજ્ઞાન કરે સહાય, ભેદવિજ્ઞાન સમજ્યાથકી, સમકિતપણું પમાય, સમકિત વિનાના મોક્ષ પદ, એ સિદ્ધાંત સમજાય. સાધુકીર્તિવાચક કૃત 'ગુણસ્થાન વિચાર ચોપાઈ'માં કહે છે - અસંતના દંસણહ અસંત, સુખ અણંત વરિજ અખંત, અસંત લાયક સમકિત જાણી, પંચાતંતક સિદ્ધ વખાણિ, ...૪૩ નહી જનમ જરા મરણ વિયોગ, નહી ચિંતા ભય ભીડ ન સોગ, નહી ભૂખ ત્રસ પીડન વ્યાધિ, સિદ્ધ રહઈ તિહા સદા સમાધિ. .૪૫ સિદ્ધ ભગવંતો અનંત ગુણધારી છે. સર્વજ્ઞ ભગવંતો પણ સિદ્ધના સુખનું યથાવતું વર્ણન કરવાને શક્તિમાન નથી. અરિહંત અને સિદ્ધની ભક્તિથી દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. દર્શનમોહની વિશુદ્ધિ થતાં વસ્વરૂપનો અનુભવ થાય છે. સમકિતીને આત્મગુણોનો આંશિક ઉઘાડ છે, જ્યારે સિદ્ધ પરમાત્માને આત્મગુણોનો સંપૂર્ણ ઉઘાડ છે. જેગુણો છે તારા, તેહીજ ગુણો છે મારા, વીર્યસુરણથીઓં પ્રગટાવ્યા, મારાતે અવરાણા. પ્રભુમાં વિદ્યમાન ગુણો તિરોભાવે મારામાં રહેલા જ છે, આવો નિર્ણય શ્રદ્ધાને બળ આપે છે. અરિહંતાદિના ચાર શરણાનો વીકાર, દુષ્કૃત્યોની નિંદા-ગહ અને સુકૃત્યોની અનુમોદનાથી તથાભવ્યત્વનો પરિપાક થાય છે. - દુહા-૭મુરૂગનામો તેહનિ, મૂગત્ય ગયાદેવ; પહિલું તત્ત્વ સમઝીકરી, કરય સમીકીતની સેવ ૧૨૫ દેવ અરીહંત અસ્સો કહું, ગુરુ ભાણું નીગ્રંથ; ગુણ છત્રીસ તેહમાં, સાધઈ મુગત્ય જ પંથ. અર્થઃ જે દેવ મુક્તિમાં ગયા છે તેમને મસ્તક નમાવો. પહેલું દેવતત્ત્વ સમજીને સમકિતની સેવા કરો...૧૨૫ અરિહંત દેવનું સ્વરૂપ દર્શાવી હવે નિગ્રંથ ગુરુનાં ગુણો કહું છું. તેઓ છત્રીસ ગુણોથી યુક્ત છે તેમજ મુક્તિ પંથની સાધના કરે છે..૧૬ ૧ર૬
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy