________________
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસીને આધારે
...૧૧
• ૧૧૭.
તે જિનવરની કીજઈ સેવ, વૃષભ પરિ જે ઘોરી દેવ; સૂડીર્યવંત હસતી જયમ ધીર, ઉદધીની પરિ જે ગંભીર. ...૧૧૩ કંચન વરણ કાય રોમ, ચંદ તણી પરિ જિનવર સોમ; દીપઈ જિનવર જયમ જગ્ય સૂર, જ્ઞાન સબલ જયમ ગંગાપૂર. ...૧૧૪ પ્રથવી પરિ ભારેખમ હોય, વાસી ચંદન કપે જોય; કંચન પથર પૂજ સનમાન, ત્યાહાં જિનવરનું સરખું ધ્યાન. ..૧૧૫ સંસાર મોક્ષમાં સરખો લહું, અનુત્તર જ્ઞાન હું જેહનું કહું; અનુત્તર દરસણ ચારીત્ર જોય, તપ સંયમ સંવર જસ હોય. ધર્મધ્યાન સૂકલ જિન ધ્યાન, કર્મ ખપીઉં પાયું ચાન; એકેક વચને બુઝિ સહી, અસંખ્ય જીવ સમઝિ ગહિંગહી. તુવામીજુઓ વીતરાગ, કર્મ ખપી લહઈ મુગતિ માગ;
જનમ જરા મરણ જ્યાહાં નહી, તે સુખની વાનગી છઈનવ્ય અહી. ...૧૧૮ અર્થ - પરમ (ઉત્તમ) પુરુષ તે નર કહેવાય છે, જે ત્રણ તત્વની આરાધના કરે છે. પ્રથમ દેવતત્વને અવધારો. અઢારદોષ રહિત જિનની શ્રદ્ધા કરો...૧૦૦
- જીવહિંસા, અસત્ય, ચોરી, માન, માયા, મદ, ભય, અજ્ઞાન, રતિ,અરતિ, મત્સરતા, નિંદ્રા, ઈર્ષા, ક્રીડા (ભોગ), પ્રેમ, શોક અને ક્રોધ જેવા દોષ નથી...૧૦૧
વળી પ્રસંગે જેમને થોડું પણ હાસ્ય નથી એમ અઢાર દોષ જિનેશ્વર ભગવંતો એ ટાળ્યા છે. શ્રી હેમચંદ્રાચાર્ય કૃત અભિધાન ચિંતામણિ નામમાલામાં અઢાર દોષ વિષે જણાવેલ છે...૧૦ર
આવા દોષ જે સ્થાનમાં નથી તેવા દેવને તું નમસ્કાર કર. જે જિન ચોત્રીસ અતિશયથી યુક્ત છે તે ભગવંત તને જરૂરતારશે...૧૦૩
તે જિનવરનાં અનેક નામો છે. તેમની વાણી પાંત્રીસ ગુણોથી યુક્ત છે. તેઓ આઠ કર્મથી રહિત છે (વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર આ ચાર અઘાતી કર્મ બળેલી સીંદરી જેવા બળ વિનાના છે.). વળી તેઓ આઠ મદના વિજેતા છે. (જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શ્રુત, લાભ અને ઐશ્વર્ય. આ આઠ મદ છે)...૧૦૪
તે પ્રભુ સર્વ જગતના સ્વામી (નાથ) છે. દુર્ગતિમાં પડતા જીવોનો હાથ પકડી બચાવનાર છે. મહાવીર પ્રભુના ઉપકારથી ગૌતમ સ્વામી મુક્તિ માર્ગના ભજનારા બન્યા...૧૦૫
તેવા પ્રભુ મહાવીરની કૃપાદૃષ્ટિથી ચંડકૌશિક સર્ષ દેવતા બન્યો અને અર્જુન માળી શુભગતિ વર્યા; કારણકે વિરપ્રભુએ તેના માથે હાથ મૂક્યો અર્થાત્ વીર પ્રભુના આશીર્વાદથી અર્જુનમાળી શુભ ગતિ પામ્યો. (જિનવરની પૂજાથી ચંડકૌશિક સર્પ એકાવનારી બન્યો. પૂજા એટલે ભક્તિ. ચંડકૌશિક દ્રવ્ય પૂજા નહીં પરંતુ ભાવ પૂજા કરી) ...૧૦૬
આવો ઉત્તમ દેવ મારાં સર્વ કાર્યો પૂર્ણ કરશે, જેણે દેશ, નગર, રાજપાટ, અંતે ઉરી (પત્નીઓ